રિક્ષામાં પસાર થઇ રહેલી યુવતીનો છેલબટાઉ રોમિયોએ પીછો કર્યો અને...
વડોદરા (Vadodara)માં રિક્ષામાં પસાર થઇ રહેલી યુવતીનો લાંબા સમય સુધી પીછો કરનારા શખ્સને વડોદરા પોલીસની શી ટીમે ઝડપી લીધા હતા. આ ત્રણેય રોમિયો પીછો કરતા હતા ત્યારે જ યુવતીએ તેનો વીડિયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં પોલીસ હરકતમાં આવી હતી. રોમીયો બાઇક લઇને લાંબો સમય સુધી તેનો પીછો કરતા હતાપ્રાપ્ત માહિતી મુજબ વડોદરાની એક યુવતી ઓટો રિક્ષામાં સવારી કરી રહી à
વડોદરા (Vadodara)માં રિક્ષામાં પસાર થઇ રહેલી યુવતીનો લાંબા સમય સુધી પીછો કરનારા શખ્સને વડોદરા પોલીસની શી ટીમે ઝડપી લીધા હતા. આ ત્રણેય રોમિયો પીછો કરતા હતા ત્યારે જ યુવતીએ તેનો વીડિયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં પોલીસ હરકતમાં આવી હતી.
રોમીયો બાઇક લઇને લાંબો સમય સુધી તેનો પીછો કરતા હતા
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાની એક યુવતી ઓટો રિક્ષામાં સવારી કરી રહી હતી ત્યારે ત્રણ રોમીયો બાઇક લઇને લાંબો સમય સુધી તેનો પીછો કરતા હતા. યુવતી ત્રણેય યુવકોની હરકત નિહાળી રહી હતી. શરુઆતમાં તો તેણે ધ્યાન ના આપ્યું પણ આ ત્રણેય રોમિયોએ રિક્ષાની સાથે સાથે જ બાઇક ચલાવીને લાંબો સમય પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું જેથી યુવતીએ તેમને સબક શીખવાડવાનું નક્કી કર્યું હતું.
પીછો કરતો વીડિયો ઉતાર્યો
રિક્ષામાં બેઠેલી આ યુવતીએ તુરત જ તેના મોબાઇલ ફોન દ્વારા ત્રણેય રોમિયોનો પીછો કરતો વીડિયો ઉતાર્યો હતો અને સમગ્ર ઘટનાની જાણકારી આપીને આ વીડિયો સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યો હતો.
પોલીસની શી ટીમે ત્રણ દિવસ સુધી તપાસ કરીને ત્રણેય રોમિયોને ઝડપી લીધા
ત્યારબાદ વડોદરા પોલીસના ધ્યાનમાં આ યુવતીની ફરિયાદ પોસ્ટ આવી હતી જેથી પોલીસની શી ટીમે વીડિયોનો અભ્યાસ કરીને બાઇકના નંબરના આધારે ત્રણ દિવસ સુધી તપાસ કરીને ત્રણેય રોમિયોને ઝડપી લીધા હતા.
યુવતીએ વડોદરા પોલીસ અને શી ટીમનો આભાર માન્યો
ત્યારબાદ ભોગ બનેલી યુવતીએ વડોદરા પોલીસ અને શી ટીમનો આભાર માન્યો હતો. અને આ આભાર વ્યક્ત કરતો વીડિયો વડોદરા પોલીસે શેર કર્યો હતો.
આ પણ વાંચો--સુરતમાં પ્રેમલગ્ન કરનાર દિકરીને પરત બોલાવી પિતાએ બીજે ઠેકાણે લગ્ન કરાવી દીધા, પ્રથમ પતિએ નોંધાવી FIR
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement