ફળફળાદી કે લીલા શાકભાજી સહિત ખેત ઉત્પાદનોનો ઉપયોગ કરતાં પહેલાં એને સાફ કરવાનું ચૂકશો નહીં
આપણને સતત એવું શીખવવામાં આવે છે અને કહેવામાં પણ આવે છે કે રોજે રોજના ખોરાકમાં ફળફળાદી અને લીલા શાકભાજીનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે અને સંપૂર્ણ સ્વાસ્થ્યની જાળવણી માટે તથા વિટામિન્સ સહિત શરીરને પૂરતા પોષક દ્રવ્યો મળી રહે તે માટે આ જરૂરી બને છે.હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણે બજારમાંથી જે ફળ ફળાદી અને શાકભાજી ખરીદીએ છીએ તે પૂરતા પ્રમાણમાં
Advertisement

આપણને સતત એવું શીખવવામાં આવે છે અને કહેવામાં પણ આવે છે કે રોજે રોજના ખોરાકમાં ફળફળાદી અને લીલા શાકભાજીનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે અને સંપૂર્ણ સ્વાસ્થ્યની જાળવણી માટે તથા વિટામિન્સ સહિત શરીરને પૂરતા પોષક દ્રવ્યો મળી રહે તે માટે આ જરૂરી બને છે.
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણે બજારમાંથી જે ફળ ફળાદી અને શાકભાજી ખરીદીએ છીએ તે પૂરતા પ્રમાણમાં બિનજોખમી છે ખરા?
જે ફળફળાદીના પેક થયેલા ટોપલા કે ટોપલી આપણા સુધી પહોંચે છે તે ઉત્પાદન થયું હોય ત્યાંથી તમારા ઘર સુધી પહોંચે ત્યાં સુધીમાં અનેક હાથોમાંથી અને અનેક તબક્કાઓમાંથી પસાર થયેલું હોય છે અને પ્રત્યેક તબક્કે એ ફળ ફળાદી કે શાકભાજી વેચાણ યોગ્ય રહે તે માટે લીલાછમ રહે તે માટે આંખને ગમે તેવા રહે તે માટે તેના ઉપર લગભગ પ્રત્યેક તબક્કે કોઈકને કોઈક રાસાયણિક વસ્તુઓના ઉપયોગ કરવામાં આવે છે. મૂળમાં પણ આપણે મોટેભાગે ઓર્ગેનિક શાકભાજી કે ફળફળાદિ ખાવાના આદિ નથી એટલે કે એ જ્યાં ઉગાડયા હશે જ્યાં એની ખેતી થઈ હશે ત્યાં પણ મબલક પાક લેવા માટે રાસાયણિક ખાતરો અને દવાઓનો ભરપૂર ઉપયોગ તો થયો જ હોય છે. એટલે એ ઉત્પાદનો સંપૂર્ણ સાત્વિક કે પ્રાકૃતિક જોખમી છે એમ માનવું ભૂલ ભરેલું છે.
તૈયાર થયેલા ફળફળાદી કે શાકભાજી વેચાણ માટે અલગ-અલગ વ્યાપારીઓ, દલાલો કે વચેટિયાઓની વચ્ચેથી પસાર થઈને આપણા સુધી પહોંચે છે. એ સહુનો ઈરાદો તમારા ઘર સુધી ચોખા સ્વાસ્થ્યપ્રદ રસાયણો રહિત ઉત્પાદનો પહોંચાડવાનો હોતો નથી પણ તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય એને તાજા રાખવા આંખને ગમે તેવા રાખવા બની શકે તેટલા જાતજાતના રસાયણોનું છંટકાવ કરવામાં એ લોકો સહેજ પણ પાછીપાની કરતા નથી.
તમે બજારમાંથી જે દ્રાક્ષ ખરીદો છો તે લીલી કે કાળી દ્રાક્ષના ઉપર જામેલુ સફેદ પડ એ તેને બચાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા વિવિધ રસાયણોનું છે જે આપણે નરી આંખે જોઇ શકીએ છીએ. હા દ્રાક્ષની પેટી કે પકવેલી પાકી કેરીની પેટી કે પછી બીજા કોઈ પણ ફળો અને શાકભાજી પણ રાસાયણિક દ્રવ્યોમાં નાઈ ધોઈને તમને વધુમાં વધુ નુકસાન કરી શકે એવી શક્યતાઓ સાથે તમારા રસોડામાં પહોંચે છે.
