ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આવતીકાલે વડોદરા શહેરમાં ઐતિહાસિક ઘટના બનવા જઇ રહી છે: ગૃહ રાજ્યમંત્રીશ્રી

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નેક્સ્ટ જનરેશન પાણીગેટ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. આ એક જ બિલ્ડિંગમાં પાણીગેટ, સાયબર ક્રાઇમ અને ડીસીપી ઝોન 3 ની ઑફિસ આવેલી છે. જેનું આજે તેમણે લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્યો, મેયર, મંત્રી મનીષા વકીલ સહિતાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આવતીકાલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વડોદàª
05:24 PM Oct 29, 2022 IST | Vipul Pandya
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નેક્સ્ટ જનરેશન પાણીગેટ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. આ એક જ બિલ્ડિંગમાં પાણીગેટ, સાયબર ક્રાઇમ અને ડીસીપી ઝોન 3 ની ઑફિસ આવેલી છે. જેનું આજે તેમણે લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્યો, મેયર, મંત્રી મનીષા વકીલ સહિતાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આવતીકાલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વડોદરા આવવાના છે અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્લાન્ટનો શિલાન્યાસ કરવાના છે તેની પૂર્વ સંધ્યાએ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી.
દેશભરમાં વડોદરાની નવી ઓળખ ઉભી થશે
આ તકે તેમણે જણાવ્યું કે, આવતીકાલે વડોદરા (Vadodara) શહેરમાં ઐતિહાસિક ઘટના બનવા જઇ રહી છે. વર્ષ 2002 પહેલા આ વડોદરા રાજુ રિસાલદારનાં નામે ઓળખાતું હતું તેની હવે આવતીકાલથી નવી ઓળખ ઊભી થશે. આવનારા દિવસોમાં આ શહેરમાં ભારતની સુરક્ષા માટેનું ડિફેન્સનું વિમાન બનશે આનાથી દુનિયાભરમાં વડોદરાની ઓળખાણ થશે. એક સમયે ગુંડાના નામે ઓળખાતું વડોદરા શહેર હવે એરફોર્સ માટે બનનારા વિમાનનાં ઉત્પાદક શહેર તરીકે ઓળખાશે.
ડ્રગ્ઝ મુદ્દે કહી આ વાત
તેમણે જણાવ્યું કે, ગુજરાતના 1600 કિમીની દરિયા કિનારાને મજબુત કરવામાં આપણે ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. આ વર્ષે હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને આ ડ્રગ્સ લાવતા 35થી વધુ પાકિસ્તાનીઓને જેલ હવાલે કર્યા છે એટલું જ નહી 700થી વધુ ડ્રગ્સ માફિયાઓને આપણે જામીન સુધ્ધા થવા દીધા નથી. આ ડ્રગ્સ આપણે દેશનાં અન્ય રાજ્યોમાં જતું પણ અટકાવ્યું. અનેક નેતાઓએ આ અંગે બોલવાનો પ્રયાસ કર્યો પણ આપણે તેનું નેટવર્ક શોધી કાઢ્યું. પંજાબની જેલમાંથી આ માફિયાઓ દોઢસો કરોડ રૂપિયાનું ડ્રગ્સ મંગાવતા હતાં અને તેમને જેલમાંથી છૂટ આપવામાં આવતી હતી. આપણે પંજાબનું આટલું મોટું ડ્રગ્સ નેટવર્ક તોડવામાં સફળતા મેળવી પણ ઘણાને પોલીસની આ સફળતા હજમ નથી થતી. આ ડ્રગ્સ પકડવા પોલીસને ગોળીઓનો સામનો કરવો પડ્યો છે.

AAP પર પ્રહાર
તેમણે કહ્યું કે, એકબાજુ બે પાંચ રૂપિયાની દવાની ટીકડીઓ આપી હેલ્થ મોડલ ગણાવાય અને બીજી બાજુ આપણી ડબલ એન્જિન સરકાર રૂ. 5 લાખના કવરનું આયુષ્યમાન કાર્ડ આપીને લોકોનાં સ્વાસ્થ્યની ચિંતા કરી રહી છે. મોટાં મનથી ચાલતી આ સરકારે લોકોની નાની મોટી બીમારીઓની ચિંતા કરી આ ડબલ એન્જિન સરકાર કામ કરી રહી છે. ગુજરાતનાં સમૃદ્ધ હેલ્થ મોડલ સામે બે પાંચ રૂપિયાની ટીકડીઓ આપી કરોડો રૂપિયાની જાહેરાતો પાછળ ખર્ચ કરતા લોકો અહીં ચાલશે નહી. કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પણ તેમણે બારડોલીમાં આમ આદમી પાર્ટી પાસે પકડાયેલા નાણાં મામલે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના નેતા પાસે નાણાં ક્યાંથી આવ્યા એ સવાલનો જવાબ એમણે આપવો જોઈએ. ઈમાનદારીની વાતો કરનારા લોકો આંગડિયા મારફતે આવા રૂપિયા મોકલ્યા, આવા હવાલા મારફતે કેટલા રૂપિયા મોકલ્યા? આમ આદમી પાર્ટીના ઉમેદવાર એ સ્વીકાર કર્યો કે AAPના દિલ્હીના કાર્યલયથી રૂપિયા આવ્યા. બે નંબરનો વ્યવહાર કરવાનું કારણ શું એ એમને જણાવવુ જોઈએ.
