ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે ડિજિટલ લાઇબ્રેરીની જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) 2023નું બજેટ (Budget) રજૂ કર્યું છે. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણ દરમિયાન ટેક્સથી લઈને તમામ ક્ષેત્રો માટે જાહેરાત કરી છે. તેવી જ રીતે નાણામંત્રીએ શિક્ષણ ક્ષેત્ર માટે મોટી જાહેરાતો કરી છે. બજેટમાં બાળકોથી લઈને કિશોરો માટે નેશનલ ડિજિટલ લાઈબ્રેરી શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે 38,800 શિક્ષકોને તાલીમ આપવાનું પણ કહેવામાં આવ્યું છે.બજેટ 2023-24 દરમિયાન, àª
09:56 AM Feb 01, 2023 IST | Vipul Pandya
નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) 2023નું બજેટ (Budget) રજૂ કર્યું છે. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણ દરમિયાન ટેક્સથી લઈને તમામ ક્ષેત્રો માટે જાહેરાત કરી છે. તેવી જ રીતે નાણામંત્રીએ શિક્ષણ ક્ષેત્ર માટે મોટી જાહેરાતો કરી છે. બજેટમાં બાળકોથી લઈને કિશોરો માટે નેશનલ ડિજિટલ લાઈબ્રેરી શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે 38,800 શિક્ષકોને તાલીમ આપવાનું પણ કહેવામાં આવ્યું છે.
બજેટ 2023-24 દરમિયાન, આદિવાસીઓ માટેની એકલવ્ય મોડલ સ્કૂલોને 2000 કરોડ રૂપિયાથી વધારીને 5943 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી છે. મદદનીશ શિક્ષકોની ભરતી કરીને તેમને તાલીમ આપવાની પણ વાત થઈ છે. આવો જાણીએ બજેટમાં અન્ય કઈ કઈ જાહેરાતો કરવામાં આવી છે.
નેશનલ ડિજિટલ લાઇબ્રેરી
બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે ડિજિટલ લાઇબ્રેરીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે કોવિડ પછી શિક્ષણને થતા નુકસાનને ઘટાડવા અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નેશનલ બુક ટ્રસ્ટ, ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટ અને અન્ય પ્રકારના પુસ્તકો અને શિક્ષણ સંબંધિત વસ્તુઓ પ્રદાન કરવામાં આવશે. ડિજિટલ લાઇબ્રેરીમાં રાખવામાં આવેલા પુસ્તકો અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં હશે.
157 નર્સિંગ  મેડિકલ કોલેજ
શિક્ષણ ક્ષેત્ર અને આરોગ્ય ક્ષેત્રે રોજગારીનું સર્જન કરવાના ઉદ્દેશ્ય સાથે 157 નવી નર્સિંગ મેડિકલ કોલેજો ખોલવાનું કહેવામાં આવ્યું છે. અહીં તાલીમ કાર્યક્રમ ચલાવવામાં આવશે અને વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે.
38 હજારથી વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવશે
આદિવાસી વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે નાણામંત્રીએ શાળા શરૂ કરવાની જાહેરાત કરી છે. 740 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલો ખોલવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર 38,000 શિક્ષકો અને સહાયક સ્ટાફની ભરતી કરશે.
આ પણ વાંચો--રેલવે માટે 2.4 લાખ કરોડ ફાળવાયા, 100 નવી યોજના શરુ થશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Budgetbudget2023FinanceMinisterGujaratFirstNarendraModiNirmalaSitharaman
Next Article