બિલ્ડરોને ફાયદો કરાવવા નિર્જન સ્થળે બનાવ્યાં કરોડોનાં રોડ
વડોદરામાં શહેર બહારનાં પેરા ફેરી વિસ્તારોને વિકસાવવા માટે વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (VUDA) એટલે કે વુડા દ્વારા કરોડોનાં કામ કરવામાં આવે છે પણ ક્યારેક આ સરકારી તંત્ર એવાં કામ કરી બેસે છે કે જેનાંથી સરકારી બાબુઓની કાર્યક્ષમતા સામે સવાલો ઉભા થઇ જતાં હોય છે. વડોદરામાં વુડા દ્વારા એવું જ કંઇક વિચિત્ર કામ કરવામાં આવ્યું છે. જેનાંથી વુડા વિસ્તારમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ વગર
06:03 PM Dec 16, 2022 IST
|
Vipul Pandya
વડોદરામાં શહેર બહારનાં પેરા ફેરી વિસ્તારોને વિકસાવવા માટે વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (VUDA) એટલે કે વુડા દ્વારા કરોડોનાં કામ કરવામાં આવે છે પણ ક્યારેક આ સરકારી તંત્ર એવાં કામ કરી બેસે છે કે જેનાંથી સરકારી બાબુઓની કાર્યક્ષમતા સામે સવાલો ઉભા થઇ જતાં હોય છે. વડોદરામાં વુડા દ્વારા એવું જ કંઇક વિચિત્ર કામ કરવામાં આવ્યું છે. જેનાંથી વુડા વિસ્તારમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ વગર રહેતાં નાગરિકો હવે વુડા સામે બળાપો ઠાલવી રહ્યાં છે.
નિર્જન સ્થળે રોડ બનાવ્યા
વડોદરામાં VUDA દ્વારા વિકસાવવામાં આવી રહેલી ટીપી 25ની છે. શહેરનાં પુર્વ ભાગમાં નેશનલ હાઇવે ઓળંગીને આજવા રોડ તેમજ વાઘોડિયા રોડ વચ્ચે VUDA વિસ્તારમાં અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા આડેધડ નવાં નક્કોર રોડ તૈયાર કરવામાં આવ્યાં છે. જો કે, નવાઇની વાત એ છે કે, VUDAએ આ રોડ એવાં નિર્જન સ્થળે બનાવ્યાં છે કે જ્યાં ન તો કોઇ માનવ વસ્તી છે, કે ન કોઇ લિંક રોડ.. બસ જ્યાં માત્ર ખેતરો અને ઝાડી ઝાંખડા છે તેવાં જંગલ જેવાં નિર્જન સ્થળે વુડાએ પાકા રોડ તૈયાર કરી દીધાં છે.
રહેણાંકી સુવિધામાં પાયાની સુવિધાનો અભાવ
VUDA દ્વારા કરવામાં આવી રહેલાં આ વિચિત્ર વિકાસની વરવી વાસ્તવિકતા તો એ છે કે, જ્યાં દુર દુર સુધી એક પણ મકાન નથી કે માણસ ન દેખાય ત્યાં પાકા રોડ બનાવી પુરજોશ વિકાસનો દેખાડો કરવામાં આવી રહ્યો છે, પણ આ જ સ્થળેથી માંડ બે કિલોમીટરનાં અંતરે આવેલી શિવમ રેસીડેન્સી સહિતની સોસાયટીઓ પાંચ-પાંચ વર્ષથી બનીને તૈયાર હોવાં છતાં અને તેનાં મોંઘાદાટ મકાનોમાં આટલાં જ વર્ષથી નાગરિકો રહેતાં હોવાં છતાં આજદિન સુધી તેઓને રોડ જેવી પાયાની સુવિધા નથી મળી. જેથી વુડાની આ પ્રકારની વિચિત્રતા સામે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.
VUDAના અધિકારીઓનું મૌનવ્રત
આ અંગે VUDAનો એકપણ અધિકારી કંઇપણ કહેવા તૈયાર નથી, પણ વુડાએ અત્યાર સુધી ટીપી 25 માં 62.94 કરોડ રૂ. નાં ખર્ચે 37 કિલોમીટર સુધીનાં રોડ તૈયાર કરી દીધાં છે.. જો કે, તે પણ માત્ર કાગળ પર લાગી રહ્યાં છે, જેનાંથી અત્યારે તો કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓનો અને ભવિષ્યમાં બિલ્ડરોનો વિકાસ થવો નક્કી છે.. જનતા ભલે બુમો પાડતી રહે, પણ આ જાડી ચામડીનાં અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો સાથે મળી આ રીતે જ જંગલમાં મંગલ કરી એકબીજાનું મંગલ કરવામાં લાગ્યાં છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article