પોલીસના કર્યાં વખાણ
તેમણે કહ્યું કે, દેશનાં લોકપ્રિય પ્રધાનમંત્રી મોદી (Narendra Modi) સાહેબે આહવાન કર્યું હતું કે, પોલીસ સ્ટેશનની સાથે ત્યાં જ તેમનાં રહેવા માટેની ઇમારત બને અને પોલીસનાં તણાવમાં ઘટાડો થાય. આની વડોદરાથી તેની શરૂઆત થઇ છે. રાજ્યનું સૌથી અત્યાધુનિક પોલીસ સ્ટેશન અને પોલીસ કોલોની વડોદરામાં બની છે જે ખાનગી કોલોનીને પણ ટક્કર આપે તેવી છે. મેં રીબીન કાપતાં મે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ કોઇપણ નાગરિક અહી ફરિયાદ કરવા નહિ પણ ચા પીવા આવે. હું વડોદરા શહેર પોલીસને (Vadodara Police) અભિનંદન આપવા માંગુ છું, કારણ કે, આ વખતે રાત્રે બે વાગ્યા સુધી તમે ગરબા રમ્યા છે ને તેની માટે આપની પોલીસ ચાર વાગ્યા સુધી જાગી છે એટલે આપણે પોલીસને અભિનંદન આપવા પડે. વડોદરા શહેરની શી ટીમની કામગીરી સરાહનીય છે. લોકોએ શી ટીમની કચેરીમાં જઇને તેમની કામગીરી ઉંડાણપૂર્વક નિહાળવી જોઇએ. સમાન્ય ઉંમરલાયક વ્યક્તિ જ્યારે શી ટીમને ફોન કરે ત્યારે શી ટીમ તેમના ઘરે પહોંચી બોલેરો ગાડીમાં બેસાડી બેંકમાં પૈસા ભરવા પહોંચાડે છે. બે ચાર નેગેટિવ ન્યુઝ સામે હજારો એવા પોઝિટિવ કામો છે જે દરરોજ પોલીસ કરતી હોય છે. જે રીતે પોલીસ રાત દિવસ કામગીરી કરી રહી છે તેને તમે વધાવશો નહી તો તેમને ઉત્સાહ કેવી રીતે આવશે. તમે જ્યારે પોલીસનું સન્માન કરતા થઇ જશો તો પોલીસનો જોશ અને જુસ્સો બંને વધશે.
લોકોની દિવાળી સુધારી
ગુજરાતમાં આ વખતે દિવાળીમાં આપણી પોલીસે દંડ ઉઘરાવવાનું રહેવા દીધું કારણ કે, દિવાળી સમયે પરિવાર ખરીદી કરવા નિકળ્યો હોય અને તેમને એક હજારનો દંડ થાય તો તેની દિવાળી બગડી જાય.. એટલે દંડ લીધાં વગર તેમને ફુલ આપી હેલ્મેટ પહેરવાની અપીલ કરી સમજ આપી. આ વખતે નવરાત્રીમાં રાજ્યમાં 10 લાખ જેટલા વેપારીઓને રાત્રે તેમની દુકાનો ખુલ્લી રખાવી નવરાત્રીમાં જ તેમની દિવાળી સુધારી દીધી.
કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો: ગૃહ રાજ્યમંત્રીશ્રી
કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ વડોદરામાં પાણીગેટ માં થયેલ જૂથ અથડામણ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આ એક ગંભીર મામલો છે. જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે. આ ગંભીર મામલામાં પોલીસ કડકાઈથી કાર્યવાહી કરી રહી છે એ મામલે વિશ્વાસ અપાવું છું. કોંગ્રેસે ભાજપ પર જૂથ અથડામણનો આક્ષેપ પર તેમણે કહ્યું કે, કોંગ્રેસ હંમેશા માત્ર ને માત્ર એક દિશામાં વિચારે છે. પોલીસ આ વિષયમાં એકદમ નિષ્પક્ષતાથી કામ કરી રહી છે. ગૃહ મંત્રી તરીકે કહું છું કે કડકાઈથી કાર્યવાહી થઈ રહી છે.
તેમણે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની જનતા કોંગ્રેસને મોટો પરાજય આપશે. નરેન્દ્ર મોદી વડોદરા માટે કાલે ખૂબ મોટું કામ કરવા જઇ રહ્યા છે. વડોદરા શહેરની ધરતી પરથી દેશની સુરક્ષા માટે વપરાતા વિમાનો બનશે. દરેક વડોદરાવાસીઓ માટે ગર્વની વાત છે. પોલીસના હ્યુમન ઇન્ટેલિજન્સ એ સૌથી મહત્વનું પાસું, પીએમ મોદીના તમામ સૂચનોનું પાલન ગુજરાત પોલીસ કરશે.
આ પણ વાંચો - ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડનો માર્ગ ખુલ્યો, કમિટિની રચના કરવાનો પ્રસ્તાવ પાસ
Tags :
AAPBJPC295MWdrugscaseGujaratFirstGujaratPoliceHarshaSanghaviNarendraModiVadodara
Next Article