VADODARA : મંદિરોને નોટીસ મામલે શાસકોને સદબુદ્ધિ આપવા માતાજીને આવેદન
VADODARA : તાજેતરમાં રાજ્યભરમાં અસંખ્ય મંદિરોને દુર કરવા માટેની નોટીસ ઇશ્યુ કરવામાં આવી છે. જેને લઇને આજે વડોદરા (VADODARA) માં આંતરરાષ્ટ્રીય હિંદુ પરીષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ આજે મેદાને આવ્યું છે. અગ્રણીઓએ માંડવી સ્થિત મેલડી માતાજીના પૌરાણિક મંદિરે એકત્ર થઇને શાસકોને સદબુદ્ધિ આપે તેવી અરજ સાથે આવેદન પત્ર વાંચી સંભળાવીને માતાજીના ચરણોમાં અર્પણ કર્યું છે. અને આ મામલે આંદોલનનો શંખનાદ પણ કર્યો છે. સાથે જ અગ્રણીએ મીડિયાને કહ્યું કે, જો આ નિર્ણય પરત લેવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આજથી શંખનાદ કર્યો છે
આંતરરાષ્ટ્રીય હિંદુ પરીષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અગ્રણીએ જણાવ્યું કે, તાજેતરમાં ગુજરાતમાં પ્રશાસન દ્વારા આશરે 25 હજાર જેટલા મંદિરોને હટાવવાની નોટીસ કાઢવામાં આવી છે. મુગલોએ જે કામ અધુરૂ છોડ્યું તે આજે પુરૂ કરવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ વાતનો આખા રાજ્યમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે આંદોલનનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે. આ લોકો હિંદુઓને છેતરી રહ્યા છે. આજથી અમે શંખનાદ કર્યો છે. માતાજીને પ્રાર્થના કરીશું કે, આવા હિંદુ વિરોધી તત્વોને સદબુદ્ધિ આપે. અને મંદિર તોડવાનો નિર્ણય પાછો લે. અને જો મંદિર તોડવાનો નિર્ણય પાછો નહી લે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.
હિંદુઓ, સાધુસંતો ખુબ દુ:ખી છે
અગ્રણી ઉમેશભાઇ જણાવે છે કે, ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં આંતરારષ્ટ્રીય હિંદુ સંગઠન પાસે તમામ રજુઆત લઇને આવ્યા હતા. વિવિધ શહેર-ગામોમાં 25 હજાર મંદિરો તોડવા માટે નોટીસો આપવામાં આવી છે. વડોદરામાં પણ અસંખ્યા મંદિરોને દુર કરવા માટે નોટીસ આપી છે. આપણે ક્યાં રહીએ છીએ ! હિંદુઓ, સાધુસંતો ખુબ દુ:ખી છે. આટલા મોટા પ્રમાણમાં મંદિરો જગની કે ઔરંગઝેબે નથી તોડ્યા. તો આ આંતરરાષ્ટ્રીય વિશ્વહિંદુ પરિષદ આના માટે ખુબ વિરોધ કર્યો છે. અમે ભગવાનને આવેદન આપવાના છે. તમામને સદબુદ્ધિ આપે. આ આયોગ્ય કહેવાય. અમારૂ તો સુત્ર છે, મંદિર તુટે કરે પોકાર, કહાં ગઇ હિંદુ સરકાર. મંદિરોની રક્ષા માટે વોટ આપ્યા હોય, ત્યારે સરકારે વિચારનું હોય. મંદિર તુટતુ બચાવવા માટે જ્યારે કોઇ પ્રતિનિધિને ફોન કરીએ તો તેઓ ઉપાડતા નથી.
આ પણ વાંચો -- VADODARA : પિયરથી પત્નીને પરત લેવા ગયેલા પતિનો જીવલેણ હુમલો, બે ના મોત