Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હરિહરાનંદ સ્વામી ગુમ થવાના મામલામાં પોલીસ તપાસ તેજ, સીસીટીવી ફૂટેજ મેળવાયા

જાણીતા સંત મહામંડલેશ્વર ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ તેમની ગાદી સંભાળનારા હરિહરાનંદ સ્વામી બે દિવસથી સંપર્કવિહોણા થયા છે. વડોદરા પોલીસે શરુ કરેલી તપાસમાં બાપુ ગુમ થતાં પહેલાં વડોદરાની કપૂરાઇ ચોકડી પાસે આવેલી ક્રિષ્ના હોટલ પાસેથી ચાલતા પસાર થઇ રહ્યા હોવાના સીસી ટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે. પોલીસે મેળવેલા સીસી ટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે હરીહરાનંદ સ્વામી ક્રિષ્ના
હરિહરાનંદ સ્વામી ગુમ થવાના મામલામાં પોલીસ તપાસ તેજ  સીસીટીવી ફૂટેજ મેળવાયા
જાણીતા સંત મહામંડલેશ્વર ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ તેમની ગાદી સંભાળનારા હરિહરાનંદ સ્વામી બે દિવસથી સંપર્કવિહોણા થયા છે. વડોદરા પોલીસે શરુ કરેલી તપાસમાં બાપુ ગુમ થતાં પહેલાં વડોદરાની કપૂરાઇ ચોકડી પાસે આવેલી ક્રિષ્ના હોટલ પાસેથી ચાલતા પસાર થઇ રહ્યા હોવાના સીસી ટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે. પોલીસે મેળવેલા સીસી ટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે હરીહરાનંદ સ્વામી ક્રિષ્ના હોટલની સામેના રસ્તા પર ચાલતા પસાર થઇ રહ્યા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને વાડી પોલીસ સહિત પોલીસની વિવિધ ટીમો બાપુની શોધખોળ કરી રહી છે. 
ભારતી બાપુના દેહાંત બાદ આશ્રમની સંપતિને લઇને થતા વિવાદના કારણે તેઓ વ્યથિત હતા. આ જ કારણસર તેઓ કશેક જતા રહ્યા હોવાની વાત સામે આવી છે. આ વાત તેમણે એક ચિઠ્ઠી અને વિડીયો દ્વારા જણાવી છે. હરિહરાનંદ સ્વામીનો આ વિડીયો તેમજ ચિઠ્ઠી અત્યારે ખૂબ વાયરલ થઇ રહ્યા છે.
વડોદરા નજીક કપુરાઇ ચોકડી પાસેથી બાપુ ગુમ થયાની અરજી પોલીસને મળી હતી. કેવડીયા ગોરા આશ્રમનાં પરમેશ્વર ભારતીએ ગુમ થયાની ફરિયાદ કરી છે. કપુરાઇ પાસેનાં હનુમાન મંદિર આવ્યાં બાદ તેઓ ગુમ થયા હોવાની વાત અત્યારે સામે આવી છે. પોલીસ અત્યારે સીસીટીવી અને સેવકની પુછપરછનાં આધારે તપાસ કરી રહી છે.
જેમાં સામે આવ્યું છે કે હરિહરાનંદ સ્વામી અમદાવાદથી વડોદરા સેવક પાસે આવ્યાં હતાં. જ્યાંથી અન્ય સેવક સાથે ગયાં બાદ ગુમ થયાં છે. સ્વામીના જે વિડીયો અને ચીઠ્ઠી સામે આવ્યા છે તેના આધારે આગળની તપાસ હાથ ધરાશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સાથે જ પોલીસે કહ્યું કે તેમનાં પર કોઇનું દબાણ હતું કે કેમ તેની પણ તપાસ થશે.
Advertisement

ભારતી બાપુનાં જૂનાગઢ, સરખેજ અને ગોરા(નર્મદા)માં આશ્રમ આવેલા છે. ત્યારે હરિહરાનંદ સ્વામીની જે ચિઠ્ઠી અને વિડીયો સામે આવ્યા છે તેમાં સરખેજ આશ્રમના વિવાદની વાત કરી છે. સ્વામીએ કેટલાક લોકો પર આક્ષેપો પણ કર્યા છે. સ્વામીએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે ‘મારા ગુરુજી બ્રહ્મલીન થયા પછી સરખેજ ભારતી આશ્રમનો વિવાદ ખૂબ થયો છે. વીલ મારા નામનું છે છતા પણ હું સનાથળ આપવા તૈયાર હતો. આ વિવાદનું નિવારણ આવતું નથી. કોઇ મારું કહેવું માનતું નથી. હું કંટાળીને નિકળી ગયો છું. મને યેન કેન રીતે હેરાન કરવામાં આવે છે. ખોટા દબાણો કરાય છે.’
Tags :
Advertisement

.