Aditya L1 મિશન વિશે જાણો સંપૂર્ણ માહિતી
ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતની આગામી તૈયારી સૂર્ય માટેની છે. ઈસરો શનિવારે સૂર્યના અભ્યાસ માટે અવકાશયાન મોકલી રહ્યું છે. આ માટે Aditya L1 અવકાશમાં જશે. Aditya L1 સંપૂર્ણપણે સ્વદેશી પ્રયાસ છે. તેને બે અઠવાડિયા પહેલા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં ઈસરોના સ્પેસ સેન્ટરમાં લાવવામાં આવ્યું હતું. તેને અહીંથી શનિવારે એટલે કે 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. L1 સુધી પહોંચવામાં ચાર મહિના લાગશે. ISRO આ વર્ષે ગગનયાન 1 મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. તે પછી, 2024 માં શુક્રયાન અને મંગલયાન મિશન મોકલવાની પણ યોજના છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.