LADAKH અંગે કેન્દ્ર સરકારે લીધો અગત્યનો નિર્ણય, 5 નવા જિલ્લાઓની કરાઈ જાહેરાત
- કેન્દ્ર સરકારે લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો મહત્વનો નિર્ણય લીધો
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લદ્દાખમાં 5 નવા જિલ્લાઓની જાહેરાત કરી
- નવા જિલ્લાઓમાં ઝંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગનો સમાવેશ થાય છે
LADAKH ને લઈને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લદ્દાખમાં 5 નવા જિલ્લાઓની જાહેરાત કરી છે. આ નવા જિલ્લાઓમાં ઝંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, સરકાર લદ્દાખના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આ નિર્ણય પીએમ મોદીના વિઝન હેઠળ લેવામાં આવ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત
કેન્દ્રીય ગૃહમંત્રી AMIT SHAH એ ટ્વીટ કરી આપી માહિતી
અમિત શાહે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ X પર આ જાહેરાત શેર કરી છે. તેમણે જણાવ્યું કે, "વિકસિત અને સમૃદ્ધ લદ્દાખ બનાવવાના પીએમ મોદીના વિઝન હેઠળ, એક વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના નિર્માણ માટે જીના વિઝનને ધ્યાનમાં રાખીને MHAએ કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે. નવા જિલ્લાઓ જેવા કે ઝંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ, દરેક ખૂણે-ખૂણે શાસનને મજબૂત કરીને લોકો માટેના લાભો તેમના ઘર સુધી પહોંચાડશે. મોદી સરકાર લદ્દાખના લોકો માટે વિપુલ તકો ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે." આ પહેલા, 5 ઓગષ્ટ, 2019ના રોજ કલમ 370ની સત્તાઓ નાબૂદ કર્યા બાદ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા, અને 31 ઓક્ટોબરથી, બંને અલગ રાજ્ય તરીકે કાર્યરત છે.
આ પણ વાંચો : Kolkata Case: સંજય રોય તો લુચ્ચો નિકળ્યો..પોલીગ્રાફ ટેસ્ટમાં...