Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: ‘ભૂંગળ’ વાગે જ્યારે... ‘શક્તિ’ આવે ત્યારે!

અમદાવાદ અને સંસ્કૃતિ બંને એક બીજા સાથે વર્ષોથી સંકળાયેલા છે. આજે પણ કોટ વિસ્તારમાં સંસ્કૃતિનો વારસો જળવાયેલો જોવા મળે છે આવિ એક સંસ્કૃતિને નાયક સમાજ વર્ષોથી સાચવીને બેઠા છે. આ સંસ્કૃતિ છે ગરબી અને ગરબીમાં વાગતુ અને મા આધ્યશક્તિને અતિ...

અમદાવાદ અને સંસ્કૃતિ બંને એક બીજા સાથે વર્ષોથી સંકળાયેલા છે. આજે પણ કોટ વિસ્તારમાં સંસ્કૃતિનો વારસો જળવાયેલો જોવા મળે છે આવિ એક સંસ્કૃતિને નાયક સમાજ વર્ષોથી સાચવીને બેઠા છે. આ સંસ્કૃતિ છે ગરબી અને ગરબીમાં વાગતુ અને મા આધ્યશક્તિને અતિ પ્રિય એવિ વાદ્ય એટલે ભુંગળની. નવરાત્રીમાં મા આદ્યશક્તિની આરાધના કરતા પહેલા આ ભુંગળ વગાડિને માને રીજવવામા આવે છે અને પછી ગરબા ગવાય છે. આ નાયક સમાજ વર્ષોથી તરગડાવ વાસમાં આ ભુંગળ રીપેર કરવા માટે કેમ્પ કરે છે જેમા ગુજરાતમાં વસતા અને જેમની પાસે ભુંગળ છે તે તેનુ સમારકામ કરાવવા માટે અહિયા આવે છે.

Advertisement

અમદાવાદના તરગડા વાસમાં રહેતા આ નાયક પરિવારના લોકો પાર્ટીપ્લોટમાં ગરબા ગાવા માટે નથી જતા પણ મા અંબાની મંદિરમા જ નવ દિવસ રોડ પર રાત્રે બેસીને તેની આરધના કરે છે અને પોતાની રૂઢીને સાચવી રાખે છે. ત્યારે અત્યારના સમયએ લોકો સંસ્કૃતિને ભુલીને પાર્ટીપ્લોટના વળગણને વળગ્યા છે તે લોકોએ આમાથી શીખ લેવી જોઈએ.

આ પણ વાંચો : નવરાત્રીમાં રાખો સ્વાસ્થ્યનું ધ્યાન, ગરબા રમતા Heart Attack ના કિસ્સાઓમાં થઇ રહ્યો છે વધારો

Advertisement

Tags :
Advertisement

.