2025 માં મેડ ઇન ઇન્ડિયા સેમીકંડક્ટર ચીપ બનીને થઇ જશે તૈયાર: વૈષ્ણવની મોટી જાહેરાત
- ભોપાલમાં ચાલી રહ્યું છે ઇન્વેસ્ટમેન્ટ સમિટ
- આઇટી મંત્રીએ સેમીકંડક્ટર ચીપ અંગે મોટું અપડેટ આપ્યું
- 10 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ચુક્યું છે આ સેક્ટર
ભોપાલ : IT મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી દીધી છે, જેમાં તેમણે જણાવ્યું કે, Made in India Semiconductor Chip ને 2025 માં જાહેર કરી દેવામાં આવશે. ભોપાલમાં ચાલી રહેલી એક ઇવેન્ટના બીજા દિવસે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટર પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. જેમાં તેમણે 2025 માં પહેલી મેડ ઇન ઇન્ડિયા સેમીકંડક્ટર ચિપના પ્રોડક્શન અંગે મોટી અપડેટ આપી હતી.
આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે મેડ ઇન ઇન્ડિયા સેમીકંડક્ટર ચિપ અંગે મહત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ભારત આ વર્ષે એટલે કે 2025 માં પોતાની મેડ ઇન ઇન્ડિયા સેમીકંડક્ટર ચિપને રોલ આઉટ કરશે, ત્યાર બાદ તેનું પ્રોડક્શન શરૂ થઇ શકશે. માહિતી તેમણે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજિત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025 માં આપી હતી.
ભોપાલમાં ચાલી રહ્યું છે ઇન્વેસ્ટમેન્ટ સમિટ
ભોપાલમાં ચાલી રહેલા આ ઇવેન્ટના બીજા દિવસે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ વીડિયો કોલ દ્વારા જોડાયા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, 2025 માં પહેલી મેડ ઇન ઇન્ડિયા સેમીકંડક્ટર ચિપને પ્રોડક્શન માટે તૈયાર કરવામાં આવશે.
એમપીમાં બે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરને મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મધ્યપ્રદેશમાં ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગે મહત્વપુર્ણ ગતિ પ્રાપ્ત કરી છે. વડાપ્રધાન મોદી ભોપાલ અને જબલપુરમા બે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કલસ્ટરોને મંજૂરી આપી ચુક્યા છે.
મધ્યપ્રદેશણાં ચાલી રહી છે અનેક ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ
હાલનાં સમયમાં મધ્યપ્રદેશમાં 85 કંપનીઓ સક્રિય રીતે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં કામ કરી રહી છે. તેમણે આગળની સરકાર ટેક્નોલોજી સેક્ટરમાં વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને ભવિષ્ય કૌશલ કાર્યક્રમ અંતર્ગત 20 હજાર એન્જિનિયરોને ટ્રેનિંગની જાહેરાત થઇ ચુકી છે.
સેમીકંડક્ટર ચીપ શું છે?
સેમી કંડક્ટર ચીપ એક નાનકડો ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ હોય છે, જે સેમીકંડક્ટર મટીરિયલ એટલે કે સિલિકોથી બને છે અને તેમાં ઇન્ટીગ્રેટેડ સર્કિટ પણ હોય છે. તે એડવાન્સ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ માટે ખુબ જ જરૂરી કોમ્પોનન્ટ છે. સેમીકંડક્ટર ચિપ પ્રોસેસિંગ, મેમરી સ્ટોરેજ અને સિગ્નલ એમ્પ્લીફિકેશન જેવા કામ કરે છે. સેમીકંડક્ટર ચિપ સેટ અનેક પ્રકારના હોય છે. જેમાં માઇક્રોપ્રોસેસર, મેમરી ચિપ્સ, ફ્લેશ, ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ વગેરેનો સમાવેશ થાય છે.
હજારો કરોડ રૂપિયાનું છે સેક્ટર
ભારતમાં ગત્ત 1 દશકમાં ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અભુતપુર્વ સ્પીડ જોઇ છે. 10 લાખ કરોડ રૂપિયા સુધીની કિંમતે પહોંચી ચુક્યું છે. ભારત હાલના સમયમાં 2.5 લાખ કરોડ રૂપિયાનું ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ કરી રહ્યું છે. જેમાં મોબાઇલ 4 લાખ કરોડ રૂપિયા, લેપટોપ, સર્વસ ટેલિકોમ ઉપકરણ 75 હજાર કરો રૂપિયા અને સંરક્ષણ અને ચિકિત્સા ઇલેક્ટ્રોનિક્સનો પણ સમાવેશ થાય છે. ઇલેક્ટ્રોનિક્સ ટોપ 3 એક્સપોર્ટ આઇટમ પૈકી એક છે.
ચિપ ડેવલપમેન્ટમાં હરણફાળ
ભારતે સેમીકંડક્ટર ચિપ ડેવલપમેન્ટમાં મહત્વપુર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે.જ્યાં એકસાથે 5 યૂનિટ્સમાં કામ ચાલી રહ્યું છે. પહેલી મેડ ઇન ઇન્ડિયા ચીપ 2025 માં આવી જશે. સાથે જ સરકાર એડવાન્સ્ડ સેમીકંડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મૈન્યુફેક્ચરિંગ માટે 85 હજાર એન્જિનિયરોને ટ્રેન કરી રહ્યું છે.