Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વધુ એક ઠગ PMO ઓફિસર બન્યો, ખ્યાતનામ સ્કૂલ સાથે કરી છેતરપિંડી...!

કિરણ પટેલ પછી હવે વધુ એક અન્ય વ્યક્તિએ PMO અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને કૌભાંડ આચર્યું છે. આ વ્યક્તિનું નામ મયંક તિવારી છે. PMO ઓફિસના ડાયરેકટર તરીકે ઓળખ આપતો હતો અને શિક્ષણ ક્ષેત્રે રીસર્ચના પ્રોજેકટ માટે સરકારમાંથી મંજૂરી લાવી આપવાની...
વધુ એક ઠગ pmo ઓફિસર બન્યો  ખ્યાતનામ સ્કૂલ સાથે કરી છેતરપિંડી
Advertisement

કિરણ પટેલ પછી હવે વધુ એક અન્ય વ્યક્તિએ PMO અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને કૌભાંડ આચર્યું છે. આ વ્યક્તિનું નામ મયંક તિવારી છે. PMO ઓફિસના ડાયરેકટર તરીકે ઓળખ આપતો હતો અને શિક્ષણ ક્ષેત્રે રીસર્ચના પ્રોજેકટ માટે સરકારમાંથી મંજૂરી લાવી આપવાની વાત કહી પૈસા પડાવતો હતો. હાલમાં વડોદરા ગ્રામ્ય પોલીસે PMO ના ડાયરેક્ટરની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી આચરનાર ઠગ મયંક તિવારીની ધરપકડ કરી છે. સમાં વિસ્તારમાં રહેતો મયંક તિવારી લાંબા સમયથી પોલીસ અને સેન્ટ્રલ એજન્સીના રડારમાં હતો. જે પછી અંતે તેને ઝડપી લેવામાં આવ્યો છે.

Advertisement

મિત્રના દીકરાઓનાં સ્કૂલ એડમિશન માટે ભલામણ

Advertisement

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારી સ્કૂલના ટ્રસ્ટી તરીકે પારુલ યુનિવર્સિટીનાં MD ડો. દેવાશુ પટેલ તથા ડો. ગીતીકા પટેલ છે. વર્ષ 2022ના માર્ચ મહિનામાં અમારી સ્કૂલમાં એડમિશનની કામગીરી ચાલુ હતી. એ દરમિયાન ભેજાબાજ મયંક તિવારીએ પોતાની ઓળખ ડાયરેકટર વ્યૂહાત્મક સલાહકાર PMO ઓફિસ તરીકે આપી તેના ફેમિલી મિત્રના દીકરાઓનાં એડમિશન માટે સંપર્ક કર્યો હતો, જેથી અમારા ડાયરેકટર સાહેબ તેને સ્કૂલના ટ્રસ્ટ્રી દેવાશું પટેલને પારુલ કોલેજ લીમડા વાઘોડિયા ખાતે મળવા જણાવ્યું હતું.

ફરિયાદ કોણે નોંધાવી

મયંક તિવારી વિશે વહીવટકર્તાઓ દ્વારા ખાનગી રીતે તપાસ કરવામાં આવી હતી. જેને લઇને જાણ થઇ કે ગઈ સાલ પીએમ ઓફિસમાં નોકરી કરતા હોવાની ઓળખ આપનાર મયંક તિવારીએ પોતાની ઓળખ ખોટી રીતે આપેલ છે. તેઓનું નામ મયંક પરશુરામ તિવારી અને રહેવાસી 13 રાંધલધામ સોસાયટી નવરંગ સોસાયટીની બાજુમાં ન્યુ સમા રોડ, વડોદરાના હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની જાણ સ્કૂલ ડાયરેક્ટરને બે દિવસ પહેલાં જણાવવામાં આવી હતી. આંમ મયંક તિવાસી પીએમઓ ઓફિસના અધિકારી તરીકે પોતે ખોટી ઓળખ આપી પોતે દેશને તેમજ ગુજરાત રાજ્યમાં નુકસાન થાય તેવું કૃત્ય કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે ફરિયાદી બનીને વહીવટી અધિકારી ચંદ્રશેખર રાધેશ્યામ દધીચે વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ મેનેજમેન્ટ વતી નોંધાવી હતી.

મયંક તિવારીની તાત્કાલિક ધરપકડ

પીએમઓ તરીકેની ખોટી ઓળખ આપનાર કિરણ પટેલ અને પ્રમોદલાલ નામના મહાઠગના કિસ્સાથી માહિતગાર વાઘોડિયા પોલીસ દ્વારા તરજ જ કાર્યવાહી શરુ કરવામાં આવી હતી અને નકલી પીએમઓ મયંક પરશુરામ તિવારીને વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યો હતો. ગુનાની ગંભીરતાને લઇને વાઘોડિયા પોલીસ દ્વારા તાત્કાલિક લેભાગુ મયંક તિવારીની તાત્કાલિક ધરપકડ કરી વધુ પૂછપરછ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો : વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીએ જીવ ગુમાવ્યો, અમદાવાદના હિરેન ગજેરાની અપહરણ બાદ હત્યા

Tags :
Advertisement

.

×