ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહિલા સન્માન બચત યોજાનાની શરૂઆત,જાણો શું છે સંપૂર્ણ સ્કિમ

નાણામંત્રીએ કહ્યું, ગ્રામીણ મહિલાઓને 81 લાખ સ્વ-સહાય જૂથો સાથે જોડવામાં આવી છે. અમે આ જૂથોને આગલા સ્તર પર લઈ જઈશું. આવનારા સમયમાં આ ગ્રુપમાં મોટા પાયે મહિલાઓને જોડવામાં આવશે.ગ્રામીણ આજીવિકા મિશનને અસાધારણ સફળતા મળી છેનાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યુ. નિર્મલા સીતારમણે કહ્યું કે અમૃતકલનું આ પહેલું બજેટ છે.તેમના વક્તવ્યમાં મહિલાઓનો ઉલ્લેખ કરતા તેમણે
09:54 AM Feb 01, 2023 IST | Vipul Pandya
નાણામંત્રીએ કહ્યું, ગ્રામીણ મહિલાઓને 81 લાખ સ્વ-સહાય જૂથો સાથે જોડવામાં આવી છે. અમે આ જૂથોને આગલા સ્તર પર લઈ જઈશું. આવનારા સમયમાં આ ગ્રુપમાં મોટા પાયે મહિલાઓને જોડવામાં આવશે.
ગ્રામીણ આજીવિકા મિશનને અસાધારણ સફળતા મળી છે
નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યુ. નિર્મલા સીતારમણે કહ્યું કે અમૃતકલનું આ પહેલું બજેટ છે.તેમના વક્તવ્યમાં મહિલાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દિન દયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનને અસાધારણ સફળતા મળી છે.
સારી ડિઝાઇન માટે તાલીમ પણ આપવામાં આવશે
ગ્રામીણ મહિલાઓને 81 લાખ સ્વ-સહાય જૂથો સાથે જોડવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે આ જૂથોને આગલા સ્તર પર લઈ જઈશું. આવનારા સમયમાં આ ગ્રુપમાં મોટા પાયે મહિલાઓને જોડવામાં આવશે. તેમને કાચો માલ પૂરો પાડવામાં આવશે અને સારી ડિઝાઇન માટે તાલીમ પણ આપવામાં આવશે.તેણીએ વધુમાં ઉમેર્યું હતું કે,સહાયક નીતિઓ સાથે, મહિલાઓને મોટા ઉપભોક્તા બજારને સેવા આપવા માટે તેમની કામગીરીમાં વધારો કરવામાં સક્ષમ બનશે.
પ્રથમ વખત તેમને સહાય પેકેજ આપવામાં આવશે
નાણામંત્રીએ વધુમાં કહ્યું કે વડાપ્રધાન વિશ્વકર્મા કૌશલ સન્માનની શરૂઆત કરવામાં આવી છે. સદીઓથી, પરંપરાગત કારીગરો  ભારત માટે નામના લાવ્યા છે. તેમના દ્વારા બનાવવામાં આવેલી આર્ટવર્ક અને હસ્તકલા આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપી રહી છે. પ્રથમ વખત તેમને સહાય પેકેજ આપવામાં આવશે. આ નવી યોજના તેમને MSME મૂલ્ય સાંકળ સાથે એકીકૃત કરવામાં, તેમના ઉત્પાદનોની ગુણવત્તા, સ્કેલ અને પહોંચને સુધારવા માટે સક્ષમ બનાવશે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં માત્ર આર્થિક સહાય 
પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં માત્ર આર્થિક સહાય જ નહીં આપવામાં આવશે. તેના બદલે, તાલીમ, આધુનિક ડિજિટલ તકનીકોનું જ્ઞાન, બ્રાન્ડ પ્રમોશન, સ્થાનિક અને નાણાકીય બજારો સાથે એકીકરણનો પણ સમાવેશ કરવામાં આવશે. જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ, મહિલાઓ અને નબળા વર્ગના લોકોને સહાય આપવામાં આવશે.
મહિલા સન્માન બચત પત્ર યોજનાનો પ્રારંભ
નાણામંત્રીએ કહ્યું, 'મહિલા સન્માન બચત પત્ર યોજના માર્ચ 2025 સુધી 2 વર્ષ માટે આઝાદીના અમૃત મહોત્સવની યાદમાં શરૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ મહિલાઓ 2 વર્ષ માટે રોકાણ કરી શકશે. આ યોજના હેઠળ મહિલાઓ અથવા બાળકી 2 વર્ષ માટે 2 લાખ રૂપિયા જમા કરાવી શકશે. 7.5 ટકા વ્યાજ મળશે. આનો લાભ લેવા માટે કોઈપણ મહિલા કે યુવતી ખાતું ખોલાવી શકે છે. પૈસા ઉપાડવા માટે શરતો હશે.
આપણ  વાંચો- બજેટમાં ખેડૂતો માટે 8 મોટી જાહેરાતો, હવે દેશના ખેડૂતો ડિજિટલ થશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
budget2023Budget202324GujaratFirstNirmalaSitharamanruralsavingsheldwoman
Next Article