Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મધ્ય ગુજરાતના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયમાં મગરોની સ્થિતિ દયનિય

આજે આપણે એવા શહેરની વાત કરવા જઈ રહ્યા છે કે જ્યાં મગરો માનવ વસ્તી વચ્ચે વસવાટ કરે છે. વડોદરા એશિયાનું એક માત્ર એવું શહેર છે કે જ્યાં માનવ અને મગરોનો અનોખો નાતો છે. અહી શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં એશિયામાં સૌથી વધુ મગરો વસવાટ કરે છે. ત્યારે અહીના વહીવટી તંત્ર ના પાપે સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયમાં વસવાટ કરતા ઘડિયાળ પ્રજાતિના મગરોની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે.તàª
11:09 AM Dec 15, 2022 IST | Vipul Pandya
આજે આપણે એવા શહેરની વાત કરવા જઈ રહ્યા છે કે જ્યાં મગરો માનવ વસ્તી વચ્ચે વસવાટ કરે છે. વડોદરા એશિયાનું એક માત્ર એવું શહેર છે કે જ્યાં માનવ અને મગરોનો અનોખો નાતો છે. અહી શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં એશિયામાં સૌથી વધુ મગરો વસવાટ કરે છે. ત્યારે અહીના વહીવટી તંત્ર ના પાપે સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયમાં વસવાટ કરતા ઘડિયાળ પ્રજાતિના મગરોની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે.
તંત્રની બેદરકારી
વડોદરા શહેરમાં આવેલું સયાજી બાગ પ્રાણી સંગ્રહાલય કે જેનાથી ફક્ત ગુજરાત જ નહિ આખા દેશના પ્રકૃતિ પ્રેમીઓ વાકેફ છે. આજ કાલ આ પ્રાણી સંગ્રહાલય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જેની પાછળ નું મુખ્ય કારણ તંત્રની ઘોર બેદરકારી છે. વડોદરા પ્રાણી સંગ્રહાલય માં વાઘ સિંહ દીપડા જેવા અનેક વન્ય જીવો વસવાટ કરે છે પ્રાણીસંગ્રહાલયમાં  પ્રવેશ કરતાની સાથે જ મગરો સહેલાણીઓનું આકર્ષણ જમાવતા હોય છે. સ્વાભાવિક વાત છે વડોદરા શહેરને મગરોની નગરી કહેવાય છે ત્યારે અહી આવતા પ્રવાસીઓને પ્રથમ મગર નિહાળવાનો અવસર મળતો હોય છે. તેવામાં આ મગરો સહેલાણીઓમાં આકર્ષણના બદલે આજકાલ નિરાશા જગાવી રહ્યા છે.
તળાવમાં ગંદકી
જી હા અહી મગરો માટે એક વિશેષ તળાવ સ્વરૂપે પોંડ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં મગરો વસવાટ કરે છે. પરંતુ વહીવટી તંત્રના ઉદાસીન વલણના કારણે આ કૃત્રિમ તળાવમાં અસહ્ય ગંદકી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તળાવમાં ગંદકીની સાથે લીલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અહી મુલાકાત લેતા પ્રવાસીઓ મગરના મુખ સહિત શરીર પર લીલ ચોંટેલી સ્પષ્ટ પણે જોઈ શકે છે. જેના કારણે જીવદયા પ્રેમીઓ માં ભારે રોષની લાગણી ફેલાઇ છે.
સહેલાણીઓ નિરાશ
અહી મુલાકાતે આવેલા ઉત્તપ્રદેશના સહેલાણી શમશેર સિંઘે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે પરિવાર સાથે વડોદરાના પ્રાણી સંગ્રહાલયમાં ફરવા માટે આવ્યા હતા. પરંતુ અહી મગરોની સ્થિતિ જોઈ દુઃખ થયું સામાન્ય રીતે મગરો પાણી માં વસવાટ કરતા હોય છે અને મગરને પાણીનો રાજા કેહવામાં આવે છે. પરંતુ અહીની સ્થિતિ કાઈક અલગ છે. અહીંના કૃત્રિમ તળાવમાં અસહ્ય ગંદકી અને લીલના કારણે મગરો પાણીમાં રેહવાનું ટાળી જમીન પર રેહવું વધુ પસંદ કરે છે તો સાથે જ ગંદકીના કારણે ફેલાયેલી અસહ્ય દુર્ગંધ ના કારણે અહી થી પસાર થવું પણ મુશ્કેલ છે.ત્યારે વહીવટી તંત્ર અને જવાબદાર અધિકારીઓ એ ખાસ દરકાર રાખી મગરો ના નિવાસ્થાન ને સાફ સફાઈ કરી સ્વચ્છ બનાવવું અનિવાર્ય છે.
તંત્રનો લૂલો બચાવ
સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટ દ્વારા ઝૂ ક્યુરેટર પ્રત્યુશ પાટણકરનો સંપર્ક કરતા તેમને પોતાનો લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે સહેલાણીઓ મગરોના નિવાસ્થાનને લઈને અજાણ છે. મગરો ગંદકી અને લીલમાં રેહવા ટેવાયેલા છે.તો સાથે જ વધુ માં તેમને જણાવ્યું હતું કે ગંદકીના કારણે ફેલાયેલી અસહ્ય દુર્ગંધની ફરિયાદ મળી છે. વહીવટી તંત્ર દ્વારા મગરોના નિવાસ્થાનની સફાઈ માટે યોગ્ય સમયની રાહ જોવામાં આવી રહી છે. ટૂંક સમયમાં મગરોના નિવાસ્થાન ની સાફસફાઈ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો - ખેડૂતોના બાકી રૂપિયા મુદ્દે મોટા સમાચાર, ખેડૂત અગ્રણી જયેશ પટેલની જમીનમાં બોજો પાડી દેવાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrocodilesGujaratGujaratFirstpatheticconditionVadodaraZoo
Next Article