Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અકસ્માતમાં બ્રેઈન ડેડ થયેલા સાઠોદ ગામના યુવાનના અંગોનું દાન કરાયું

વડોદરાના ડભોઇ તાલુકાના સાઠોગ ગામના અકસ્માતમાં બ્રેઈન ડેડ થયેલા યુવાનના અંગોનું દાન કરાયું હતું. ડભોઇ તાલુકાના સાઠોદ ગામના અને મધ્ય ગુજરાત વીજ કંપનીમાં નોકરી કરતા ૩૩ વર્ષીય યુવાન કર્મચારી સચિન બ્રહ્મભટ્ટને થોડા દિવસ પહેલા ડભોઇ વેગા ચોકડી પાસે અકસ્માત થયો હતો. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓને વડોદરાના સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવà«
અકસ્માતમાં બ્રેઈન ડેડ થયેલા સાઠોદ ગામના યુવાનના અંગોનું દાન કરાયું
વડોદરાના ડભોઇ તાલુકાના સાઠોગ ગામના અકસ્માતમાં બ્રેઈન ડેડ થયેલા યુવાનના અંગોનું દાન કરાયું હતું. 
ડભોઇ તાલુકાના સાઠોદ ગામના અને મધ્ય ગુજરાત વીજ કંપનીમાં નોકરી કરતા ૩૩ વર્ષીય યુવાન કર્મચારી સચિન બ્રહ્મભટ્ટને થોડા દિવસ પહેલા ડભોઇ વેગા ચોકડી પાસે અકસ્માત થયો હતો. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓને વડોદરાના સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતાં. 
દરમિયાન તેઓને ત્યાંના નિષણાત ડોક્ટર્સ દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. તેમના પત્ની અને પરિવારજનોએ સચિન બ્રહ્મભટ્ટના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ફેફસાં, લીવર, બંને કીડની, અને આંખોનું દાન કરવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયથી પાંચ લોકોને નવજીવન પ્રદાન કરી સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ આ પરિવાર દ્રારા પૂરું પડાયું છે.સચીનભાઈના ફેફસાં હવાઈ માર્ગે ચેન્નાઈ અને બંને કિડની અને લીવર ગ્રીન કોરીડોર કરી અમદાવાદ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
આ અંગે તપનભાઈ બારોટે જણાવ્યું હતું કે, અમારા ભાઈને અકસ્માત થયા બાદ બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા. જેથી તેમના અંગોનું દાન કરવાનો અને બીજાના જીવનમાં મદદરૂપ થવા આ અંગદાનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી વડોદરાની સ્ટર્લીંગ હોસ્પિટલમાં ત્રણ વ્યક્તિઓએ અંગદાન કર્યુ છે, જેમાં ત્રણેય વ્યક્તિ બારોટ સમાજના છે. આમ, અંગદાન કરી બીજા વ્યક્તિને નવું જીવન આપી મદદરૂપ થવાના આ નિર્ણયની સમાજમાં પ્રશંસા થવા પામી છે.
Advertisement
Tags :
Advertisement

.