Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કરજણના સંભોઇમાં ફસાયેલા 100 લોકોનું દિલધડક રેસ્કયુ ઓપરેશન

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઢાઢર નદીમાં ભારે પૂર આવતાં પૂરના પાણી સમગ્ર કાંઠા વિસ્તારમાં ફરી વળ્યા હતા. કરજણ તાલુકાના સંભોઇ ગામમાં 100 લોકો પૂરના પાણી વચ્ચે ફસાઇ ગયા હતા. સંભોઇની નવી નગરી વિસ્તારમાં લોકો ફસાઇ ગયા હોવાની જાણ થતા એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્કયુ ઓપરેશન શરુ કરાયું છે. ઢાઢર નદીના પાણીથી સંભોઇ ગામમાં ભારે તારાજીના દ્રષ્યો જોવàª
કરજણના સંભોઇમાં ફસાયેલા 100 લોકોનું દિલધડક રેસ્કયુ ઓપરેશન
મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઢાઢર નદીમાં ભારે પૂર આવતાં પૂરના પાણી સમગ્ર કાંઠા વિસ્તારમાં ફરી વળ્યા હતા. કરજણ તાલુકાના સંભોઇ ગામમાં 100 લોકો પૂરના પાણી વચ્ચે ફસાઇ ગયા હતા. 
સંભોઇની નવી નગરી વિસ્તારમાં લોકો ફસાઇ ગયા હોવાની જાણ થતા એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્કયુ ઓપરેશન શરુ કરાયું છે. 
ઢાઢર નદીના પાણીથી સંભોઇ ગામમાં ભારે તારાજીના દ્રષ્યો જોવા મળી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. નદીનો ભારે પ્રવાહ ખેતરોમાં ફરી વળતાં 100 લોકો પૂરના પાણીમાં ફસાઇ ગયા હતા. 
સંભોઇમાં NDRF નું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું.  બચાવ કામગીરી દરમ્યાન NDRFની બોટ પંચર થઇ ગઇ હતી. બોટ પંકચર થતાં લોકોનાં જીવ તાળવે ચોંટયા હતા. જો કે બોટ પંકચર થવા છતાં NDRFએ સુરક્ષિત રીતે ફસાયેલા લોકોનું  રેસ્ક્યૂ કર્યું હતું. 
ખેતરમાં ઢાઢર નદીનો પ્રવાહ ફરી વળતાં ખેતરમાં કામ કરી રહેલા લોકો ત્યાં જ ફસાઇ ગયા છે. ગામ સંપર્કવિહોણું થઇ ગયું હતું. જો કે  NDRFની 2 બોટ દ્વારા ફસાયેલા તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. 
ઢાઢર નદીમાં મગરની સંખ્યા પણ વધું છે અને પૂરના પાણીમાં મગરની સંખ્યા જોતાં આ રેસ્ક્યી ઓપરેશન જોખમી બન્યું હતું છતાં  NDRFની ટીમે સલામત રીતે લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. 
Advertisement
Tags :
Advertisement

.