અમદાવાદના રિવરફ્રન્ટ પર વિડીયો શૂટ કર્યા બાદ યુવતીનો આપઘાત
વડોદરાની એક યુવતીએ અમદાવાદના રિવરફ્રન્ટ પર વિડીયો બનાવીને પ્રેમી ઉપર આરોપો લગાવ્યા બાદ પોતાના ઘેર જઇને આત્મહત્યા કરી લીધી હતી. યુવતીના પરિવારે આ મામલે પોલીસમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરુ કરી હતી. અગાઉ અમદાવાદના રિવર ફ્રન્ટ પર આયેશા નામની યુવતીએ વિડીયો શૂટ કરીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. આ મામલે પોલીસે પણ ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.આયેશા બાદ અ
06:17 AM Jun 23, 2022 IST
|
Vipul Pandya
વડોદરાની નફીસા અને અમદાવાદના રમીઝ શેખ વચ્ચે છેલ્લાં પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું તેમજ બંને લીવ ઇન રીલેશનશીપમાં રહેતાં હોવાનું તેની મિત્ર અને નફીસાનાં પરિવારજનો જણાવી રહ્યાં છે.નફીસા છેલ્લાં પાંચ મહિનાથી પરિવારથી અલગ એક ભાડાનાં મકાનમાં તેની મિત્ર શબનમ સાથે રહેતી હતી.પોલીસે શબનમનું પણ નિવેદન નોંધ્યું છે. ગુજરાત ફર્સ્ટ સાથેની વિશેષ વાતચીતમાં શબનમે પોતાની મિત્રની મનની વ્યથા વ્યક્ત કરી આરોપીને સજા થાય તેવી માંગ કરી હતી.
નફીસાએ આ રીતે એકાએક કરેલાં આપઘાતથી તેનો પરિવાર અત્યંત વ્યથિત છે.પરિવારનું કહેવું છે કે, રમીઝ સાથે પ્રેમ સબંધ હોવાં છતાં પહેલાં રમીઝ અને તેનાં પરિવારે લગ્નની હા કહી બાદમાં ના પાડી દેતાં નફીસા ભાંગી પડી હતી અને તેથી જ આ અગાઉ પણ નફીસાએ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો.પરિવારની ન્યાયની માંગણી કરી રહ્યો છે. નફીસાનાં ભાઇ બહેને ગુજરાત ફર્સ્ટ ન્યુઝને જણાવ્યું કે, રમીઝ શેખને સખત સજા થાય જેથી ભવિષ્યમાં તે અન્ય કોઇ યુવતી સાથે પ્રેમમાં દગો ન કરે..
આયેશા બાદ હવે નફીસાએ કરેલાં આપઘાત અને બંને કેસમાં એક જ પ્રકારની રીત વડોદરા પોલીસને આરોપી સુધી પહોંચી તેને સખત સજા કરાવવામાં મહત્ત્વની કડી સાબિત થઇ શકે છે.જે માટે વડોદરા પોલીસે અમદાવાદ પોલીસની મદદ લઇ કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.
વડોદરાની એક યુવતીએ અમદાવાદના રિવરફ્રન્ટ પર વિડીયો બનાવીને પ્રેમી ઉપર આરોપો લગાવ્યા બાદ પોતાના ઘેર જઇને આત્મહત્યા કરી લીધી હતી. યુવતીના પરિવારે આ મામલે પોલીસમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરુ કરી હતી.
અગાઉ અમદાવાદના રિવર ફ્રન્ટ પર આયેશા નામની યુવતીએ વિડીયો શૂટ કરીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. આ મામલે પોલીસે પણ ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
આયેશા બાદ અમદાવાદ રિવરફ્રન્ટ પર વધુ એક યુવતીએ આપઘાત પહેલા વિડીયો રેકોર્ડ કર્યો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બે દિવસ પહેલા વડોદરાની તાંદલજામાં રહેતી નફીસા ખોખર નામની યુવતીએ પોતાના ઘેર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં રહેતા શેખ રમીઝ અહેમદ નામના યુવક સાથેના પ્રેમ પ્રકરણમાં નફીસાએ આપઘાત કર્યો હોવાના આક્ષેપ કરાયા છે. યુવતીએ આ મામલે અગાઉ અમદાવાદ જઈને બે વખત આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.
25 વર્ષીય નફીસા તાંદલજાના નૂરજહાં પાર્કમાં રહેતી હતી.તેના આપઘાત બાદ આજે તેમના પરિવારજનોએ જે.પી પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપ લગાવાયો હતો કે પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લેવાનું કહેતા પોલીસે ધક્કા ખવડાવ્યા હતા.
પરિવારના સુત્રોએ કહ્યું કે યુવતી મૂળ અમદાવાદના યુવક સાથે પ્રેમમાં હતી. યુવકે લગ્નની લાલચ આપી ફેરવી તોળતા નફીસાને આઘાત લાગ્યો હતો અને ત્યારબાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી.
અમદાવાદના રિવરફ્રન્ટ પર આત્મહત્યા પહેલાં તેણે કેટલાક વિડીયો શૂટ કર્યા હતા જેમાં તેણે જણાવ્યું હતું કે મેરી કીતની બુરી હાલત કરદી ન ઘરની ના ઘાટ કી.. ચાર દિનો સે મેં ભટક રહી હું..મેને તો પુલીસકો ભી નહી બતાયા મેં ક્યા કરુ...
આગળ યુવતી જણાવે છે કે રમીઝ તુને મેરે સાથ બહોત બુરા કીયા.. શાદી કા બોલકે પટાતે રહે.. આયે નહી..યે તો ગલત હે..ના યાર એસા નહી કરના ચાહીયે... જીંદગીમે મેને તુમ્હે સબસે જ્યાદા પ્યાર કીયા.. તુમને યે કીયા મેરે સાથ.. મુજે ઇતના બડા ધોકા કીયા.. તુમ સબકે જેસે હી હો.. ઇસ દુનિયાકો પતા ચલ જાનેકે બાદભી તુમને મેરા હાથ નહી પકડા...
પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તેનાં મોબાઇલની તપાસ કરી તો તેમાંથી કેટલાંક ચોંકાવનારા વિડિયો તેમનાં હાથ લાગ્યાં. નફીસા અમદાવાદનાં રમીઝ શેખ નામનાં યુવકને પ્રેમ કરતી હતી અને લગ્ન કરવાનું કહી બાદમાં ના પાડી દેતાં આપઘાત પહેલાં અમદાવાદ રિવરફ્રન્ટ જઇ પોતાનાં મોબાઇલમાં કેટલાંક વિડિયો બનાવ્યાં.. જેમાં તે રડતી રડતી પોતાનાં સાચા પ્રેમ અને તેનાં પ્રેમી રમીઝે કરેલાં દગાથી તે કેટલી વ્યથિત છે તે દર્શાવવાનો પ્રયાસ કરી રહી છે..

Next Article