ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીને પરીક્ષામાં ન બેસવા દેવાઈ

અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત લાચાર વિદ્યાર્થીનીએ આંખમાં આંસુ સાથે સત્તાધીશોને કહ્યું કે, મને ખાલી 1 કલાક પરીક્ષામાં બેસવા દો હું પાસ થઈ જઇશ, પરીક્ષા નહિ આપું તો મારુ કેરીયર બગડી જશે છતાં સત્તાધીશોના પેટનું પાણી ન હલ્યું. સમગ્ર ઘટના અંગે વાત કરવામાં આવે તો વડોદરાની MS યુનિવર્સિટીમાં હાલ વિવિધ ફેકલ્ટીમાં પરીક્ષા ચાલી રહી છે. ત્યારે બીજી ઘણી ફેકલ્ટીમાં વેકેશન પણ શરૂ થઈ ગયું છે.
09:29 AM May 16, 2022 IST | Vipul Pandya
અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત લાચાર વિદ્યાર્થીનીએ આંખમાં આંસુ સાથે સત્તાધીશોને કહ્યું કે, મને ખાલી 1 કલાક પરીક્ષામાં બેસવા દો હું પાસ થઈ જઇશ, પરીક્ષા નહિ આપું તો મારુ કેરીયર બગડી જશે છતાં સત્તાધીશોના પેટનું પાણી ન હલ્યું. 
સમગ્ર ઘટના અંગે વાત કરવામાં આવે તો વડોદરાની MS યુનિવર્સિટીમાં હાલ વિવિધ ફેકલ્ટીમાં પરીક્ષા ચાલી રહી છે. ત્યારે બીજી ઘણી ફેકલ્ટીમાં વેકેશન પણ શરૂ થઈ ગયું છે. કોરોનાકાળ દરમિયાન ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં પરીક્ષા ઓનલાઇન લેવામાં આવી હતી, ત્યારબાદ કોરોનાનો કહેર ઓછો થતા સમગ્ર ગુજરાતમાં યુનિવર્સિટી રાબેતા મુજબ ઓફલાઇન શરૂ કરી દેવામાં આવી છે, અને તમામ ફેકલ્ટીમાં પરીક્ષા પણ ઓફલાઇન લેવાની ફરજીયાત બની છે. ત્યારે હાલ કોમર્સ ફેકલ્ટીમાં TYB.com ની ફાઇનલ વર્ષની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે આજે યુનિવર્સિટીના સત્તાધીશો પર વેધક સવાલો ઉઠે તેવી ઘટના પ્રકાશમાં આવી હતી. હિતાક્ષી વૈદ્ય નામની વિદ્યાર્થીની એમ.એસ યુનિવર્સિટીમાં TYB.com માં અભ્યાસ કરે છે. હાલ યુનિવર્સિટીમાં પરીક્ષા ચાલતી હોવાથી હિતાક્ષી સવારે પોતાના ઘરેથી પરીક્ષા આપવા નીકળી હતી, દરમિયાન મનીષા ચોકડી નજીક તેના વાહન સામે અચાનક જ સ્વાન આવી જતાં તેનો અકસ્માત થયો હતો અને તેને મોઢા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હિતાક્ષીને મોઢાના ભાગે કુલ 9 ટાકા આવ્યા છે. સાથે પગેથી ચલાય તેવી સ્થિતિ પણ ન હતી, છતાંય હિતાક્ષી તેની માતાને બોલાવી ડૉકટરી દવા કરાવી જેમ-તેમ કરી પરીક્ષા આપવા કોમર્સની યુનિટ બિલ્ડિંગ ખાતે પહોંચી હતી, પરંતુ કમનસીબે કોમર્સના પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીનીને બેસવા દેવામાં આવી ન હતી, વિદ્યાર્થીની ત્યાં ચોધાર આંસુએ રડીને સત્તાધીશો સામે કગરતી રહી કે મને ફક્ત 1 કલાક પરીક્ષામાં બેસવા દો હું પાસ થઈ જઇશ જો પરીક્ષા નહીં આપું તો મારું ભવિષ્ય જોખમાશે. છતાં ફરજ પર હાજર પ્રોફેસર ના પેટનું પાણી હલ્યું ન હતું. ત્યારે પૂર્વ વિદ્યાર્થી નેતા કુમાર પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હિતાક્ષીને ન્યાય અપાવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું, સાથે agsu વિદ્યાર્થી સંગઠન પણ આવી પહોંચ્યું હતું અને સત્તાધીશોને ઉગ્ર રજૂઆત કરી હતી.
ત્યારે આ મુદ્દે કોમર્સ ફેકલ્ટીના વાઇસ ડીન કલ્પેશ શાહ દ્વારા પરીક્ષાના નિયમો આગળ ધરી પોતાનો લુલો બચાવ કરવામાં આવ્યો હતો, અને જણાવ્યું હતું કે 30 મિનિટ બાદ કોઈને પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવે નહીં તેવો નિયમ છે. મહત્વની વાત છે  કે, એક તરફ સરકાર "બેટી બચાવો બેટી પઢાવો" સૂત્રનો ઉપયોગ કરી દેશ વિદેશમાં વાહવાહી લૂંટી રહી છે ત્યારે આજે યુનિવર્સિટી સત્તાધીશો આ સૂત્રનો અનાદર કરતા જોવા મળ્યા હતા, વિધાર્થીની 1 કલાક મોડી આવતા પરીક્ષામાં ન બેસવા દેવાઈ ત્યારે બીજી બાજુ 800 વિદ્યાર્થીઓને કોપી કેશમાં નિર્દોષ પણ છોડવામાં આવ્યા હતાં. મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા શિક્ષણને ખૂબ મહત્વ અપાતું હતું. તેમના રાજ્યના નાગરિકો શિક્ષણથી વંચિત ન રહી જાય તેવા ઉદ્દેશ્ય સાથે તેમના દ્વારા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં હતી. પરંતુ યુનિવર્સિટીના હાલના વહીવટદારોના ખોખલા નિયમો અને અકળના કારણે આજે એક વિદ્યાર્થીનીનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.
Tags :
AccidentExamGujaratGujaratFirststudentVadodara
Next Article