Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Western Railway: ભારે વરસાદના કારણે ત્રણ દિવસમાં 100 થી વધુ ટ્રેનને અસર, આટલી ટ્રેનો કરાઈ રદ્દ

માર્ગ વ્યવહાર સાથે સાથે રેલ્વે વ્યવહારને પણ અસર ભારે વરસાદને પગલે ત્રણ દિવસમાં 100 થી વધુ ટ્રેનને અસર સર્જાઈ વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત Western Railway: ગુજરાતમાં થયેલા વરસાદના કારણે અત્યારે માર્ગ વ્યવહાર સાથે સાથે રેલ્વે...
western railway  ભારે વરસાદના કારણે ત્રણ દિવસમાં 100 થી વધુ ટ્રેનને અસર  આટલી ટ્રેનો કરાઈ રદ્દ
  1. માર્ગ વ્યવહાર સાથે સાથે રેલ્વે વ્યવહારને પણ અસર
  2. ભારે વરસાદને પગલે ત્રણ દિવસમાં 100 થી વધુ ટ્રેનને અસર સર્જાઈ
  3. વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત

Western Railway: ગુજરાતમાં થયેલા વરસાદના કારણે અત્યારે માર્ગ વ્યવહાર સાથે સાથે રેલ્વે વ્યવહારને પણ અસર થઈ છે. વિગતે વાત કરવામાં આવે તો, વરસાદને લઈને રેલવે વ્યવહાર પર અસર યથાવત જોવા મળી છે. નોંધનીય છે કે, ભારે વરસાદને પગલે ત્રણ દિવસમાં 100 થી વધુ ટ્રેનને અસર સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ મોટા ભાગની ટ્રેનો રદ કરવામાં આવી હતી. આ સાથે સાથે આજે બે ટ્રેન રદ કરવામાં આવી થે કેવી જાણકારી સામે આવી છે.

Advertisement

આ પણ વાંચો: Gondal: 48 કલાક બાદ મળી આવ્યો બાળકનો મૃતદેહ, કાર તણાતા 3 લોકો લાપતા થતા હતા

ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાયા

નોંધનીય છે કે, વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત જોવા મળ્યો છે. પહેલા પણ વરસાદના કારણે વડોદરા ડિવિઝન દ્વારા ટ્રેનો માટે વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હતો. વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાયા હોવાના કારણે કેટલીટ ટ્રેનો રદ કરવાામં આવી છે.

Advertisement

આ રહ્યું રદ થયેલી ટ્રેનનું લિસ્ટ....

  • ટ્રેન નં. 09495 વડોદરા-અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન રદ
  • ટ્રેન નં. 09496 અમદાવાદ-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન રદ
  • ટ્રેન નં. 09328 અમદાવાદ-વડોદરા મેમુ રનોલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ
  • ટ્રેન નં. 09311 વડોદરા-અમદાવાદ મેમુ રનોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ
  • ટ્રેન નં. 09273 વડોદરા-અમદાવાદ મેમુ રનોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ
  • ટ્રેન નં. 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઈલ દ્વારકાથી ઉપડશે
  • ટ્રેન નં. 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ દ્વારકાથી ઉપડશે

ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર અને વડોદરામાં સૌથી વધુ અસર જોવા મળી હોવાનું સામે આવ્યું છે. પશ્ચિમ રેલવે (Western Railway)ના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેથી આ ટ્રેનો રદ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: 176 ટકા વરસાદ સાથે કચ્છ ઝોનમાં સૌથી મોખરે, આ વિસ્તારમાં સરેરાશ માત્ર એક ટકા જેટલો વરસ્યો

  • 30 ઓગસ્ટની ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન રદ
  • 30 ઓગસ્ટની ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન રદ

શોર્ટ ટર્મિનેટ કરાયેલી ટ્રેન

  • 30 ઓગસ્ટની ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ રનોલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે
  • 30 ઓગસ્ટની ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ રણોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે
  • 30 ઓગસ્ટની ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ રણોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે

જ્યારે આજની T/N 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઈલ દ્વારકાથી ઉપડશે. આથી ઓખા -દ્વારકા વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને T/N 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ દ્વારકાથી ઉપડશે.આથી ઓખા-દ્વારકા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. નોંધનીય છે કે, ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર અને વડોદરામાં સૌથી વધુ અસર પડી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Porbandar: ભાદર નદીના પાણી શહેરના 5 હજાર ઘરોમાં ઘૂસ્યા, બંદરની કુલ 7 થી 8 બોટોને પણ નુકસાન

Tags :
Advertisement

.