Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Valsad ના કલેક્ટર આયુષ ઓકને કરાયા સસ્પેન્ડ, જમીન ગોટાળા મામલે થઈ કાર્યવાહી

Valsad: વલસાડના કલેક્ટર આયુષ ઓક પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, સુરત જમીન કૌભાંડમાં દાદા સરકારે સૌથી મોટી કાર્યવાહી કરી છે. જાણકારી પ્રમાણે આયુષ ઓકને વલસાડ કલેકટર પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં...
09:02 PM Jun 10, 2024 IST | VIMAL PRAJAPATI
Valsad Collector Ayush Oak suspended

Valsad: વલસાડના કલેક્ટર આયુષ ઓક પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, સુરત જમીન કૌભાંડમાં દાદા સરકારે સૌથી મોટી કાર્યવાહી કરી છે. જાણકારી પ્રમાણે આયુષ ઓકને વલસાડ કલેકટર પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં કલેકટરની ફરજ દરમિયાન જમીનમાં કરેલા ગોટાળા બદલ રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા છે. મળતી વિગતો પ્રમાણે આયુષ ઓક કૌભાંડ સમયે સુરત કલેકટર પદે હતા. લાંબા સમયથી ચાલી રહેલી તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરાતાં સન્નાટો છવાયો છે.

જમીનમાં કરેલા ગોટાળા બદલ રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા

ભ્રષ્ટાચાર સામે દાદા સરકારનું આવકારદાયક પગલું

નોંધનીય છે કે, રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર મામલે આકરી કાર્યવાહી કરી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જમીન કૌભાંડમાં દાદા સરકારએ મોટી કાર્યવાહી કરી છે. લાંબા સમયથી ચાલતા કૌભાંડ કેસમાં વલસાડ કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આયુષ ઓક કૌભાંડ સમયે સુરત કલેકટર પદે હતા. સુરતમાં ફરજ દરમિયાન તેમણે જમીન મામલે ગોટાળો કર્યો હતો. જમીનમાં કૌભાંડ બદલ રાજ્ય સરકારે અત્યારે કાર્યવાહી કરી સસ્પેન્ડ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ખુબ જ લાંબા સમયથી સમગ્ર કૌભાંડની તપાસ ચાલી રહીં હતી. જેથી તપાસના દાદા સરકાર દ્વારા અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવતા સન્નાટો છે.

ભ્રષ્ટાચારી સામે દાદા સરકારની લાલ આંખ

દાદા સરકાર એટલે કે ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકાર અત્યારે ભ્રષ્ટાચાર મામલે આકરા પગલા લઈ રહીં છે. જેમાં કાર્યવાહી કરતા વલસાડના કલેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સુરતમાં જ્યારે તેઓ ફરજ પર હતા ત્યારે જમીન મામલે કૌભાંડ આચર્યું હતું. ત્યાર બાદ તેઓ વલસાડમાં કલેક્ટર પદે આવ્યા હતા. જો કે, અત્યારે રાજ્ય સરકારે તેમને (આયુષ ઓક)ને કલેક્ટર પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: CABINET MINISTER : રાજકારણના ચાણક્ય અમિત શાહને ફરી આપવામાં આવ્યું ગૃહ મંત્રાયલ

આ પણ વાંચો: Foreign Minister: મોદી સરકાર 3.0 માં એસ. જયશંકરને મળ્યું વિદેશ મંત્રાલય, જાણો તેમની રાજકીય સફર

આ પણ વાંચો: Labor Ministry: મનસુખ માંડવિયાને આપવામાં આવ્યું શ્રમ મંત્રાલય, જાણો તેમની રાજકીય સફર

 

Tags :
Ayush Oak suspendedCollector Ayush OakGujarati NewsValsad CollectorValsad Collector Ayush OakValsad Collector Ayush Oak suspendedValsad Collector suspended
Next Article