એમ. એસ. યુનિવર્સિટીના સત્તાધીશોને જગાડવા ABVPએ સૂતળી બોમ્બ ફોડ્યા, પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ
વડોદરાની વિશ્વવિખ્યાત એમ. એસ. યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીના વિવાદિત ચિત્ર પ્રદર્શન બાદ સત્તાધીશોએ સમગ્ર મામલાને હળવાશથી લેતા સ્થિતિ વધુને વધુ વણસી રહી છે. આજે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા છે. જેથી વિશ્વ વિખ્યાત એમ. એસ. યુનિવર્સિટીની ગરિમાને લાંછન લાગ્યું છે.શું હતી ઘટના?બે દિવસ પહેલા એમ. એસ. યુનિવર્સà
03:16 PM May 07, 2022 IST
|
Vipul Pandya
વડોદરાની વિશ્વવિખ્યાત એમ. એસ. યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીના વિવાદિત ચિત્ર પ્રદર્શન બાદ સત્તાધીશોએ સમગ્ર મામલાને હળવાશથી લેતા સ્થિતિ વધુને વધુ વણસી રહી છે. આજે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા છે. જેથી વિશ્વ વિખ્યાત એમ. એસ. યુનિવર્સિટીની ગરિમાને લાંછન લાગ્યું છે.
શું હતી ઘટના?
બે દિવસ પહેલા એમ. એસ. યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓના અભદ્ર ચિત્ર પ્રદર્શનની ઘટનાના ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હિન્દુ સંગઠનો સાથે જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આમ છતાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા મામલાને હળવાશથી લેવામાં આવી રહ્યો છે. જેના કારણે દિવસેને દિવસે સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની રહી છે.
વીસી અને રજીસ્ટારના રાજીનામાની માગ
આજે સમગ્ર મામલાને લઈને ABVP દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સતત બે કલાક સુધી ભર તડકામાં વિદ્યાર્થીઓ વિસી તેમજ રજીસ્ટારને મળીને રજૂઆત કરવા માટે રાહ જોતા રહ્યા પરંતુ સત્તાધીશોએ વિદ્યાર્થીઓની રજૂઆત સંભાળવાની તસ્દી સુદ્ધા લીધી નહોતી. આટલું જ નહીં હેડ ઓફિસના મુખ્ય દ્વાર પર તાળા મારી દીધા હતા. સત્તાધીશોના નફ્ફટાઈભર્યા વર્તનથી વિદ્યાર્થીઓ દ્વારા હેડ ઓફિસ પ્રાંગણમાં સૂતળી બોમ્બ ફોડી ઊંઘતા સત્તાધીશોને જગાડવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. દરમિયાન ત્યાં હાજર પોલીસ જવાનો મુક-દર્શક ની જેમ તમાશો જોઈ રહ્યા હતા. આખરે સત્તાધીશોના પેટનું પાણી ના હલતા વિદ્યાર્થીઓએ વિસી તેમજ રજીસ્ટાર કે. એમ. ચુડાસમાના રાજીનામાની હઠ પકડી હતી.
વિદ્યાર્થીઓ પર પોલીસનો બળપ્રયોગ
વિદ્યાર્થીઓના રોષને જોતા પોલીસ દ્વારા મોટી સંખ્યામાં કાફલો હેડ ઓફિસ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. જોતજોતામાં સ્થિતિ એ હદે વણસી હતી કે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ ફક્ત ને ફક્ત હિન્દુ ધર્મની લાગણી દુભાવનાર તત્વો સામે કડક પગલાં ભરવાની માંગ કરી રહ્યા હતા. આમ છતાં પોલીસ દ્વારા રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓના કપડા પણ ફાડી નાંખ્યા હતા.
ભાન ભૂલેલી પોલીસ દ્વારા રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ સાથે ધક્કામુક્કી કરવામાં આવી હતી અને ટીંગાટોળી કરી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી. જેના કારણે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ પોલીસ વાન આગળ સૂઈ જઈ પોલીસના અમાનુષી વર્તનનો ભારે વિરોધ કર્યો હતો. સત્તાના મદમાં આવી ગયેલા કેટલાક પોલીસ જવાનો એ હદે ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હતા કે ઘર્ષણની આ ઘટનામાં એક વિદ્યાર્થીનીને ગળાના ભાગે ઈજાઓ પહોંચી હતી. પોલીસના આ પ્રકારના વર્તનના કારણે ઈજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થીની ભારે આઘાતમાં સરી પડી હતી
યુનિવર્સિટીના સત્તાધીશોની નફ્ફટાઈના કારણે એમ. એસ. યુનિવર્સિટીની ગરિમાને લાંછન તો લાગ્યું જ છે, સાથે જ પોલીસે વિદ્યાર્થીઓ પર ગુજારેલા દમનના કારણે સંસ્કારી નગરીની સ્વચ્છ છબી પર પણ દાગ લાગ્યો છે.
Next Article