ડભોઇમાં વ્યાજખોરીનો પ્રથમ કિસ્સો બહાર આવતાં ચકચાર
વડોદરા (Vadodara) જીલ્લાના ડભોઇમાં વ્યાજખોરીનો પ્રથમ કિસ્સો બહાર આવતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી છે. વ્યાજખોર ત્રિપુટીએ વધારાના ૧૨ લાખ રૂપિયાની ખંડણી માગીડભોઇ નગરમાં રહેતા મહેશભાઈ કેશવભાઈ પુરબીયાએ વેપાર ધંધામાં રૂપિયાની જરૂરત ઉભી થતાં ટુકડે ટુકડે2005 થી 2022 સુધીમાં રૂપિયા 14,40,000 લાખ ઉપરાંતની રકમ 10% અને 5% જેવાં જુદા જુદા વ્યાજદરથી વ્યાજે લીધી હતી. આ વ્યાજે લીધેલી à
વડોદરા (Vadodara) જીલ્લાના ડભોઇમાં વ્યાજખોરીનો પ્રથમ કિસ્સો બહાર આવતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી છે.
વ્યાજખોર ત્રિપુટીએ વધારાના ૧૨ લાખ રૂપિયાની ખંડણી માગી
ડભોઇ નગરમાં રહેતા મહેશભાઈ કેશવભાઈ પુરબીયાએ વેપાર ધંધામાં રૂપિયાની જરૂરત ઉભી થતાં ટુકડે ટુકડે
2005 થી 2022 સુધીમાં રૂપિયા 14,40,000 લાખ ઉપરાંતની રકમ 10% અને 5% જેવાં જુદા જુદા વ્યાજદરથી વ્યાજે લીધી હતી. આ વ્યાજે લીધેલી રકમ સામે એક જ પરિવારના આ ત્રણ વ્યાજખોરોએ ભેગા મળીને રૂપિયા 65 લાખ ઉપરાંતની વસૂલી કરી હોવા છતાં પણ આ વ્યાજખોર ત્રિપુટીએ વધારાનાં ૧૨ લાખ રૂપિયાની ખંડણી માગી રહ્યા હતાં જેથી કંટાળી જઈને કરજદારે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ન્યાય મેળવવા માટે ફરિયાદ દાખલ કરી છે.
એક જ પરિવારના ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ
2005 થી 2022 સુધી ટુકડે ટુકડે 14,40,099 રૂપિયા ઉપરાંત વ્યાજે લીધા જેની સામે ટુકડે ટુકડે રૂપિયા 65 લાખ ઉપરાંતની ચુકવણી કરવા છતાં પણ આ વ્યાજખોરો દ્વારા બીજા રૂપિયા 12 લાખની ચુકવણી કરવાની બાકી કાઢવામાં આવી હતી .જેથી મહેશભાઈ પુરબીયાએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં આ ત્રણ વ્યાજખોરો (૧). કોટુરામ રાવલાણી રહે. સી/ ૮૦ , ઉમા સોસાયટી, ડભોઈ., (૨). રામચંદ્ર કોટુરામ રાવલની રહે. સી/૮૦, ઉમા સોસાયટી ડભોઇ (૩). ગોપાલભાઈ ખોટું રાવલાણી રહે. ખોડીયાર નગર વડોદરા વિરુદ્ધ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિણામે ડભોઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
૩ વ્યાજખોરો પાસેથી અલગ અલગ વ્યાજ દરે રૂપિયા લીધા હતા.
જાણવા મળતી માહિતી મુજબ આ ત્રણે એક જ પરિવારના સભ્યો છે અને વ્યાજખોરીનો ધંધો કરતાં હતાં. જેમાં કરજદારે ટુકડે ટુકડે કેટલીક રકમ 5% ના વ્યાજે લીધી હતી અને બીજી કેટલીક રકમ 10 ટકાના વ્યાજે લીધી હતી. આમ કુલ રકમ 14,40,000 રૂપિયા જુદા જુદા વ્યાજદરથી લીધા હતાં. જેની સામે આ ત્રણ વ્યાજખોરોએ કરજદાર પાસેથી આજ દિન સુધી રૂપિયા 65 લાખ વસૂલી લીધાં હોવા છતાં પણ રૂપિયા 12 લાખ ચૂકવવાના બાકી કાઢ્યા હતા. તેમજ કરજદાર પાસેથી કોરા ચેક પણ લઈ લેવામાં આવ્યા હતા.
કરજદારોને વ્યાજખોરો દ્રારા માનસિક ત્રાસ અપાતો
2005 થી 2022 સુધી કરજદારે લીધેલા રૂપિયા સામે તગડી રકમ વ્યાજખોરે હડપી લીધી હતી. આ વ્યાજખોરોએ કરજદાર પાસેથી સિક્યુરિટી પેટે ચેક પણ લીધા હતા. તેમજ માનસિક રીતે ત્રાસ આપતાં ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા અને તારા ચેક બેંકમાં ભરી જરી દઈશું અને રકમ વસૂલી કરીશું. આ ત્રણેય બાપ દીકરાઓ ફોન કરીને જુદી જુદી રીતે ધમકાવતાં હતાં. જેથી કરજદારે વ્યાજખોરોની ચુંગાલમાંથી છૂટવા અને ન્યાય મેળવવા માટે ડભોઈ પોલીસ સ્ટેશનમાં આ વ્યાજખોર ત્રિપુટી સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ દ્વારા જ શોધખોળના ચક્રો ગતિમાન
ડભોઇના એક જ પરિવારના ત્રણ વ્યાજખોરો સામે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ડભોઈ પોલીસે વ્યાજખોર ત્રિપુટીને શોધી કાઢવાના અને કાયદેસરની કડક કાર્યવાહી કરવાના ચક્રો પણ ગતિમાન કરી દીધા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement