Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

છત્તીસગઢમાં નક્સલવાદીઓએ સરપંચની ગળું કાપીને ઘાતકી હત્યા કરી

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય ફરી સામે આવ્યું છે. માઓવાદીઓએ નક્સલ પ્રભાવિત ગામના સરપંચનું ગળું કાપીને ધારદાર હથિયાર વડે હત્યા કરી નાખી છે. આ ઘટનાથી ગામમાં ખળભળાટ મચી ગયો છે.છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય ફરી સામે આવ્યું છે. માઓવાદીઓએ નક્સલ પ્રભાવિત ગામના સરપંચનું ગળું કાપીને ધારદાર હથિયાર વડે હત્યા કરી નાખી છà
છત્તીસગઢમાં નક્સલવાદીઓએ સરપંચની ગળું કાપીને ઘાતકી  હત્યા કરી
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય ફરી સામે આવ્યું છે. માઓવાદીઓએ નક્સલ પ્રભાવિત ગામના સરપંચનું ગળું કાપીને ધારદાર હથિયાર વડે હત્યા કરી નાખી છે. આ ઘટનાથી ગામમાં ખળભળાટ મચી ગયો છે.
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય ફરી સામે આવ્યું છે. માઓવાદીઓએ નક્સલ પ્રભાવિત ગામના સરપંચનું ગળું કાપીને ધારદાર હથિયાર વડે હત્યા કરી નાખી છે. પોલીસ બાતમીદાર હોવાની શંકાના આધારે નક્સલવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. અડધી રાત્રે ડઝનબંધ સશસ્ત્ર માઓવાદીઓ ગામમાં આવ્યાં હતા અને સરપંચને ઘરની બહાર કાઢીને જંગલમાં લઈ ગયા હતા. સરપંચની હત્યા કર્યા બાદ માઓવાદીઓ ચાલ્યાં ગયા હતા. ઘટના જિલ્લાના તોયનાર પોલીસ સ્ટેશન વિસ્તારની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે બીજાપુર જિલ્લાના મોરમેદ ગામમાં એક ડઝન નક્સલવાદીઓ આવ્યા હતા. માઓવાદીઓ સરપંચ પતિરામ કુડિયામના ઘરે પહોંચ્યા હતા. તે સમયે પતિરામ ઘરે સૂતા હતા. માઓવાદીઓએ સરપંચને તેમની સાથે આવવા કહ્યું. જ્યારે સંબંધીઓએ પતિરામ કુડિયામને ન લઇ જવા વિનંતી કરી, ત્યારે માઓવાદીઓએ બંદૂકની અણીએ પરિવારને ધમકી આપી. જાણવા મળ્યું છે કે ગામમાં થઈ રહેલા વિકાસ કાર્યોથી માઓવાદીઓ નારાજ હતા અને ઘણા દિવસોથી નક્સલવાદીઓના નિશાના પર હતા. સરપંચને બાતમીદાર હોવાની શંકાના આધારે નક્સલવાદીઓ દ્વારા ઘણી વખત ધમકીઓ પણ આપવામાં આવી હતી.
સશસ્ત્ર નક્સલવાદીઓ તેમને ઘરેથી દૂર લઈ ગયાં
રાત્રે એક ડઝન હથિયારધારી માઓવાદીઓ રતિરામના ઘરે પહોંચ્યા. તે સમયે રતિરામ તેના પરિવાર સાથે ઘરે સુતો હતો. નક્સલવાદીઓ રતિરામને ઉપાડી ગયા અને પોતાની સાથે લઈ ગયા. ગામને અડીને આવેલા જંગલમાં લઈ જઈ તેણે ધારદાર હથિયાર વડે સરપંચનું ગળું કાપી નાખ્યું હતું. ગુનાને અંજામ આપ્યા બાદ નક્સલીઓ મૃતદેહને ત્યાં જ છોડીને ચાલ્યા ગયા હતા. માઓવાદીઓના આ કૃત્યને કારણે ગામમાં ભયનો માહોલ છે. પોલીસ દળ ગામ તરફ રવાના થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નક્સલવાદીઓ સતત મૃતકના પરિવારને નિશાન બનાવી રહ્યા છે. આ પહેલા પણ નક્સલવાદીઓ પરિવારના બે સભ્યોની હત્યા કરી ચૂક્યા છે.
Advertisement
Tags :
Advertisement

.