Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot: આગામી 25 જૂને કોંગ્રેસે આપ્યું બંધનું એલાન, મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વેપારીઓને અપીલ

Rajkot: રાજકોટ અગ્નિકાંડને લઈને આગામી 25 તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, રાજકોટ કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેથી સ્વયંભૂ બંધ રાખી શ્રદ્ધાંજલિ આપવા રાજકોટ વાસીઓને અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને વાત...
rajkot  આગામી 25 જૂને કોંગ્રેસે આપ્યું બંધનું એલાન  મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વેપારીઓને અપીલ

Rajkot: રાજકોટ અગ્નિકાંડને લઈને આગામી 25 તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, રાજકોટ કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેથી સ્વયંભૂ બંધ રાખી શ્રદ્ધાંજલિ આપવા રાજકોટ વાસીઓને અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમત્તે બંધ પાળી શ્રદ્ધાંજલિ આપવા વેપારીઓને અપીલ કરવામાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો, વેપારીઓને અપીલ કરતી એક પત્રિકા સોશિયલ મીડીયા વેપારીઓ સુધી પહોચાડવામાં આવી છે.

Advertisement

ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજકોટ તંત્રને આકરી ટકોર

તમને જણાવી દઈએ કે, રાજકોટ (Rajkot)માં આવેલા ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા હોમાયા હતા. આ ઘટના મામલે અત્યારે કડક તપાસ પણ ચાલી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ અત્યારે સરકાર અને રાજકોટ તંત્રને આકરી ટકોર કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજકોટ અગ્નિકાંડમાં અનેક અધિકારીઓની મિલીભગત હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં મોટા અધિકારીઓના નામ સામે આવ્યા છે. નોંધનીય છે કે, આ ઘટનાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે.

રાજકોટ કોંગ્રેસ દ્વારા 25 જૂને રાજકોટ બંધ રાખવાનું એલાન

આ અગ્નિકાંડમાં જીવતા ભડથું થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અત્યારે રાજકોટ કોંગ્રેસ દ્વારા 25 જૂને રાજકોટ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, રાજકોટ વેપારીઓને સ્વયંભૂ રાખીને શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસ દ્વારા અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ ઘટનામાં મૃતકોના પરિવારજનો પોકાર કરી રહ્યા છે. જોકે, આ મામલે રાજ્ય સરકાર દ્વારા પણ સારી એવી કાર્યવાહી કરવામાં આવી રહીં છે. રાજ્ય સરકાર દ્વારા અત્યારે કેટલાક અધિકારીઓ સામે કડક પગલા લેવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Diu Beach: 36 કલાક બાદ મળી આવ્યો દીપ કુમારનો મૃતદેહ, પરિવારમાં ભારે શોકનો માહોલ

આ પણ વાંચો: Banaskantha: ઓક્સિજનની કમીથી બે લોકોના મોત, મોડી રાત્રે મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યા

આ પણ વાંચો: Rajkot: ગુનેગારોને રાજકોટ પોલીસનો ડર નથી! શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો

Tags :
Advertisement

.