Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધારાસભ્ય કેતન ઈનામદારનો બફાટ, કહ્યું- કોઇપણ લાયસન્સ માંગે તો આપી દેજો મારું નામ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે નેતાઓના અલગ-અલગ નિવેદનો સામે આવી રહ્યા છે. આ વચ્ચે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમા તેઓ લાઈસન્સ મુદ્દે લોકોને ચિંતા મુક્ત કરી રહ્યા છે. ધારાસભ્ય કહે છે કે, કોઇ લાઈસન્સ વિના પકડે તો માત્ર મારુ નામ આપી દેજો. આ વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે. કોઇ લાયસન્સ માંગે તો માત્ર મારું નામ આપોસમગ્ર à
ધારાસભ્ય કેતન ઈનામદારનો બફાટ  કહ્યું  કોઇપણ લાયસન્સ માંગે તો આપી દેજો મારું નામ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે નેતાઓના અલગ-અલગ નિવેદનો સામે આવી રહ્યા છે. આ વચ્ચે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમા તેઓ લાઈસન્સ મુદ્દે લોકોને ચિંતા મુક્ત કરી રહ્યા છે. ધારાસભ્ય કહે છે કે, કોઇ લાઈસન્સ વિના પકડે તો માત્ર મારુ નામ આપી દેજો. આ વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે. 
કોઇ લાયસન્સ માંગે તો માત્ર મારું નામ આપો
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, સાવલી તાલુકાના 50 જેટલા બાઈક સવારની જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અને જરૂરી ડોક્યુમેન્ટ ડીટેઇન કરી જમા કરતા ધારાસભ્ય કેતન ઇનામદાર પોલીસ મથકે પહોંચ્યા હતા અને બાઇકો પરત કરાવ્યા હતા. આ બાબતનો થોડા દિવસ પહેલા યુવા સંમેલનમાં ધારાસભ્યનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. ગત સાંજના સમયે સાવલી પોલીસ મથકની હદમાંથી પસાર થતા વિવિધ બાઇક સવારોને જિલ્લા ટ્રાફિકની ટીમે હેલ્મેટ અને જરૂરી ડોક્યુમેન્ટ મુદ્દે ડ્રાઇવ દરમિયાન 50 જેટલી બાઇકો ડીટેઇન કરી હતી. જે બાબતે યુવકોએ ધારાસભ્યને રજૂઆત કરતા તેઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરજ પરના અધિકારી સાથે ઉગ્ર રજુઆત કરી  યુવકોને બાઈકો પરત અપાવી હતી. જોકે, તેની સામે પોલીસે તમામ બાઈક સવારના લાયસન્સ અને આરસી બૂક જેવા જરૂરી ડોક્યુમેન્ટ જમા લીધા હતા અને આરટીઓમાં દંડ ભરીને પાવતી પોલીસ મથકે બતાવીને ડોક્યુમેન્ટ પાછા લઈ જવાની શરતે બાઈકો પરત કરી હતી અને યુવકો ને બાઇકો પરત અપાવી હતી.
રાજકીય ક્ષેત્રે ચર્ચા
આ ઘટનાની થોડી મિનિટોમાં જ થોડાક દિવસ પૂર્વે જ સાવલી ખાતે યોજાયેલા યુવા સંમેલનમાં ધારાસભ્ય કેતન ઈનામદારના વક્તવ્યનો વિડીયો જેમાં તેઓ પોતાના પ્રવચનમાં સાવલીના વાહન ચાલકોને સમગ્ર ગુજરાતમાં લાયસન્સની જરૂર નહી પડે માત્ર ઈનામદાર નામ જ કાફી છે તેવું જણાવશો તો પણ લાયસન્સની જરૂર નથી તેવો વિડીયો વાયરલ થતાં રાજકીય ક્ષેત્રે ચર્ચા મચી થવા પામી હતી.
Advertisement
Tags :
Advertisement

.