ડ્રગ્સ કેસના આરોપીએ પોતાને જીવતે જીવ મૃત જાહેર કર્યો, જાણો પોલીસે કઇ રીતે શોધ્યો
કાનૂન કે હાથ લંબે હોતે હે... ગુનેગાર ભલે ગમે એટલો ચાલાક કેમ ન હોય પરંતુ કહેવાય છે ને કે પોલીસના હાથે બચી શકતો નથી. વડોદરામાં પણ કંઇક આજ પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇન્દોરના ડ્રગ્સ કેસના એક આરોપીએ પોતાની જાતને મૃત જાહેર કરી દીધો હતો અને વેશપલટો કરીને વડોદરા સહિતના સ્થળોએ રહેતો હતો. જો કે વડોદરા સાયબર ક્રાઇમની બાજ નજરમાં ગુનેગાર આવી ગયો હતો અને તેને ઝડપી લઇ ઇન્દોર પોલીસને હવà
કાનૂન કે હાથ લંબે હોતે હે... ગુનેગાર ભલે ગમે એટલો ચાલાક કેમ ન હોય પરંતુ કહેવાય છે ને કે પોલીસના હાથે બચી શકતો નથી. વડોદરામાં પણ કંઇક આજ પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇન્દોરના ડ્રગ્સ કેસના એક આરોપીએ પોતાની જાતને મૃત જાહેર કરી દીધો હતો અને વેશપલટો કરીને વડોદરા સહિતના સ્થળોએ રહેતો હતો. જો કે વડોદરા સાયબર ક્રાઇમની બાજ નજરમાં ગુનેગાર આવી ગયો હતો અને તેને ઝડપી લઇ ઇન્દોર પોલીસને હવાલે કર્યો હતો.
અભિષેક ડ્રગ્સ કેસમાં પકડાયો હતો
વાત જાણે એમ છે કે લગભગ દસ વર્ષ પૂર્વે એટલે કે વર્ષ 2012 માં ઇન્દોર ખાતે સ્થાનિક પોલીસ દ્વારા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો,જેમાં પોલીસ દ્વારા ડ્રગ્સના જથ્થા સાથે અભિષેક જૈન નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.જે સંદર્ભે વર્ષ 2019 માં કોર્ટ દ્વારા અભિષેક ને દોષિત ઠેરવી બાર વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
પોતાને જીવતે જીવ મૃત જાહેર કર્યો
લાંબો સમય જેલમાં રહ્યા બાદ આરોપીએ કંઇક એવો ખેલ ખેલી નાખ્યો કે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.આરોપી અભિષેક દ્વારા કોર્ટમાં પેરોલ માટે અરજી કરવામાં આવી હતી, જે અરજી કોર્ટે ગ્રાહ્ય રાખતા અભિષેક જેલ બહાર આવ્યો અને પછી જેલની સજાથી બચવા એવું દિમાગ લગાવ્યું કે જીવતે જીવ પોતાની જાતને મૃત જાહેર કરી દીધી.
મરણનો બોગસ દાખલો બનાવ્યો
અભિષેક જૈન દ્વારા જેલની સજાથી બચવા માટે છોટાઉદપુર નગર પાલિકામાંથી 20 હજાર રૂપિયા ખર્ચી બોગસ મરણ નો બનાવડાવવામાં આવ્યો હતો અને અલીરાજપુરમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું કારણ આગળ ધર્યું હતું.બાદમાં આ મરણ નો દાખલો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.પોલીસથી બચવા કેદી અભિષેક વેશ પલટો કરી વડોદરા સહિત જુદાજુદા સ્થળો એ રહેવા માંડ્યો હતો.
કઇ રીતે ભાંડો ફુટયો
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના એક નાગરિકનો મોબાઈલ ચોરાઈ ગયો હતો અને પોલીસના નામે એક ભેજાબાજે ફોન કરી મોબાઈલનો પાસવર્ડ જાણી લીધો હતો અને બાદમાં તેમના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા સેરવી લીધા હતા.સમગ્ર મામલે પોલીસ દ્વારા આયુષ ડાંગ નામના ભેજાબાજની ધરપકડ કરવામાં આવી હતી.આ ભેજાબાજની અંગજડતી દરમિયાન પોલીસ દ્વારા દસ મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા હતા.પોલીસ દ્વારા શકમંદોની તપાસ કરાતા એક શખ્સના મોબાઈલમાંથી પોલીસને મરણનો દાખલો મળી આવ્યો હતો જેથી પોલીસે શંકા ના આધારે આ મરણ ના દાખલાની ખરાઈ કરતા દાખલો બોગસ હોવાનો ખુલાસો થયો હતો.પોલીસ દ્વારા શખ્સની કડકાઈ થી પૂછપરછ કરાતા તેણે પોતે સજાથી બચવા માટે બોગસ મરણનો દાખલો બનાવડાવ્યો હોવાની કબૂલાત કરી હતી.
ઇન્દોર પોલીસને સોંપાયો
વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા કેદી અભિષેક ન ધરપકડ કર્યા બાદ ઇન્દોર પોલીસને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી જેથી ઇન્દોર પોલીસ અભિષેક નો કબ્જો મેળવવાની તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી અભિષેકને લઈ ઇન્દોર જવા રવાના થઈ હતી.
પોલીસથી બચવા વેશપલટો પણ કર્યો
મહત્વનું છે કે કોર્ટે ફટકારેલી સજાથી બચવા અભિષેકે કોઈ પણ કસર બાકી રાખી ન હતી. ચાલાક અભિષેક દ્વારા માથાના વાળ કઢાવી વેશ પલટો કરવામાં આવ્યો હતો અને બાદમાં બેંકમાં લોન એજન્ટ તરીકે ફરજ બજાવી હતી.કોઈ તેને ઓળખી ન લે તેના માટે અભિષેક પોતાની બહેનના નામે મકાન ભાડે રાખી રહ્યો હતો પરંતુ પોલીસની બાજ નજર થી બચી શક્યો ન હતો.
Advertisement