Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરામાં સિલિન્ડર બ્લાસ્ટના કારણે બે મહિલાઓના મોત, 4થી વધુ લોકો દાઝ્યા

વડોદરામાં ગેસનો બોટલ ફાટતાં બે ના મોત વાસણા રોડ વિસ્તારમાં દેવનગરમાં બની ઘટના 106 નં.ના મકાનમાં બોટલ ફાટતાં મકાન ધરાશાઇપ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી 10 મકાનોને નુકસાન પહોંચ્યું સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં 8 લોકોને ઇજા પહોંચી ઇજાગ્રસ્તો પૈકી બે જણાની હાલત ગંભીરઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયાવડોદરામાંથી ગેસનો સિલિન્ડર ફાટ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઘટનàª
વડોદરામાં સિલિન્ડર બ્લાસ્ટના કારણે બે મહિલાઓના મોત  4થી વધુ લોકો દાઝ્યા
  • વડોદરામાં ગેસનો બોટલ ફાટતાં બે ના મોત 
  • વાસણા રોડ વિસ્તારમાં દેવનગરમાં બની ઘટના 
  • 106 નં.ના મકાનમાં બોટલ ફાટતાં મકાન ધરાશાઇ
  • પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી 10 મકાનોને નુકસાન પહોંચ્યું 
  • સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં 8 લોકોને ઇજા પહોંચી 
  • ઇજાગ્રસ્તો પૈકી બે જણાની હાલત ગંભીર
  • ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયા
વડોદરામાંથી ગેસનો સિલિન્ડર ફાટ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઘટના વાસણા રોડ વિસ્તારમાં આવેલી દેવનગર સોસાયટીની છે જ્યા એક મકાનમાં ગેસનો સિલિન્ડર ફાટી ગયું હોવાના કારણે મકાનને ભારે નુકસાન થયું છે. ગેસનો સિલિન્ડર ફાટતા મકાનમાં હાજર બે મહિલાઓના મોત નીપજ્યા છે. જ્યારે 4થી વધુ લોકો દાઝ્યા છે. સિલિન્ડર બ્લાસ્ટ થતા આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો છે.  
એક ભૂલ અને મળ્યું મોત
હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, વડોદરા શહેરના વાસણા રોડ વિસ્તારમાં આવેલા દેવનગરમાં આ ઘટના બની છે. અહીં આવેલા મકાન નંબર 106મા આજે સવારે 8 વાગ્યાની આસપાસ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં બે મહિલાઓના મોત થયા છે, જેમાંથી એક મહિલા જેમનું નામ લીલાબેન અંબાલાલ પરમાર ઉંમર 65 વર્ષનું ઘટનાસ્થળે જ તો અન્ય એક મહિલા શકુંતલાબેન વિજયભાઈ જૈન (પાડોશી)નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. લીલાબેન આજે સવારે ચા બનાવવા માટે ગેસની સગડીને પેટાવવા જતા હતા દરમિયાન ગેસ લીકેજના કારણે જોરદાર ધડાકા સાથે ગેસના બાટલામાં બ્લાસ્ટ થયો અને ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી. 
બ્લાસ્ટની ઘટનામાં 8 લોકોને ઈજા પહોંચી
સિલિન્ડર બ્લાસ્ટ કેટલો ખતરનાક હશે તેનો અંદાજ તે વાતથી લગાવી શકાય કે, આસપાસના 10 મકાનોને નુકસાન થયું છે. જેમાંથી એક મકાન બલાસ્ટને કારણે જર્જરીત થઈ ગયું છે. જ્યારે બીજા 2 મકાનના બધાં જ બારી બારણાં તૂટી ગયા હતા. તેમજ એક બુલેટ બાઈકને પણ નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યા તેમણે આગને કાબુમાં લઇ લીધી છે. આ બ્લાસ્ટની ઘટનામાં 8 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા છે. અહીં ડોક્ટરની દેખરેખમાં તેમની સારવાર ચાલી રહી છે. ઈજાગ્રસ્તો પૈકી બે લોકની હાલત ગંભીર હોવાનું પણ સામે આવી રહ્યું છે. 
આ બ્લાસ્ટમાં આસપાસના મકાનોની સાથે ઘરની બહાર પાર્ક કરવામાં આવેલી એક બાઈક પણ આગની ઝપટમાં આવી જતા સળગીને ખાખ થઇ ગઇ હતી. જ્યારે આ ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીના દંડક ચિરાગભાઈ બારોટ વોર્ડ 10 ના ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ તથા લીલાબેન મકવાણા કોર્પોરેટરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.