ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Tapi ને એક જ દિવસમાં CM ભૂપેન્દ્ર પટેલે આપી 240 કરોડ રૂપિયાની ભેટ

76 મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના યજમાન તાપી જિલ્લાને એક જ દિવસમાં 240 કરોડના વિકાસ કામોની ભેટ મળી હતી.
10:08 PM Jan 25, 2025 IST | KRUTARTH JOSHI
featuredImage featuredImage
Bhupendra Patel At Tapi

ગાંધીનગર : 76 મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના યજમાન તાપી જિલ્લાને એક જ દિવસમાં 240 કરોડના વિકાસ કામોની ભેટ મળી હતી. રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે તાપીની 13 જેટલી બહુવિધ પ્રતિભાઓનું ગૌરવ સન્માન થયું હતું. દેશની એકતાને ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય પર્વો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શ્રેષ્ઠ માધ્યમ છે તેવું આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું. 17 વર્ષ પૂર્વે રચિત તાપી જિલ્લો નાગરિકોના અથાગ પરિશ્રમના પરિણામે નવી ઓળખ બનાવી આગળ વધી રહ્યો છે.

ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજો વિરુદ્ધ ચેતના જગવી

ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવાની ચેતના સાહસ અને શૌર્ય આદિજાતિઓમાં જગાવ્યા હતા તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર વિસ્તારના આદિવાસી બાંધવોએ દેશના આઝાદી સંગ્રામમાં મોટું યોગદાન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિરસા મુંડા જયંતિને દેશમાં જનજાતિય ગૌરવ દિવસ ઉજવવાની પ્રણાાલી શરૂ કરી છે. આદિવાસીઓના સર્વગ્રાહી ઉત્કર્ષના વડાપ્રધાનના નિર્ધારને રાજ્ય સરકારે આયોજનબદ્ધ રીતે આગળ ધપાવ્યો છે.

આ પણ વાંચો : Padma Awards-2025 : ગુજરાતનાં સુરેશ સોની, લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ, જાણો તેમના વિશે

રાજ્યકક્ષાની ઉજવણીનું યજમાન છે તાપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'તાપી... પ્રકૃતિ, સંસ્કૃતિ અને શક્તિનો સંગમ' પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 76 મા પ્રજાસત્તાકના પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના યજમાન તાપી જિલ્લાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં એક જ દિવસમાં 240 કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ 20 વિકાસ કામોના લોકાર્પણ અને 41 કામોના ખાતમુહૂર્ત વ્યારામાં 76 માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કર્યા હતા. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ તાપી જિલ્લાને વિવિધ ક્ષેત્રે ગૌરવ અપાવનારા 13 જેટલા વ્યક્ત વિશેષોનું સન્માન પણ આ અવસરે કર્યું હતું.

રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ પણ આપ્યા ચેક

તાપી જિલ્લાના વિકાસને વધુ ગતિ આપવા રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ રૂ. 2.5 કરોડ જિલ્લા કલેકટરને અને 2.5 કરોડના ચેક જિલ્લા વિકાસ અધિકારીને અર્પણ કર્યા હતા.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, દેશની એકતાને ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય પર્વ અને સાંસ્કૃતિક કાર્યક્રમો શ્રેષ્ઠ માધ્યમ છે. ભારત દેશે 26 જાન્યુઆરી 1950 ના રોજ સંવિધાનને અપનાવ્યું છે. જે વિશ્વનું સૌથી વિશાળ લેખિત બંધારણ છે. આજે દેશમાં પ્રત્યેક નાગરિકો બંધારણીય અધિકારો થકી લોકશાહીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યાં છે.

