Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નવરાત્રિમાં AAP નેતા ગરબે ઘૂમ્યા, ભગવંત માને તો ગરબા અને ભાંગડાને કર્યા મિક્સ

ગુજરાતમાં નવરાત્રિ (Navratri)ના તહેવારની ઉજવણી એટલી ખાસ રહેતી હોય છે કે નેતા હોય કે અભિનેતા તેને જોવા અને ગરબે રમવા માટે આવતા રહ્યા છે. તાજેતરમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચડ્ડા (Raghav Chadha) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Punjab CM Bhagwant Mann) પણ ગુજરાતની નવરાત્રિમાં ગરબે રમવા પહોંચ્યા. આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ પક્ષ જનતાને પોતાની તરફ ખેંચવા માટે અલગ-àª
09:02 AM Oct 02, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં નવરાત્રિ (Navratri)ના તહેવારની ઉજવણી એટલી ખાસ રહેતી હોય છે કે નેતા હોય કે અભિનેતા તેને જોવા અને ગરબે રમવા માટે આવતા રહ્યા છે. તાજેતરમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચડ્ડા (Raghav Chadha) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Punjab CM Bhagwant Mann) પણ ગુજરાતની નવરાત્રિમાં ગરબે રમવા પહોંચ્યા. આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ પક્ષ જનતાને પોતાની તરફ ખેંચવા માટે અલગ-અલગ રીતે જનતા સમક્ષ જઇ રહ્યા છે. 
ભગવંત માને ભાંગડા અને ગરબાને કર્યા મિક્સ
દેશભરમાં લોકો નવરાત્રીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તહેવારોના રંગોમાં જોવા મળ્યા. ભગવંત માન ગુજરાતના રાજકોટમાં છે, જ્યાં તેમણે લોકો સાથે ગરબા કર્યા હતા. ગરબાની સાથે ભગવંત માને ભાંગડા પણ કર્યા હતા. ભગવંત માનનો ભાંગડા અને ગરબાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તે જોઈ શકાય છે કે તે પહેલા ગરબા કરે છે, પરંતુ બાદમાં તેમને ભાંગડા કરવાનું કહેવામાં આવે છે, પછી તે ભાંગડા અને ગરબાને મિક્સ કરે છે અને ડ્રમના તાલે ડાન્સ કરવા લાગે છે. ભગવંત માનની જેમ AAP નેતા રાઘવ ચઢ્ઢા પણ ગરબા કરતા જોવા મળ્યા હતા. રાઘવ ચઢ્ઢાએ વડોદરામાં લોકો સાથે સમૂહમાં ગરબા રમ્યા હતા. 

AAPના નેતાઓનો ગુજરાત પ્રવાસ તેજ બન્યો 
બંનેના ગરબાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. રાઘવ ચઢ્ઢાએ ગરબા કરતો તેમનો વિડીયો શેર કર્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે, આજે વડોદરામાં દિવસના અંતે ગરબા કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને દરેકને માતા અંબાના સુખ અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી. વાસ્તવમાં ગુજરાતમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે, જેના કારણે AAPના નેતાઓનો ગુજરાત પ્રવાસ તેજ બન્યો છે.

લોકો હવે નવી સરકાર તરફ જોઈ રહ્યા છે : રાઘવ ચઢ્ઢા
ગુજરાત પ્રવાસ દરમિયાન રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, પંજાબ 2022ની ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ, ઉમંગ, ઉર્જા જોવા મળી હતી. અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીને લઈને લોકોમાં જે ઉત્સાહ જોવા મળ્યો હતો તે જ ઉત્સાહ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 27 વર્ષથી એક જ સરકાર છે, લોકો હવે નવી સરકાર તરફ જોઈ રહ્યા છે. દરેક ચૂંટણીમાં દિલ્હીવાસીઓ અરવિંદ કેજરીવાલને તક આપી રહ્યા છે. પંજાબમાં 50 વર્ષ જૂની કોંગ્રેસ-અકાલી સરકારને ઉથલાવી અને આઈ લવ યુ કહીને કેજરીવાલને તક આપી.
ગુજરાતનો યુવા વર્ગ આ સરકારથી કંટાળી ગયો : રાઘવ ચઢ્ઢા
દિલ્હી-પંજાબની તર્જ પર ગુજરાતની જનતા હવે AAPને સરકારમાં લાવવા માંગે છે. હું યુવા છું, અમે ગુજરાતમાં માત્ર ભાજપની સરકાર જોઈ છે, આજે ગુજરાતનો યુવા વર્ગ આ સરકારથી કંટાળી ગયો છે. યુવાનો ગુજરાત અને દેશમાં પરિવર્તન ઈચ્છે છે. છેલ્લા 27 વર્ષમાં ગુજરાતમાં ભાજપના નેતાઓ ઓટોવાળાઓ, સફાઈ કામદારોના ઘરે ગયા હોત તો અરવિંદ કેજરીવાલ અને AAP નેતાઓને આ લોકોના ઘરે ન જવું પડ્યું હોત.
આ પણ વાંચો - પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગરબાનું આયોજન, અધિકારીઓ, કર્મચારીઓ સાથે ગરબે ઝુમ્યા
Tags :
AAPLeaderBhangadaCMBhagwantMannGarbaGujaratFirstNavratriRaghavChadhaSocialmediaViralVideo
Next Article