Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહેશ વૈષ્ણવના ઘરે ATSના સર્ચમાં અધધધ આટલી રોકડ મળી આવી

વડોદરાના મોક્સી ગામમાંથી ઝડપાયેલી ડ્રગ્સની ફેકટરી કેસમાં તપાસ દરમિયાન આરોપી પીયૂષ પટેલે સાંકરદા ગામમાં કેમિકલની આડમાં ડ્રગ્સના કાચા માલનું ગોડાઉન બનાવ્યું હોવાનું બહાર આવતાં ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીની ટીમ સાંકરદા ગામમાં પહોંચી હતી અને આરોપીને સાથે રાખીને ઉંડી તપાસ શરુ કરી હતી.રાજ્યમાં કરોડોના ડ્રગ્ઝ ઝડપાયા મામલે બીજી તરફ સુરત ATS દ્વારા સુરતમાં પકડાયેલ મુખ્ય આરોપી મà
મહેશ વૈષ્ણવના ઘરે atsના સર્ચમાં અધધધ આટલી રોકડ મળી આવી
વડોદરાના મોક્સી ગામમાંથી ઝડપાયેલી ડ્રગ્સની ફેકટરી કેસમાં તપાસ દરમિયાન આરોપી પીયૂષ પટેલે સાંકરદા ગામમાં કેમિકલની આડમાં ડ્રગ્સના કાચા માલનું ગોડાઉન બનાવ્યું હોવાનું બહાર આવતાં ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીની ટીમ સાંકરદા ગામમાં પહોંચી હતી અને આરોપીને સાથે રાખીને ઉંડી તપાસ શરુ કરી હતી.
રાજ્યમાં કરોડોના ડ્રગ્ઝ ઝડપાયા મામલે બીજી તરફ સુરત ATS દ્વારા સુરતમાં પકડાયેલ મુખ્ય આરોપી મહેશ વૈષ્ણવના ધરે સર્ચ કરવામાં આવ્યું હતુ. મહેશ વૈષ્ણવના ઘરેથી રોકડા રૂ.50 લાખ મળી આવ્યા હતા. સુરત SOG અને ATS દ્વારા મહેશ વૈષ્ણવના ઘરે સર્ચ કરાયું.
ગુજરાત એટીએસ દ્વારા તાજેતરમાં વડોદરા જીલ્લાના મોક્સી ગામમાં નશીલા દ્રવ્ય બનાવતી ફેકટરી ઝડપી પાડી હતી. આ કેસમાં મુખ્ય સૂત્રધાર પીયૂષ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે પીયૂષ પટેલે વડોદરા શહેર પાસેના સાંકરદા ગામમાં ગોડાઉન ભાડે રાખ્યું હતું અને તેમાં કેમિકલની આડમાં એમડી ડ્રગ્સનો કાચો માલ રાખતો હતો જેથી ગુજરાત એટીએસ ચોંકી ઉઠી હતી. 
ગુજરાત એટીએસ એઅને વડોદરા જીલ્લા એસઓજીની ટીમ સોમવારે આરોપી પીયૂષ પટેલને સાથે રાખીને સાંકરદા ગામમાં પહોંચી હતી અને ગોડાઉનની ઉંડી તપાસ કરી હતી. 
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે પાંચ વર્ષથી ભાડે લીધેલા આ ગોડાઉનમાં નશાનો કારોબાર થઇ રહ્યો હતો. નશાકારક પદાર્થમાં વપરાતો જથ્થો હોવાની એટીએસને જાણ થઇ હતી. કેમિકલની આડમાં ડ્રગસનું રો મટીરીયલ રાખવામાં આવતું હતું. આરોપીએ કેટલો રો મટિરીયલનો કેટલો જથ્થો છુપાવ્યો હતો અને રો મટિરીયલ ક્યાંથી લાવતો હતો તે સહિતના મુદ્દા પર ઉંડી તપાસ પોલીસે શરુ કરી હતી.  
Advertisement
Tags :
Advertisement

.