Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

OYOના માલિક રિતેશ અગ્રવાલ કરવા જઈ રહ્યા છે લગ્ન, PM મોદીને આપ્યું આમંત્રણ

દેશના પ્રખ્યાત સ્ટાર્ટઅપ OYOના સ્થાપક રિતેશ અગ્રવાલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અગ્રવાલ દિલ્હીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમને તેમના લગ્નમાં હાજર રહેવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. આ દરમિયાન તેની માતા અને મંગેતર પણ તેની સાથે હતા. તે આવતા મહિને માર્ચમાં દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં લગ્ન કરવાના છે.અગ્રવાલે ખુદ વડાપ્રધાન મોદીને મળવાની ત
oyoના માલિક રિતેશ અગ્રવાલ કરવા જઈ રહ્યા છે લગ્ન  pm મોદીને આપ્યું આમંત્રણ

દેશના પ્રખ્યાત સ્ટાર્ટઅપ OYOના સ્થાપક રિતેશ અગ્રવાલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અગ્રવાલ દિલ્હીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમને તેમના લગ્નમાં હાજર રહેવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. આ દરમિયાન તેની માતા અને મંગેતર પણ તેની સાથે હતા. તે આવતા મહિને માર્ચમાં દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં લગ્ન કરવાના છે.

Advertisement



અગ્રવાલે ખુદ વડાપ્રધાન મોદીને મળવાની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે, જેમાં તેઓ વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન અગ્રવાલે પીએમને શાલ પણ અર્પણ કરી હતી.


નવી ઈનિંગ્સની શરૂઆત

અગ્રવાલે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદથી અમે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તેમણે જે ઉષ્મા સાથે અમારું સ્વાગત કર્યું તે શબ્દો વ્યક્ત કરી શકતા નથી. મારી માતા, જેઓ મહિલા સશક્તિકરણ માટેના તેમના વિઝનથી ખૂબ જ પ્રેરિત છે, તેમને મળવા માટે ઉત્સાહિત હતા. તમારા કિંમતી સમય અને શુભેચ્છાઓ બદલ આભાર.

Advertisement

દેશના યુવા અબજોપતિઓમાં સામેલ છે

Advertisement

દેશના સૌથી યુવા અબજપતિઓમાં 29 વર્ષના રિતેશ અગ્રવાલનું નામ સામેલ છે. તેણે 2013માં માત્ર 19 વર્ષની ઉંમરે OYOની શરૂઆત કરી હતી. હાલમાં, તેમની કંપની OYO વિશ્વના 80 દેશના 800 શહેરમાં તેની સેવાઓ પ્રદાન કરે છે.


નાની ઉંમરનો આ વિચાર ખુબ વિરાટ સાબિત થયો

રિતેશ અગ્રવાલને શરૂઆતથી જ દેશની ટોપ IIT કૉલેજમાં જવું હતું, પરંતુ કંઈક કરી બતાવવાના જુસ્સામાં તેણે કૉલેજમાં જવાનું બંધ કરી દીધું. 2011માં શાળા છોડીને 17 વર્ષની ઉંમરે તેણે ઓરેવેલ સ્ટેજ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, જે 2013માં OYO હોટેલ્સ એન્ડ હોમ્સ તરીકે જાણીતું બન્યું.


OYOનો મતલબ

રિતેશમાં શરૂઆતથી જ કંઈક અલગ કરવાનો જુસ્સો હતો અને જ્યારે તેને 17 વર્ષની ઉંમરે બિઝનેસ શરૂ કરવાની તક મળી, ત્યારે તેણે તેનું નામ પણ તેના પેશનના આધારે રાખ્યું. ખરેખર OYO નો અર્થ છે – તમારી પોતાની તાકાત પર ‘On Your Own’ રીતેશે ખરેખર આટલી મોટી કંપની પોતાના દમ પર શરૂ કરી છે. આજે આમાં 43 હજારથી વધુ હોટલોનું ગ્રૂપ છે, જ્યાં લોકોને સસ્તા ભાવે રૂમ મળે છે.

આપણ  વાંચો-CM નીતિશ કુમારને મોટો ફટકો, દિગ્ગજ નેતા ઉપેન્દ્ર કુશવાહાએ છોડી JDU, નવી પાર્ટી રચવાનું એલાન


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.