Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પૈસા ગણવા અને મુકવા સાથે જોડાયેલી આ ભૂલો આપને ગરીબ બનાવી શકે છે, મા લક્ષ્મી થઇ શકે છે નારાજ

ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં દરેક કામ કરવાની સાચી રીત જણાવવામાં આવી છે. આમાંથી કેટલાક કામ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેને કરવામાં ભૂલો કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે.આનાથી જીવનમાં ધનની હાનિ અને આવકમાં કમીનો સામનો કરવો પડી શકે છે. એટલે કે આ ભૂલો સારી આર્થિક સ્થિતિવાળી વ્યક્તિને પણ ગરીબ બનાવી શકે છે. આવું જ એક મહત્ત્વનું કામ છે  પેસાની ગણતરી.. કારણ કે પૈસા ગણતી વખતે કરવામાં આવેલી ભૂલ
પૈસા ગણવા અને મુકવા સાથે જોડાયેલી આ ભૂલો આપને ગરીબ બનાવી શકે છે  મા લક્ષ્મી થઇ શકે છે નારાજ
ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં દરેક કામ કરવાની સાચી રીત જણાવવામાં આવી છે. આમાંથી કેટલાક કામ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેને કરવામાં ભૂલો કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે.આનાથી જીવનમાં ધનની હાનિ અને આવકમાં કમીનો સામનો કરવો પડી શકે છે. એટલે કે આ ભૂલો સારી આર્થિક સ્થિતિવાળી વ્યક્તિને પણ ગરીબ બનાવી શકે છે. આવું જ એક મહત્ત્વનું કામ છે  પેસાની ગણતરી.. કારણ કે પૈસા ગણતી વખતે કરવામાં આવેલી ભૂલો મા લક્ષ્મીને નારાજ કરી શકે છે. આના કારણે તમારે બિનજરૂરી ખર્ચ, ઘરમાં પૈસા ન રહેવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ પૈસા ગણતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી મા લક્ષ્મી હંમેશા તમારા પર પ્રસન્ન રહે.
પર્સમાં પૈસા સિવાય બિનજરૂરી કાગળો ન રાખો 
 હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે, તેથી પૈસાની ગણતરી કરતી વખતે ભૂલથી પણ તેનું અપમાન ન થઇ જાય તે ધ્યાન રાખવું જોઇએ..સૌથી પહેલા તો એ ધ્યાન રાખો કે પર્સમાં માત્ર પૈસા રાખો, અને બિનજરૂરી કાગળો અથવા બિલો ન રાખો. આમ કરવાથી ધનની ખોટ થશે અને તમારી પાસે પૈસા નહીં રહે.
પૈસા ગણતી વખતે નોટ પર થુંક ન લગાવો 
ઘણા લોકોને નોટ ગણતી વખતે નોટ પર થુંક લગાવવાની આદત હોય છે. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને સખત મહેનત કર્યા પછી પણ વ્યક્તિ હંમેશા આર્થિક તંગીનો સામનો કરે છે. આ સાથે એ વાત પણ ધ્યાન રાખો કે નોટોનો તોડી-મરોડીને ન મુકો.. તેને વ્યવસ્થિત રીતે વાળીને પૂરતુ સમ્માન જળવાય તે રીતે મુકો 
 
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.