Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડોદરામાં ડોમિનોઝ પિત્ઝા બિલ્ડીંગની લિફ્ટ તૂટી, 5ને ઇજા

વાઘોડિયા રોડ ડોમિનોઝ પીત્ઝા બિલ્ડીંગની લિફ્ટ તૂટીલિફ્ટ તૂટતા 5 વ્યક્તિ ફસાયાફાયર બ્રિગેડે રેસ્ક્યુ હાથ ધર્યું5 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયાવડોદરા (Vadodara)ના વાઘોડીયા રોડ પર આવેલા ડોમિનોઝ પિત્ઝા બિલ્ડીંગની લિફ્ટ તૂટી પડતાં 5 વ્યક્તિ ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને રેસ્કયુ (Rescue) હાથ ધરીને તમામ લોકોને લિફ્ટની બહાર કાઢ્યા હતા.ફાયર બ્રિàª
02:53 PM Jan 28, 2023 IST | Vipul Pandya
  • વાઘોડિયા રોડ ડોમિનોઝ પીત્ઝા બિલ્ડીંગની લિફ્ટ તૂટી
  • લિફ્ટ તૂટતા 5 વ્યક્તિ ફસાયા
  • ફાયર બ્રિગેડે રેસ્ક્યુ હાથ ધર્યું
  • 5 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા
વડોદરા (Vadodara)ના વાઘોડીયા રોડ પર આવેલા ડોમિનોઝ પિત્ઝા બિલ્ડીંગની લિફ્ટ તૂટી પડતાં 5 વ્યક્તિ ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને રેસ્કયુ (Rescue) હાથ ધરીને તમામ લોકોને લિફ્ટની બહાર કાઢ્યા હતા.
ફાયર બ્રિગેડને કોલ મળ્યો
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે વાઘોડીયા રોડ પર ઉમા ચાર રસ્તા પાસે ડોમિનોઝ પિત્ઝાની બિલ્ડીંગની લિફ્ટ તૂટી પડી છે અને તેમાં કેટલાક વ્યક્તિઓ ફસાયા છે. કોલ મળતાં જ ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર ધસી ગયો હતો અને બચાવ કામગિરી હાથ ધરી હતી.
5 વ્યક્તિને બહાર કાઢ્યા
ફાયર બ્રિગેડે લિફ્ટમાં ફસાયેલા 5 વ્યક્તિને બહાર કાઢ્યા હતા અને તેમને સારવાર માટે તત્કાળ હોસ્પિટલમાં મોકલ્યા હતા. લિફ્ટ તૂટી પડતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાના પગલે લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું. 
આ પણ વાંચો---વડોદરામાં પોલીસ કર્મી નશામાં ધૂત બનીને રસ્તા પર જ આડો પડ્યો, વાયરલ થયો વીડિયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Domino'sPizzabuildingElevatorFireBrigadeGujaratFirstRescueVadodara
Next Article