Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કરજણ અને સરદાર સરોવર ડેમ રોશનીથી ઝગમગી ઉઠ્યા, લોકો નયનરમ્ય દ્રશ્યોથી મોહિત થયા

આઝાદીના 75 વર્ષ બાદ અમૃત મહોત્સવ રૂપી સરકાર ઉજવણી કરી રહી છે. ત્યારે આ વર્ષે હર ઘર તિરંગાનું અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કર્યું છે. ત્યારે 13 થી 15 ઓગષ્ટ દરમિયાન તમામ ઘરો પર તિરંગો લાગેલો હોય એ માટે તમામ કચેરીઓ કામે.લાગી ગઈ છે. અને સૌકોઈ તિરંગાના રંગે રંગાયા છે. આગામી સોમવારે 15મી ઓગષ્ટે સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે 'હર ઘરા તિરંગા' અભિયાનà
કરજણ અને સરદાર સરોવર ડેમ રોશનીથી ઝગમગી ઉઠ્યા  લોકો નયનરમ્ય દ્રશ્યોથી મોહિત થયા

આઝાદીના 75 વર્ષ બાદ અમૃત મહોત્સવ રૂપી સરકાર ઉજવણી કરી રહી છે. ત્યારે આ વર્ષે હર ઘર તિરંગાનું અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કર્યું છે. ત્યારે 13 થી 15 ઓગષ્ટ દરમિયાન તમામ ઘરો પર તિરંગો લાગેલો હોય એ માટે તમામ કચેરીઓ કામે.લાગી ગઈ છે. અને સૌકોઈ તિરંગાના રંગે રંગાયા છે. આગામી સોમવારે 15મી ઓગષ્ટે સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે 'હર ઘરા તિરંગા' અભિયાનમાં કરોડો લોકો જોડાવાના હોઈ હાલ નર્મદા જિલ્લામાં એક દેશભક્તિનો માહોલ જોવા મળ્યો છે.

Advertisement

તાપી જિલ્લામાં “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ તિરંગા લહેરાવી જિલ્લાને શુભાવવામાં આવ્યું છે. ત્યારે જિલ્લામાં વિવિધ નાની-મોટી સરકારી-બીન સરકારી ઇમારતો, રહેણાંક વિસ્તારો, જાહેર સ્થળોને ત્રિરંગી રાષ્ટ્રીય રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા છે. સોનગઢ તાલુકા સ્થિત ઉકાઇ ડેમને તિરંગાની રોશનીમાં શણગારવામાં આવ્યું છે. જેની ત્રીરંગી રોશની થકી જાણે સમગ્ર પાણી તિરંગામય બન્યાનો આભાષ થઇ રહ્યો છે. આ અદભુદ નજારાને માણવા નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

Advertisement


આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના અવસરે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમને તિરંગાની રોશનીથી શણગારાતા ખીલી ઉઠ્યો છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે સરદાર સરોવર ડેમનો આ નયનરમ્ય નજારો નિહાળી પ્રવાસીઓ પણ આનંદિત થયા હતા. કરજણ ડેમને પણ તિરંગાની રોશનીથી શણગારવામાં આવતા અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે.


Advertisement

Tags :
Advertisement

.