સામાન્ય રીતે ગૃહિણી એક-બે પાણીથી આવા ફળફળાદીને ધોઈને ઉપયોગમાં લેવાનું કે લેવડાવવાનું શરુ કરે છે ત્યારે એને ખબર નથી હોતી કે તે ફળ ફળાદીને નામે પોતાના પરિવારના સભ્યોના કે બાળકોના પેટમાં લાંબે ગાળે ભયંકર રોગો પેદા કરે તેવા રાસાયણ ઓ મોકલી રહી છે.
આપણે ફળફળાદી અને લીલા શાકભાજી ખાઈને હરખાઈ એ અને પછી તંદુરસ્ત થી જાણે કે આપણા હાથમાં આવી ગઇ છે એવું માનીને ફુલાઇએ. પણ હકીકતમાં તમે ખાધેલા ફળ-ફળાદી કે શાકભાજી તમને ફાયદો પહોંચાડવાને બદલે અથવા તો જેટલો ફાયદો કરે એના કરતા અનેક ગણો વધારે ગેરફાયદો કરી આપવાના છે એની તમને ખબર નથી.
જાગૃત ગૃહિણી પોતાના ઘરમાં આવતા પ્રત્યેક ફળફળાદીને ગરમ પાણીમાં એકથી વધુ વાર પલાળી રાખીને પછી એને ચોખ્ખા પાણીથી ધોઈને એને એના મૂળ સ્વરૂપમાં આવે ત્યાં સુધીની રાહ જોવાની સામાન્ય રીતે બધામાં એટલી ધીરજ હોતી નથી અને તેથી રાસાયણિક દ્રવ્યો સહિતના ફળ-ફળાદી થી કે શાકભાજી આપણે આપણા પેટમાં સૂક્ષ્મ અને લાંબેગાળે અસર કરનારા મૃત્યુના સ્વરૂપમાં નાખી રહ્યા છીએ આને માટે આપણે જાતે જ પહેલા તો સભાન થવું પડશે.
અલબત્ત આ જવાબદારી સત્તામંડળની છે જ કોઈપણ પ્રકારના આંખ આડા કાન કર્યા વગર આવતા તમામ શાકભાજી અને ફળફળાદી રસાયણોથી મુક્ત હોય રસાયણોથી મુક્ત રહે તે માટે તંત્રને કામે લગાડવું પડે અને હમણાં હમણાં જેમ ખાધાખોરાકીના સ્ટોલ લારીઓ હોટેલ સુપર દરોડા પાડીને નમૂના લઇને લેબોરેટરીમાં ટેસ્ટ કરીને ગુનેગારોને નષ્ટ કરવામાં આવે છે તેટલી જ ગંભીરતાથી શાકભાજી અને ફળફળાદી સહિત બધા જ ખેત ઉત્પાદનોનું વેચાણ કરતા જે કોઈ વેપારીઓ, એજન્સીઓ હોય તેમના પર કડક નિગરાની રાખવાની કાયદાની સરકારની કોર્પોરેશનની સમાજની અને આપણા સૌની સહિયારી જવાબદારી છે.
પણ વ્યવસ્થાતંત્ર બધું કરી નાખશે એમ માનીને જો આપણે પોતે કાળજી લેવાનું ચૂકી જઈશું તો આપણે આપણા પરિવારના સભ્યોને અને ખાસ કરીને તો આપણા બાળકોને જાણે ધીમા મોત તરફ ધકેલી રહ્યા છીએ .હવે પછી ફળફળાદી કે લીલા શાકભાજી સહિત ખેત ઉત્પાદનોનો ઉપયોગ કરતાં પહેલાં એને વૈજ્ઞાનિક રીતે સાફ સાફ કરવાનું ચૂકશો નહીં.