દિલ્હીના DyCM મનિષ સિસોદિયાની ધરપકડ, આ કેસમાં 8 કલાકની પુછપરછ બાદ થઈ ધરપકડ
દિલ્હીના DyCM મનિષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. દારૂના ગોટાળા કેસમાં મનીષ સિસોદિયાની 8 કલાકની લાંબી પુછપરછ બાદ મનિષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. CBIએ સિસોદિયાની પૂછપરછ માટે પ્રશ્નોનોની યાદી તૈયાર કરી હતી. CBI હેડક્વાર્ટરની આસપાસ પોલીસ દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે બેનર લગાવીને આપી હતી.CBIએ લીકર (દારૂ) કૌભાંડમાં 8 કલાકની પૂછપરછ બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી (DyCM
દિલ્હીના DyCM મનિષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. દારૂના ગોટાળા કેસમાં મનીષ સિસોદિયાની 8 કલાકની લાંબી પુછપરછ બાદ મનિષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. CBIએ સિસોદિયાની પૂછપરછ માટે પ્રશ્નોનોની યાદી તૈયાર કરી હતી. CBI હેડક્વાર્ટરની આસપાસ પોલીસ દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે બેનર લગાવીને આપી હતી.
Advertisement
CBIએ લીકર (દારૂ) કૌભાંડમાં 8 કલાકની પૂછપરછ બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી (DyCM) મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. CBIએ આ કેસમાં એક અધિકારીનું નિવેદન પણ નોંધ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે મનીષ સિસોદિયાએ એક્સાઇઝ પોલિસી તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને કેટલીક સૂચનાઓ આપી હતી.
- સિસોદિયાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા હોબાળો થવાની આશંકાને કારણે સીબીઆઈ હેડક્વાર્ટરમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.
સિસોદિયા પર છે આ આક્ષેપો
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીશ સિસોદિયા પર આરોપ છે કે દારૂના વેપારીઓને લાઈસન્સ આપવાની દિલ્હી સરકારની નીતિથી કેટલાંક ખાસ ડિલર્સથી ફાયદો પહોંચાડવામાં આવ્યો છે અને આ ડીલરોએ પોતાની ઈચ્છિત પોલિસી બનાવવા માટે લાંચ આપી હતી. મનીષ સિસોદિયા પાસે દિલ્હીનો આબકારી વિભાગ પણ છે તેથી તેમના પર આરોપ લાગી રહ્યાં છે.
આ સમગ્ર મામલે મનીષ સિસોદિયા પર બે મુખ્ય આરોપ છે. પહેલો આરોપ એ છે કે જ્યારે આબકારી વિભાગે દારૂની દુકાનો માટે લાઇસન્સ ઈશ્યુ કર્યા હતા, ત્યારે આ સમયગાળા દરમિયાન મનીષ સિસોદિયાએ કુલ ખાનગી વિક્રેતાઓને 144 કરોડ 36 લાખ રૂપિયાનો ફાયદો કરાવ્યો હતો કારણ કે આ સમયગાળા દરમિયાન આટલા રૂપિયાની લાઇસન્સ ફી માફ કરવામાં આવી હતી. જેના કારણે સરકારને મોટું નુકસાન થયું છે. આ સિવાય મનીષ સિસોદિયા પર એવો પણ આરોપ છે કે તેમણે કેબિનેટને વિશ્વાસમાં લીધા વિના અને અંતિમ મંજૂરી માટે લેફ્ટનન્ટ ગવર્નર વિના ઘણા મોટા નિર્ણયો લીધા હતા.
CBI દ્વારા નોંધાયેલી FIRમાં સિસોદિયાનું નામ પહેલું છે. આવી સ્થિતિમાં મનીષ સિસોદિયા તપાસના કેન્દ્રમાં હશે તે નિશ્ચિત છે. આ કેસમાં મનીષ સિસોદિયા સિવાય તપાસ એજન્સીએ વધુ 14 લોકોને આરોપી બનાવ્યા છે. જે નીચે પ્રમાણે છે....
- આરવ ગોપી કૃષ્ણ, તત્કાલીન આબકારી કમિશનર
- આનંદ તિવારી, એક્સાઇઝ ડેપ્યુટી કમિશનર
- પંકજ ભટનાગર, મદદનીશ આબકારી કમિશનર
- વિજય નય્યર, સીઈઓ, એન્ટરટેઈનમેન્ટ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની, મુંબઈ
- મનોજ રાય, ભૂતપૂર્વ કર્મચારી, પરનોદ રિકાર્ડ
- અમનદીપ ધલ, ડિરેક્ટર, બ્રિન્ડકો સેલ્સ પ્રાઈવેટ લિમિટેડ, મહારાણી બાગ
- સમીર મહેન્દ્રુ, મેનેજિંગ ડિરેક્ટર, ઈન્ડોસ્પિરિટ ગ્રુપ, જોરબાગ
- અમિત અરોરા, બડી રિટેલ પ્રાઈવેટ લિમિટેડ, ડિફેન્સ કોલોની
- બડી રિટેલ પ્રાઇવેટ લિમિટેડ
- દિનેશ અરોરા, ગુજરાવાલા ટાઉન, દિલ્હી
- મહાદેવ દારૂ, ઓખલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા
- સની મારવાહ, મહાદેવ દારૂ
- અરુણ રામચંદ્ર પિલ્લઈ, બેંગ્લોર, કર્ણાટક
- અર્જુન પાંડે, ગુરુગ્રામ ફેઝ-3, ડીએલએફ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.