Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pulwama Latest News: ભારત સામે પાક. ઘડી રહ્યું મોટું ષડયંત્ર, પાક. લોન્ચપેડ પર 250-300 આતંકીઓ તેનાત

ભારતીય સેના પાક. ને ફરી એકવાર આપશે માત ભારતમાં ફરિ એકવાર પાકિસ્તાની આતંકીઓ દ્વારા મોટા પાયા પર હુમાલાનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય સૈનિકો દ્વારા તેને માત આપવા માટે સરહદ પર ભારતીય જવાનો હથિયારો સાથે સજ્જ છે. ઓછામાં...
pulwama latest news  ભારત સામે પાક  ઘડી રહ્યું મોટું ષડયંત્ર  પાક  લોન્ચપેડ પર 250 300 આતંકીઓ તેનાત
Advertisement

ભારતીય સેના પાક. ને ફરી એકવાર આપશે માત

ભારતમાં ફરિ એકવાર પાકિસ્તાની આતંકીઓ દ્વારા મોટા પાયા પર હુમાલાનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય સૈનિકો દ્વારા તેને માત આપવા માટે સરહદ પર ભારતીય જવાનો હથિયારો સાથે સજ્જ છે. ઓછામાં ઓછા 250-300 આતંકવાદીઓ સરહદ પાર બેઠા છે. સીમા સુરક્ષા દળ (BSF) ના એક ઉચ્ચ અધિકારીએ આ માહિતી આપી.

Advertisement

તેમણે કહ્યું કે લગભગ 250 થી 300 આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરની એલઓસી પર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત લોન્ચ પેડ પર ઘૂસણખોરી કરવાની યોજના બનાવી રહ્યા છે.

Advertisement

BSF ના ઈન્સ્પેક્ટર જનરલે પાક. હુમલા સામે લડવા તૈયારીઓ કરી શરું

જો કે, અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળો સતર્ક છે અને સરહદ પારથી ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવશે. BSF ના ઈન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે જણાવ્યું હતું કે, "ગુપ્ત માહિતી મળી છે કે 250-300 આતંકવાદીઓ લોન્ચ પેડ પર ઘૂસણખોરી કરવા માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ સેના તમામ પ્રકારના પડકારો માટે સજ્જ છે. સેના જવાનો કોઈ પણ પ્રકારના આતંકી હમલાને માત આપી શકે છે.

વધુમાં તેમણે કહ્યું કે બીએસએફ અને સેનાના બહાદુર જવાનો સરહદી વિસ્તારોમાં સતર્ક છે અને ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવશે. બીએસએફના ઇન્સ્પેક્ટર જનરલે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષા દળો અને કાશ્મીરના લોકો વચ્ચેનું જોડાણ વધ્યું છે. તેમણે કહ્યું, "જો લોકો અમને સહકાર આપે તો અમે વિકાસની પ્રવૃત્તિઓને વધુ સારી રીતે આગળ વધારી શકીશું."

આ પણ વાંચો: કેરળમાં કોરોનાનો નવો વેરિયન્ટ દેખાયો, શું ભારત સામે આ મોટો પડકાર સાબિત થશે?

Tags :
Advertisement

.

×