Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરામાં સગી માતાએ સગીર પુત્રીને ચાકૂના 20 ઘા ઝીંક્યા, કારણ જાણીને તમે ચોંકી જશો

વડોદરામાં આજવા રોડ પર રહેતી અને વેબસિરીઝ તથા મોડેલિંગ કરતી માતાએ તેની સગીર પુત્રીને ચાકૂના 20 ઘા ઝીંકી દીધા હતા. પોતાની સગીર પુત્રી પોતાના જ બોયફ્રેન્ડ જોડે મૈત્રી ધરાવતી હોવાની જાણ થતાં માતા પુત્રી વચ્ચે ઝઘડો થયો હતો અને તેમાં ઉશ્કેરાયેલી માતાએ પુત્રી પર જીવલેણ હુમલો કર્યો હતો. વડોદરામાં સગી માતાએ પુત્રી પર ચાકૂના ઘા માર્યા હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. પ્રાપ્ત માહિતી મુજà
વડોદરામાં સગી માતાએ સગીર પુત્રીને ચાકૂના 20 ઘા ઝીંક્યા  કારણ જાણીને તમે ચોંકી જશો
વડોદરામાં આજવા રોડ પર રહેતી અને વેબસિરીઝ તથા મોડેલિંગ કરતી માતાએ તેની સગીર પુત્રીને ચાકૂના 20 ઘા ઝીંકી દીધા હતા. પોતાની સગીર પુત્રી પોતાના જ બોયફ્રેન્ડ જોડે મૈત્રી ધરાવતી હોવાની જાણ થતાં માતા પુત્રી વચ્ચે ઝઘડો થયો હતો અને તેમાં ઉશ્કેરાયેલી માતાએ પુત્રી પર જીવલેણ હુમલો કર્યો હતો. 
વડોદરામાં સગી માતાએ પુત્રી પર ચાકૂના ઘા માર્યા હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ આજવા રોડ વિસ્તારમાં રહેતી 39 વર્ષીય મહિલાએ મંગળવારે બપોરે તેના ઘરમાં તેની 8માં ધોરણમાં ભણતી સગીર પુત્રી પર જીવલેણ હુમલો કર્યો હતો. પુત્રી અને મહિલા ઘરે એકલા હતા અને ત્યારે બંને વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલી મહિલાએ પુત્રીને ચાકૂના 20 ઘા માર્યા હતા. પુત્રીની હાલત નાજૂક બનતાં તે ગભરાઇ ગઇ હતી અને તેણે પોતે જ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો અને પુત્રીને લઇને સયાજી હોસ્પિટલમાં લઇ આવી હતી. 
તપાસમાં ખૂની હુમલાના કારણનો ચોંકાવનારો પર્દાફાશ થયો હતો. 2 વખત છુટાછેડા લઇ ચુકેલી આ મહિલા હાલ મોડેલિંગ કરે છે અને વેબસિરીઝમાં પણ કામ કરે છે. તેને અગાઉના પતિથી સંતાનમાં એક પુત્રી છે. પ્રાપ્ત માહિતી મુજબ મહિલા સોશિયલ મીડિયા થકી એક યુવકના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ યુવક તેના ઘેર પણ આવતો જતો હતો. 
માતાનો બોયફ્રેન્ડ અવાર નવાર ઘેર આવતો હતો અને થોડા સમય પહેલા મહિલા તેની પુત્રી અને બોયફ્રેન્ડ રાજસ્થાન ફરવા ગયા હતા અને ત્યારે તેની જાણમાં આવ્યું કે તેની પુત્રી તેના જ બોયફ્રેન્ડની વધુ નિકટ આવી ગઇ છે. 
પુત્રી પોતાના બોયફ્રેન્ડની નજીક આવી ગઇ હોવાનું જણાતા તેનો પ્રેમ છીનવાઇ જશે તેમ લાગતાં માતાએ પુત્રીને સમજાવાનો પ્રયાસ કર્યો હતો અને આ મુદ્દે બંને વચ્ચે ઝઘડા થયા હતા. મહિલાનો બોયફ્રેન્ડ ત્યારબાદ દુબઇ જતો રહ્યો હતો.
જો કે છેલ્લા થોડા સમયથી મહિલા અને તેની પુત્રી વચ્ચે ઝઘડા વધી ગયા હતા અને મંગળવારે ફરીથી આ મુદ્દે ઝઘડો થતાં મહિલા ઉશ્કેરાઇ હતી અને ચાકૂના 20 ઘા ઝીંકી દીધા હતા. 
ત્યારબાદ મહિલા તેને જાતે જ સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગઇ હતી. મહિલાએ પોલીસ કન્ટ્રોલ રુમને પણ ફોન કર્યો હતો અને જણાવ્યું કે તેણે તેની પુત્રીને મારી નાખી છે. બનાવની જાણ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને હોસ્પિટલ પહોંચી હતી. 
પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે પણ કોઇ વ્યક્તિ હજું ફરિયાદી બનવા તૈયાર ના હોવાથી પોલીસ તેના પરિવારને ફરિયાદ કરવા સમજાવી રહી છે અને આ મામલે હજું કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. 
Advertisement
Tags :
Advertisement

.