Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Navratri 2024: નોરતામાં આ યુવાનની અનોખી સાધના, એક પગે ઉભા રહી કરે છે માતાજીના અનુષ્ઠાન

નવરાત્રિ દરમિયાન થતી સાચી સાધનાનું ઉત્તમ ઉદાહરણ બનાસકાંઠામાં આવેલા દલવાડા ગામના યુવાનની અનોખી સાધના નવરાત્રીના નવ દિવસ વિશ્વશાંતિના કલ્યાણ માટે આ તપ Navratri 2024: નવરાત્રિ ચાલી રહીં છે એટલે અનેક જગ્યાએ માતાજીનું અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. પરંતુ બનાસકાંઠામાં...
navratri 2024  નોરતામાં આ યુવાનની અનોખી સાધના  એક પગે ઉભા રહી કરે છે માતાજીના અનુષ્ઠાન
  1. નવરાત્રિ દરમિયાન થતી સાચી સાધનાનું ઉત્તમ ઉદાહરણ
  2. બનાસકાંઠામાં આવેલા દલવાડા ગામના યુવાનની અનોખી સાધના
  3. નવરાત્રીના નવ દિવસ વિશ્વશાંતિના કલ્યાણ માટે આ તપ

Navratri 2024: નવરાત્રિ ચાલી રહીં છે એટલે અનેક જગ્યાએ માતાજીનું અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. પરંતુ બનાસકાંઠામાં એક ભક્ત છે જે અનોખી રીતે આ નવરાત્રિમાં માતાજીની આરાધના કરી રહ્યા છે. પાલનપુર નજીક દલવાડાં ગામના આ વ્યક્તિ જેના હાથમાં માળા, ચહેરા પર તેજ અને એક પગે નવ દિવસ, 24 કલાક સુધી અડીખમ ઉભો રહીને માતાજીની આરાધના કરી રહ્યાં છે. આ વ્યક્તિનું નામ છે સુરેશભાઈ ચૌહાણ. જેઓ છેલ્લા 24 વર્ષથી નવરાત્રીના નવે નવ દિવસ એક પગે ઉભા રહી માત્ર પાણીના સહારે આરાધના કરે છે. તેઓનું માનવું છે કે તેઓ દેશ- રાજ્ય, ગામ સહિત વિશ્વશાંતિના કલ્યાણ માટે આ તપ કરે છે. તેમજ આમ એક પગે ઉભા રહેવાથી તેમનું મનોબળ મજબૂત બને છે. સુરેશભાઈ 18 વર્ષના હતા ત્યારથી જ પોતાના ઘરમાં નવરાત્રિના નવે નવ દિવસ 24 કલાક ઝાડ પર દોરડું બાંધીને એક પગે ઉભા રહી જુલા તપ કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: લવ જેહાદ પ્રકરણમાં વિધર્મી યુવાનનું પોલીસે કાઢ્યું સરઘસ, ધમકી આપીને આચર્યું હતું દુષ્કર્મ

નોંધનીય છે કે, નવરાત્રિના 9 દિવસ માતાજીની આરાધના માટે મહત્વના હોય છે. જોકે આજના આધુનિક યુગમાં નવરાત્રિની ઉજવણી લોકો ડીજેના તાલે ગરબા ઘૂમી કરતા હોય છે. પરંતુ આજે આપણે એક એવા અનોખા ભક્તની વાત કરીશું કે જેઓ છેલ્લા 24 વર્ષથી નવરાત્રિના નવે નવ દિવસ એક પગે ઉભા રહી માતાજીના અનુષ્ઠાન કરી રહ્યા છે. આ યુવાન દ્વારા કરવામાં આવતું અનુષ્ઠા સૌથી અનોખું અનુષ્ઠાન છે

Advertisement

24 વર્ષથી નવરાત્રિના નવે નવ દિવસ એક પગે ઉભો રહે છે આ યુવાન

નવરાત્રિ (Navratri 2024)માં એવા અનેક લોકો છે જે માતાજીની ભક્તિ કરવા માટે 9 દિવસ કામ ધંધા પણ બંધ રાખતા હોય છે. પાલનપુર નજીક દલવાડા ગામના આ વ્યક્તિ હાથમાં માળા, ચહેરા પર તેજ અને એક પગે નવ દિવસ, 24 કલાક સુધી અડીખમ ઉભો રહે છે. સુરેશભાઈના માતા પિતાને જહુમાં પ્રત્યે ગઝબની આસ્થા હતી. તેઓના આ ધાર્મિક સંસ્કાર સુરેશભાઈમાં ઉતર્યા હોવાથી તેઓ છેલ્લા 24 વર્ષથી નવરાત્રિના નવે નવ દિવસ એક પગે ઉભા રહી માત્ર પાણીના સહારે આરાધના કરે છે. તેઓનું માનવું છે તેઓ દેશ- રાજ્ય અને ગામ સહિત વિશ્વશાંતિના કલ્યાણ માટે આ તપ કરે છે. તેમજ આમ એક પગે ઉભા રહેવાથી તેમનું મનોબળ મજબૂત બને છે.

આ પણ વાંચો: Jamnagar ના Kadiyawad વિસ્તારમાં સુવિખ્યાત સળગતી ઈંઢોણી રાસ, જુઓ આ Video

Advertisement

જગત કલ્યાણ માટે આ યુવક કરી રહ્યો છે તપસ્યા

સુરેશભાઈ 18 વર્ષના હતા ત્યારથી જ પોતાના ઘરમાં નવરાત્રિના નવે નવ દિવસ 24 કલાક ઝાડ પર દોરડું બાંધીને એક પગે ઉભા રહી જુલા તપ કરી રહ્યા છે. તેમના પરિવારના તમામ સભ્યો 24 કલાક તેમની સેવા માટે હાજર રહે છે. સુરેશભાઈનું કહેવું છે કે, 9 દિવસ એક પગે ઊભા રહેવાથી પગ ઉપર સોજા આવે છે. તાવ પણ આવતો હોય છે રાત્રે ઠંડી લાગતી હોય છે. પરંતુ માતાજીની કૃપાથી આજ સુધી કોઈ મોટી તકલીફ થઈ નથી. એક પગે ઉભા રહેવાની સાથે તેઓ માત્ર પાણી ઉપર નવ દિવસ ઉપવાસ પણ કરતા હોવાથી પરિવારજનો તેમની ખુબ જ કાળજી રાખે છે. માત્ર ચા અને પાણી પીને તેઓ નવ દિવસ સુધી ઉપવાસ કરે છે. સુરેશભાઈ ની આકરી સાધના આજના એ તમામ યુવાનિયા ઓ માટે પ્રેરણા રૂપ છે. નવરાત્રિની નવ રાતો આરાધનાને બદલે મોજમસ્તીમાં મર્યાદા ભૂલી જતા હોય છે.સાચી સાધનાનું ઉત્તમ ઉદાહરણ છે દલવાડા ગામનો આ યુવાન છે.

આ પણ વાંચો: Surat: આયોજકો અને કલાકારો વચ્ચે થઈ માથાકૂટ, ઝણકાર ગરબા બંધ થતા ખેલૈયાઓ નિરાશ

Tags :
Advertisement

.