Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડોદરામાં કાર સાથે અથડાયો આખલો, જોઈ લો વિડીયો

વડોદરામાં રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરના વાઘોડીયા રોડ વિસ્તારમાં દોડતો આવેલો આખલો કાર સાથે અથડાતા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો પણ કારને નુકશાન થયું હતું. આખલો કાર સાથે અથડાયો હોવાના સીસી ટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા. વડોદરામાં રોજ સવાર પડે ને રખડતા ઢોરના કારણે લોકોને તકલીફ પડી હોય તેવા બનાવ બહાર આવી રહ્યા છે. રખડતા પશુ અથડાવાના કારણે રાહદારીઓ અ
11:51 AM Jun 09, 2022 IST | Vipul Pandya
વડોદરામાં રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરના વાઘોડીયા રોડ વિસ્તારમાં દોડતો આવેલો આખલો કાર સાથે અથડાતા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો પણ કારને નુકશાન થયું હતું. આખલો કાર સાથે અથડાયો હોવાના સીસી ટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા. 
વડોદરામાં રોજ સવાર પડે ને રખડતા ઢોરના કારણે લોકોને તકલીફ પડી હોય તેવા બનાવ બહાર આવી રહ્યા છે. રખડતા પશુ અથડાવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ઇજા પહોંચી હોય તેવા બનાવો બહાર આવી રહ્યા છે પણ આ સમસ્યાથી લોકોને મુક્ત કરાવવા માટે તંત્ર પાસે કોઇ ઉકેલ નથી. 
શહેરના વાઘોડીયા રોડ પર કાર ચાલક રખડતાં ઢોરનો શિકાર બન્યો હતો પણ તેનો આબાદ બચાવ થયો હતો. વાઘોડીયા રોડ વિસ્તારમાં કાર ચાલક પસાર થઇ રહ્યો હતો ત્યારે સામેથી ફુલ સ્પીડમાં દોડતો આખલો આવ્યો હતો અને કાર ચાલક કંઇ સમજે તે પહેલાં જ આખલો કાર સાથે અથડાયો હતો. આખલો એટલો જોરદાર અથડાયો હતો કે કાર ચાલકના બોનેટને નુકશાન થયું હતું. 
કાર સાથે અથડાયા બાદ આખલો દોડીને જતો રહ્યો હતો પણ કારને નુકશાન થયું હતું. આખલો કાર સાથે અથડાતા એક તબક્કે કાર ચાલક પણ ભયભીત થઇ ગયો હતો અને સીધો કારમાંથી ઉતરીને બહાર આવી ગયો હતો. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. આ ઘટનાના સીસી ટીવી બહાર આવ્યા હતા.
સીસી ટીવીમાં જોવા મળે છે કે એક આખલો દોડતો દોડતો આવે છે અને સામેથી આવી રહેલી કાર સાથે અથડાય છે. કાર ચાલક કંઇ સમજે તે પહેલાં જ આખલો કાર સાથે અથડાઇને જતો રહે છે પણ તે પહેલાં કારને નુકશાન થઇ ગયું હોય છે. 
Tags :
bullcarGujaratFirstProblemVadodaraVideo
Next Article