Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેનેડામાં છૂરાબાજીની ઘટનાઓ, 10ના મોત

કેનેડા (Canada)ના સાસ્કાચેવાન પ્રાંતમાં રવિવારે ચાકૂ વડે કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા અને 15 ઘાયલ થયા છે. સાસ્કાચેવન રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસે ખતરનાક વ્યક્તિઓ અંગે ચેતવણી જારી કરી છે, કારણ કે શંકાસ્પદ હજુ પણ ફરાર છે.  અહેવાલ મુજબ, જેમ્સ સ્મિથ ક્રી નેશન અને વેલ્ડનમાં અનેક છૂરાબાજીની ઘટના બાદ મેલફોર્ટ આરસીએમપીએ પ્રાંત-વ્યાપી ખતરનાક વ્યક્તિઓ અંગે ચેતવણી જારી કરી છ
કેનેડામાં છૂરાબાજીની ઘટનાઓ  10ના મોત
કેનેડા (Canada)ના સાસ્કાચેવાન પ્રાંતમાં રવિવારે ચાકૂ વડે કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા અને 15 ઘાયલ થયા છે. સાસ્કાચેવન રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસે ખતરનાક વ્યક્તિઓ અંગે ચેતવણી જારી કરી છે, કારણ કે શંકાસ્પદ હજુ પણ ફરાર છે.  અહેવાલ મુજબ, જેમ્સ સ્મિથ ક્રી નેશન અને વેલ્ડનમાં અનેક છૂરાબાજીની ઘટના બાદ મેલફોર્ટ આરસીએમપીએ પ્રાંત-વ્યાપી ખતરનાક વ્યક્તિઓ અંગે ચેતવણી જારી કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે 13 સ્થળોએ 10 લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 15 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા લોકોને ઇજા થઇ હોવાનું અનુમાન છે. 
પોલીસે કહ્યું કે તેમને એક રિપોર્ટ મળ્યો છે. બે શકમંદોની ઓળખ ડેમિયન સેન્ડરસન અને માઈલ્સ સેન્ડરસન તરીકે થઈ છે. ઓળખાયેલા બંને શકમંદોને રેજીનાના આર્સેલા એવન્યુ વિસ્તારમાં જોવામાં આવ્યા હતા.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, શંકાસ્પદ લોકો ફરાર હોવાથી, પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. 
પોલીસ રેજીનાના રહેવાસીઓને સાવધાની રાખવા અને આશ્રય લેવા માટે વિચારીને પગલા લેવાનું કહ્યું છે. સ્થાનિક રહેવાસીઓએ અન્ય અજાણ્યા લોકોને તેમના ઘરે આવવા દેવા અને સલામત સ્થાનો ન છોડવા દેવા અંગે સાવચેત રહેવું જોઈએ.
પોલીસે કહ્યું કે  ઘણી જગ્યાએ ઘણા પીડિતો હતા અને  પીડિતો પર રેન્ડમ હુમલો કરવામાં આવ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.