Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BHARUCH : ગણેશ વિસર્જનમાં અપશબ્દો બોલતા શખ્સને ટોકતા પોલીસ કર્મી પર હિંસક હુમલો

શ્રીજીની શોભાયાત્રા દરમિયાન ગાળો ન બોલવાનું કહેતા ઉશ્કેરાયેલાએ પોલીસને જ ચપ્પુ હુલાવી દીધું ચપ્પુના ઘાજી ઝીકી હત્યા કરવાના પ્રયાસમાં આખરે હુમલાખોરને સ્થળ ઉપર સહ કર્મચારીઓએ દબોચી લીધો મહેન્દ્ર વસાવાએ અગાઉ 2016માં પોલીસ કર્મી પ્રવીણ પટેલ ઉપર તલવારથી હુમલો કર્યો...
bharuch   ગણેશ વિસર્જનમાં અપશબ્દો બોલતા શખ્સને ટોકતા પોલીસ કર્મી પર હિંસક હુમલો
  1. શ્રીજીની શોભાયાત્રા દરમિયાન ગાળો ન બોલવાનું કહેતા ઉશ્કેરાયેલાએ પોલીસને જ ચપ્પુ હુલાવી દીધું
  2. ચપ્પુના ઘાજી ઝીકી હત્યા કરવાના પ્રયાસમાં આખરે હુમલાખોરને સ્થળ ઉપર સહ કર્મચારીઓએ દબોચી લીધો
  3. મહેન્દ્ર વસાવાએ અગાઉ 2016માં પોલીસ કર્મી પ્રવીણ પટેલ ઉપર તલવારથી હુમલો કર્યો હતો

BHARUCH : ભરૂચ જિલ્લા (BHARUCH) ના અંકલેશ્વર (ANKLESHWAR) પંથકના ભરૂચી નાકા નજીક શ્રીજીની વિસર્જન યાત્રાઓ નીકળતી વેળા પોલીસ બંદોબસ્તમાં હતી. તે દરમિયાન એક વ્યક્તિ ગમે તેમ ગાળો ભાંડતો હોય તેને ગાળો નહીં બોલવાનું કહેતા, ઉશ્કેરાયેલાએ પોતાના પેન્ટમાં રહેલું ચપ્પુ પોલીસ કર્મીને પેટના ભાગે મારવા જતા હાથમાં ઘૂસી જતા, તથા ઉપરા છાપરી ઘા મારવાની કોશિશ કરતા હત્યાનો પ્રયાસ કરનારને સ્થળ પરથી જ દબોચી લેવામાં આવ્યો હતો. અને પોલીસે પણ જબ્બર મેથીપાક ચોખાડ્યો હતો.

Advertisement

પેન્ટમાં રહેલું ચાકુ કાઢ્યું

અંકલેશ્વર સીટી પોલીસ મથકમાં ફરિયાદી ઇજાગ્રસ્ત હેડ પોલીસ કોન્સ્ટેબલ લલિત પુરોહિતે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે, ગતરોજ ફરિયાદી ભરૂચી નાકા પર ટ્રાફિક નિયમોના પાલન માટે ફરજ ઉપર હતા. અને તે દરમિયાન શ્રીજીની વિસર્જન યાત્રાઓ પણ નીકળતા લોકો શ્રીજીની શોભાયાત્રાઓ જોવા એકત્ર થયા હતા. તે દરમિયાન એક ઈસમ જોર જોરથી ખુલ્લી ગાળો બોલી રહ્યો હોય, તેને ટોકતા તેણે અચાનક ઉશ્કેરાઈ જાય હુમલાખોર મહેન્દ્ર વસાવા તેના પેન્ટમાં રહેલું ચાકુ કાઢી ફરિયાદી પોલીસ કર્મી લલિત પુરોહિત ને મારવા જતા, ફરિયાદી પ્લાસ્ટિકનો સપાટો બચાવ પક્ષે લેવા જતાં જ મહેન્દ્ર વસાભાઈ પેટમાં ચપ્પુ નો ઘા મારવા જતા જ હાથમાં પાણીની નીચે ચપ્પુ નો ઘા મારી દીધો હતો.

Advertisement

ગંભીર પ્રકારનો ગુનો દાખલ

અને પોલીસ કર્મીના હાથમાં લોહી લુહાણ અવસ્થામાં મોટો ઘા વાગ્યો હોય અને તેમની સાથે અન્ય પોલીસ કર્મીઓ પણ ફરજ ઉપર હોય તેઓએ ચપ્પુનો ઘા જીકનાર મહેન્દ્ર શંકર વસાવાને દબોચી લીધો હતો. અને પોલીસ ઉપર હુમલો કરનારને પોલીસે પણ મેથીપાક ચખાડ્યો હોય જેના વિડીયો પણ સ્થાનિકોએ મોબાઇલમાં કેદ કરી વાયરલ કર્યા હોય જેના પગલે પોલીસે આખરે હુમલાખોર મહેન્દ્ર વસાવા સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

આરોપીએ અગાઉ પણ હુમલો કર્યો છે

અત્રે ઉલ્લેખનીય આ બાબત એ છે કે આજ મહેન્દ્ર વસાવા અગાઉ પણ 2016માં પોલીસ કર્મી પ્રવીણ પટેલ નામના પોલીસ જવાન પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. અને તેમાં પણ પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયો હતો. અને હાલમાં જ તેનો નામદાર કોર્ટ દ્વારા પણ બિન જામીન વોરંટ કાઢવામાં આવ્યો છે. અને ફરિયાદીના પોલીસ વિભાગ તરફથી તેને બજવણી પણ કરવા માટે આવ્યો હોવાનું પણ ફરિયાદી જાણતા હોય જેથી હુમલાખોરને ફરિયાદી સારી રીતે ઓળખતા હોવાનો પણ આક્ષેપ ફરિયાદમાં કરાયો છે.

Advertisement

ફરજમાં રુકાવટ અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

ફરજ ઉપર રહેલા પોલીસ કર્મીઓ ઉપર ચપ્પુથી હુમલો કરનાર સામે ફરજમાં રૂકાવટ તથા પોલીસ કર્મીને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવાના પ્રયાસ સહિતની બીએનએસની વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરી આરોપી મહેન્દ્ર શંકર વસાવાની કરવામાં આવી છે

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો -- VADODARA : તરાપામાં જવા સામાન્ય લોકો માટે મનાઇ અને નેતાઓ માટે ખુલ્લી છુટ !

Tags :
Advertisement

.