Sambhal માં મોટા એક્શનની તૈયારી, મંદિરમાં પૂજા કર્યા બાદ DM એ જણાવ્યો સમગ્ર પ્લાન
- સંભલમાં બિનકાયદેસર દબાણો હટાવાશે
- સંભલમાં બિનકાયદેસર પ્રવૃતિઓ પર અંકુશ લવાશે
- સંભલમાં બિનકાયદેસર વિજળી ચોરી પર પણ અંકુશ
Sambhal News : સંભલમાં જિલ્લા તંત્ર મોટા એક્શનની તૈયારી કરી રહ્યું છે. તેના નિશાન પર હવે અહીંના કૂપ, પુરવે, સરાય અને તિર્થ છે. ડીએમએ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલી કાર્યવાહી અને પ્લાન અંગે માહિતી આપી હતી. આ સાથે જ કાલે ખોલાયેલા મંદિરમાં રવિવારે ડીએમ રાજેન્દ્ર પેંસિયા અને એસપી બિન્નોઇએ પુજા પાઠ કર્યા હતા.
સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન ભડકી હિંસા
સંભલમાં જામા મસ્જિદ સર્વે દરમિયાન ભડકેલી હિંસા બાદ જિલ્લા તંત્ર એક્ટિવ છે. હિંસાગ્રસ્ત વિસ્તારમાં મોટા પ્રમાણમાં દરોડા કરીને બિનકાયદેસર કાર્યો પર નકેલ કસવામાં આવી રહી છે. આ ક્રમમાં શનિવારે એક હજાર વર્ષ જુના મંદિરમાં ચાર દશક બાદ ખોલવામાં આવ્યું. હવે જિલ્લા તંત્ર મોટી એક્શનની તૈયારી કરી રહ્યું છે. તેના નિશાન પર હવે અહીંના કૂપ, પુરવે, સરાય અને તીર્થ છે. ડીએમએ હિંસાગ્રસ્ત વિસ્તારમાં ચાલી રહેલી કાર્યવાહી અને પ્લાન સમજાવ્યા. આ સાથે જ કાલે ખોલાયેલા મંદિરમાં રવિવારે ડીએમ રાજેન્દ્ર પેંસિયા અને એસપી બિશ્નોઇએ પુજા પાઠ કર્યા. દશકો બાદ ખુલેલા શિવ મંદિરમાં શ્રદ્ધાળુઓએ મથુરાથી લાડુના પ્રસાદના રૂપમાં ચઢાવ્યા.
આ પણ વાંચો : દિલ્હી-NCR માં પારો ગગડ્યો! પંજાબ-હરિયાણામાં જોવા મળી હાડ થીજવતી ઠંડી
ડીએમએ કહ્યું કે કુલ ચાર પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે
ડીએમએ કહ્યું કે, અહીં કૂલ ચાર પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહેલું છે કે શરૂઆતમાં જ જણાવાયું કે, સંભલમાં કૂલ 19 કુપે, 36 પુરવે, 52 સરાય અને 68 તીર્થ છે. તેને શોધવામાં સમગ્ર ટીમ લાગેલી છે. બીજું જે અસ્થાયી અતિક્રમણ નાળીઓ અને આસપાસ થયેલું છે તેને હટાવવામાં આવી રહ્યા છે. સ્થાયિ અતિક્રમણ નોટિસ આપ્યા બાદ સમગ્ર પ્રક્રિયા અંતર્ગત હટાવવામાં આવશે. ત્રીજુ વીજળી ચોરી વિરુદ્ધ કડક એક્શન લેવાશે. અત્યાર સુધીમાં પાંચ કરોડનું એસેસમેન્ટ થયું હોવાનું જણાવાઇ રહ્યું છે. વીજળી ચોરી અટકાવવા માટે આર્મ્ડ કેબલ લગાવાઇ રહ્યો છે. ચોથો પ્લાન બિનકાયદેસર ગતિવિધિઓ અટકાવવાનું છે.
મંદિરમાં સીસીટીવી લગાવી દેવાયા છે
કાલે મળેલા મંદિર અંગે ડીએમએ જણાવ્યું કે ત્યાંસીસીટીવી લગાવી દેવાયેલા છે. પોલીસ ટીમ પણ સુરક્ષામાં લગાવી દેવાઇ છે. અતિક્રમણ અંગે ડીએમએ કહ્યું કે, કોઇ પણ તળાવ જાહેર સંપત્તિ હોય છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે, તેની સુરક્ષા થાય તે ખુબ જ જરૂરી છે. જેણે પણ તળાવ પર દબાણ કર્યું છે તેમને નોટિસ આપીને ધ્વસ્તીકરણની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : LIVE:Unjha APMC Election: આજે ઊંઝા એપીએમસીની ચૂંટણીનું મતદાન, ગુજરાત ફર્સ્ટ પર મળશે પળેપળની અપડેટ
નવેમ્બરમાં અહીં હિંસા ભડકી ઉઠી હતી
ઉલ્લેખનીય છે કે , 24 નવેમ્બરે જામા મસ્જિદના સર્વે દરમિયાન અહીં હિંસા ભડકી ગઇ હતી. આ હિસામાં ગોળી વાગવાના કારણે ચાર યુવકોના મોત થઇ ચુક્યા હતા. ત્યાર બાદ પોલીસે મોટા પ્રમાણમાં ફરિયાદ દાખલ કરી અને ધરપકડનું અભિયાન ચલાવ્યું છે. જેના હેઠળ અહીં અતિક્રમણ વિરોધી અભિયાન ચલાવાઇ રહ્યું છે. આ અભિયાનમાં શનિવારે મોટા પ્રમાણમાં વીજળી ચોરી પકડાઇ હતી. અનેક મસ્જિદોમાંથી જ વીજળી ચોરી થઇ રહી હતી.
આ પણ વાંચો : ઉસ્તાદ ઝાકિર હુસૈનની જીવનગાથા વાંચીને તમે પણ બોલશો, વાહ ઉસ્તાદ વાહ