Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ સિવિલ હૉસ્પિટલના PM રૂમના કોલ્ડ સ્ટોરેજનો વિવાદ, જાણો શું બન્યું

ભરૂચ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હાલ 43 ડિગ્રીના તાપમાન વચ્ચે કોલ્ડ સ્ટોરેજમાં ટેકનિકલ ખામી સર્જાતા કોલ્ડ સ્ટોરેમાં કુલિંગ બંધ થઇ ગયું છે. જેના કારણે પાંચ મૃતદેહો ડી કમ્પોઝ થઈ જતાં ભારે દુર્ગંધ ફેલાઇ ગઇ છે. મૃતદેહોને અંતિમ સંસ્કાર અર્થે લઈ જતા ધર્મેશ સોલંકીએ મૃતદેહો અત્યંત દુર્ગંધ મારતા હોવાનું જણાવી ભારે આક્રોશ વ્યકત કર્યો હતો. ઉંદરે વાયર કાપી નાંખવાના કારણે કુલિંગ બàª
ભરૂચ સિવિલ હૉસ્પિટલના pm રૂમના કોલ્ડ સ્ટોરેજનો વિવાદ  જાણો શું બન્યું
ભરૂચ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હાલ 43 ડિગ્રીના તાપમાન વચ્ચે કોલ્ડ સ્ટોરેજમાં ટેકનિકલ ખામી સર્જાતા કોલ્ડ સ્ટોરેમાં કુલિંગ બંધ થઇ ગયું છે. જેના કારણે પાંચ મૃતદેહો ડી કમ્પોઝ થઈ જતાં ભારે દુર્ગંધ ફેલાઇ ગઇ છે. મૃતદેહોને અંતિમ સંસ્કાર અર્થે લઈ જતા ધર્મેશ સોલંકીએ મૃતદેહો અત્યંત દુર્ગંધ મારતા હોવાનું જણાવી ભારે આક્રોશ વ્યકત કર્યો હતો. ઉંદરે વાયર કાપી નાંખવાના કારણે કુલિંગ બંધ થઇ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. 
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પાંચ જેટલા મૃતદેહો પોસ્ટ મોટર્મ રૂમના કોલ્ડ સ્ટોરેજમાં પોસ્ટ મોર્ટમ કરી મુકવામાં આવ્યા હતા. મૃતદેહો બિનવારસી હોવાના કારણે વાલી વારસોની શોધખોળ માટે પોલીસે કાર્યવાહી કરી રહી હતી. પરંતુ મૃતદેહોના વાલી વારસો ન મળી આવતા બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર માટે પોલીસે શાંતિવન સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીને જાણ કરી હતી. તેઓ અંતિમ સંસ્કાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રુમ ખાતે પહોંચ્યા હતા. જો કે કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં હોવાથી અસહ્ય દુર્ગંઘ આવી રહી હતી. મૃતદેહોની હાલત પણ ગરમીના કારણે ખરાબ થઇ ગઇ હતી. 
ડીકમ્પોઝ હાલતમાં રહેલા મૃતદેહોને ભરૂચ શહેરના સતત ધમધમતા અને જાહેરમાર્ગ એવા સિવિલ હોસ્પિટલથી શાલીમાર, દાંડિયા બજાર થઈ શાંતિવન સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર અર્થે લઈ જવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અદ્યતન સુવિધા વાળું કોલ્ડ સ્ટોરેજની સુવિધા અપાય અને હવે પછી બિનવારસી મૃતદેહો ડી કમ્પોઝ અવસ્થામાં હશે તો મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે નહિ લઈ જવામાં આવે તેવી ચીમકી ધર્મેશ સોલંકીએ ઉચ્ચારી હતી.
ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ મુદ્દે સિવિલ હોસ્પિટલના મેડિકલ એડમિસ્ટ્રેટર ડૉ.ગોપિકા મેખીયાએ જણાવ્યું  કે ભરૂચ સિવિલ હોસ્પિટલનો કોલ્ડ સ્ટોરેજ ટેક્નિકલ ખામીના કારણે મોડી રાત્રિએ બંધ થયો હોવાનું અમારી તપાસમાં બહાર આવ્યું છે અને અમને જાણ થતા જ તાત્કાલિક કોલ્ડ સ્ટોરેજ ચાલુ કરવાની કામગીરી શરુ કરાવી દીધી છે અને કોલ્ડ સ્ટોરેજ કાર્યરત થઈ જશે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઉનાળાની 42 થી 43 ડિગ્રીના તાપમાન વચ્ચે કોલ્ડ સ્ટોરેજ બંધ થઈ જતા કોલ્ડ સ્ટોરેજ રૂમમાં મુકવામાં આવેલા મૃતદેહો ડીકમ્પોઝ થઈ જતા તીવ્ર દુર્ગંધ ફેલાઇ ગઇ હતી જેથી આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકોને પણ તકલીફનો સામનો કરવો પડયો હતો.  
Advertisement
Tags :
Advertisement

.