જીવનની અંતિમ ક્ષણોમાં મુમતાજે શાહજહાં પાસેથી લીધા હતા આ 2 વાયદા
શાહજહાંની બાદશાહતના માત્ર 4 વર્ષ વીત્યા હશે.., અને મુમતાજનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું. બાદશાહ દિવસ-રાત બીમાર મુમતાજ સાથે જ રહેવા લાગ્યા અને તેમની દેખરેખ કરવા લાગ્યા. જીવનની અંતિમ ક્ષણોમાં મુમતાજે શાહજહાં પાસેથી 2 વાયદા લીધા હતા.. પહેલો વાયદો કે પોતાના મોત બાદ આપ બીજી કોઇ સ્ત્રીથી બાળક પેદા નહીં કરો. અને બીજો એક કે આપ મારી યાદમાં એવોજ એક મહેલ બનાવજો જે મેં સપનામાં જોયો હતો. મુમતાજે આ
Advertisement
શાહજહાંની બાદશાહતના માત્ર 4 વર્ષ વીત્યા હશે.., અને મુમતાજનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું. બાદશાહ દિવસ-રાત બીમાર મુમતાજ સાથે જ રહેવા લાગ્યા અને તેમની દેખરેખ કરવા લાગ્યા.
જીવનની અંતિમ ક્ષણોમાં મુમતાજે શાહજહાં પાસેથી 2 વાયદા લીધા હતા..
- પહેલો વાયદો કે પોતાના મોત બાદ આપ બીજી કોઇ સ્ત્રીથી બાળક પેદા નહીં કરો.
- અને બીજો એક કે આપ મારી યાદમાં એવોજ એક મહેલ બનાવજો જે મેં સપનામાં જોયો હતો.
મુમતાજે આ વાયદાઓ સાથે વિદાય લીધી..અને શરૂ થઇ તાજમહેલના બનવાની કહાની..
- જાન્યુઆરી 1632માં શાહજહાંએ યમુના કિનારે આગ્રામાં મહેલ માટે જગ્યા શોધવાની શરૂઆત કરી.
- બાદશાહે રાજા માનસિંહના પૌત્ર જયસિંહ પાસેથી 3 એકર જમીન લીધી.
- જમીનના બદલે શાહજહાંએ જયસિંહને 4 હવેલીઓ આપી.
- જમીનને સમતળ કરી મુમતાજ માટે રઉજા-એ-મુનવ્વરા એટલે કે શાનદાર મકબરો બનાવવાનું
કામ શરૂ થયું.
- ચામડી બાળી નાંખતી ગરમીમાં કામ શરૂ થયું .
- પ્રેમની સૌથી પહેલી નિશાનીની પહેલી ઇંટ મુકવામાં આવી.
- 20 હજાર શ્રમિકોએ દિવસ-રાત કામ કરી ઇમારત માટે ઉંડો પાયો ખોદયો
- પાયો ખોદતી વખતે એ વાતનું ધ્યાન રખાયું કે નજીકમાં વહેતી યમુનાના પાણીનો રિસાવ ત્યાં સુધી
ન આવે.
- મહેલ બનાવનાર મોટાભાગના શ્રમિકો કન્નોજ અને કાશ્મીરના હિંદૂઓ હતા.
- 1 હજારથી વધુ હાથી પથ્થરો ઉંચકવા ઉપયોગમાં લેવાયા.
- 40 પ્રકારના રત્નોને મહેલની દિવાલો પર જડવામાં આવ્યા
- લીલા કલરના પથ્થર ચીનથી મંગાવવામાં આવ્યા
- આસમાની લૈપીજ લજુલી પથ્થર અફઘાનિસ્તાનથી મંગાવવામાં આવ્યા
- વર્ષ 1642ની આસપાસ ચબૂતરા અને મુખ્ય ગુંબજ પર નક્કાશીનું કામ શરુ થયું.
- અમાનત ખાનને મહેલ પર નક્કાશી કરવાની જવાબદારી સોંપવામાં આવી
- શાહજહાંએ ચીન,શ્રીલંકા, તિબેટ અને અરબથી રત્નો મંગાવ્યા
1645માં ખુબ ગરમી પડી. બાદશાહે શ્રમિકોની એનર્જી બુસ્ટ કરવા માટે તેમને પેઠા ખવડાવ્યા. ત્યારથી આગ્રાના પેઠા ખુબજ ફેમસ થઇ ગયા
- 1648માં મકબરો, ગુંબજ અને બગીચાનું કામ પૂર્ણ થઇ ગયું.
- અમાનત ખાને એક પછી એક મકબરાના દરેક હિસ્સાને નક્કાશીથી સજાવ્યું.
- વર્ષ 1653માં 73 મીટર ઉંચો મહેલ બનીને તૈયાર થયો.
શાહજહાએ પહેલીવાર મહેલનો જોયો તો બોલ્યા- આ તાજમહેલ ફક્ત પ્રેમની કહાની નહીં જણાવે, પરંતુ એ તમામ લોકોને દોષ મુક્ત કરશે જેઓ મનુષ્યનો જન્મ લઇ હિન્દુસ્તાનની આ પવિત્ર ધરતી પર પોતાનો પગ મુકશે. અને તેની સાક્ષી ચાંદ સિતારા આપશે.
18 લાખ સ્કવેયર ફિટમાં ફેલાયેલા તાજ મહેલ 10 હિસ્સાઓમાં વહેંચાયેલો છે..
જેમાં મકબરો, મુખ્ય ગુંબજ, કલશ, શાહી મસ્જિદ, શાહી ચબૂતરો, ચારબાગ, ચાર મિનાર, 20 ઓરડા, ભોયરુ, ડાયના બેંચ અને મુખ્ય દરવાજાનો સમાવેશ થાય છે.
જેમાં મકબરો, મુખ્ય ગુંબજ, કલશ, શાહી મસ્જિદ, શાહી ચબૂતરો, ચારબાગ, ચાર મિનાર, 20 ઓરડા, ભોયરુ, ડાયના બેંચ અને મુખ્ય દરવાજાનો સમાવેશ થાય છે.
- યમુના કિનારે બાગમાં દફન મુમતાજને તાજમહેલમાં ફરીથી દફનાવવામાં આવ્યા.
- 1658માં શાહજહાંને તેમના પુત્ર ઓરંગજેબે આગ્રાના કિલ્લામાં બંદી બનાવી દીધા, આગ્રાના કિલ્લામાંથી જ તેઓ તાજનો દિદાર કરતા.
- પુત્રી જહાંએ અંતિમ પળોમાં શાહજહાંની દેખરેખ કરી.
- શાહજહાંની મોત બાદ જહાં આરા ઇચ્છતી હતી કે પિતાને શાહી વિદાય આપવામાં આવે.. પરંતુ ઓરંગજેબે શાહી વિદાય આપવાનો ઇન્કાર કરી દીધો
- મુમતાજની બાજુમાં જ શાહજહાંને ચૂપચાપ દફનાવી દેવામાં આવ્યા..