આ પણ વાંચો : Gujarat ના ગ્રીન જિલ્લાને મળ્યા ગ્રીન વ્હીકલ, કચરો લેવા જતા વાહન કચરો નહીં ફેલાવે

ગુજરાત ભારતના વિકાસના માર્ગે અગ્રેસર છે

રાજ્યપાલએ ભારત વિકાસના માર્ગે અગ્રેસર થઈ ચૂક્યો છે એમ કહીને જન પ્રતિનિધિઓ, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં યોગદાન આપનારા નાગરિકો, મહિલાઓ, બાળકો, યુવાનો, ખેડૂતો અને દેશની સુરક્ષામાં રાત-દિવસ ખડેપગે સેવા બજવતા સાહસી યોદ્ધાઓને વંદન સહ બિરદાવ્યા હતા. આ અવસરે આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આઝાદીના જંગમાં હજારો વીરોએ બલિદાનો આપ્યા છે, ત્યારે મહામૂલી આઝાદી મળી છે. સુરત જિલ્લાથી 17 વર્ષ પહેલાં અલગ થયેલો તાપી જિલ્લો આજે સૌના પરિશ્રમના પરિણામે નવી ઓળખ બનાવી આગળ વધી રહ્યો છે. વનોમાં રહેનારા આદિજાતિના લોકો ખેતી,પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે જિલ્લાના ખેડુતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો તેમણે અનુરોધ કર્યો હતો.

ભગવાન બિરસા મુંડા આદિવાસી નહી સમગ્ર દેશ માટે આદર્શ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સેના દ્વારા આદિજાતિઓમાં અંગ્રેજોની ગુલામીથી મુક્ત થવાની ચેતના, સાહસ અને શૌર્ય જગાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્યવીર અને આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને દેશમાં જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પ્રણાલી શરૂ કરાવી છે.આ વર્ષે બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિનું વર્ષ છે, તેનું સ્મરણ કરીને મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાને વંદન કર્યા હતા.

આ પણ વાંચો : શરદ પવારની તબિયત લથડી, તમામ પ્રવાસ રદ્દ, ડોક્ટરોએ આરામ કરવાની આપી સલાહ

પીએમ મોદી આદિવાસી વિસ્તારો પર સૌથી વધારે મહત્વ આપે છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિજાતિ વિસ્તારોને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવીને સર્વગ્રાહી ઉત્કર્ષનો જે નિર્ધાર કર્યો છે તેને રાજ્ય સરકારે આયોજનબધ્ધરીતે આગળ ધપાવ્યો છે.ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય પર્વોની જિલ્લાઓમાં જન ભાગીદારીથી ઉજવણી દ્વારા વિકાસની ગતિ વડાપ્રધાનએ વેગવાન બનાવી છે. એટલું જ નહીં, ઉમરગામથી અંબાજીના સમગ્ર આદિવાસી બેલ્ટમાં સમૃદ્ધિ, રોજગારી અને સુવિધા- સુખાકારીના નવા અધ્યાયની શરૂઆત થઈ છે તેની પણ ભૂમિકા આપી હતી.

આદિવાસીઓએ આઝાદીમાં આપ્યું છે મોટુ યોગદાન

મુખ્યમંત્રીએ ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર વિસ્તારના આદિવાસી બાંધવોએ દેશના આઝાદી સંગ્રામમાં મોટું યોગદાન આપ્યું છે તેનું સ્મરણ કરતા તાપી જિલ્લાના સ્વાતંત્ર્ય વીરોની વંદના કરી હતી.તેમણે તાપી જિલ્લાને પ્રજાસત્તાક પર્વ પ્રસંગે મળેલા વિકાસ કામોથી આરોગ્ય,શિક્ષણ, પીવાનું અને સિંચાઈનું પાણી રમત-ગમતને પ્રોત્સાહન તથા મત્સ્યોદ્યોગ વિકાસને વેગ સહિત સર્વગ્રાહી વિકાસની નવી સિદ્ધિઓ હાંસલ થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

આ પણ વાંચો : તાપીમાં Gujarat પોલીસનો સૌથી મોટો એકસ્પો, પોલીસ કઇ રીતે કરે છે કામ જાણો

2047 માં સમગ્ર ભારત નવી ઉંચાઇઓને આંબશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત @2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા ૭૬મા પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ સૌને એક બનીને 'રાષ્ટ્રહિત પ્રથમ'ના ભાવ સાથે કર્તવ્યરત રહેવા આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે તાપી જિલ્લાની પરિચય પુસ્તિકા “તાપી...પ્રકૃતિ, સંસ્કૃતિ અને શક્તિનો સંગમ” નું વિમોચન કરાયું હતું. આ પુસ્તિકામાં તાપી જિલ્લાને કુદરતે આપેલા અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્ય, પ્રકૃતિપ્રેમી આદિવાસી સમુદાયનો સાંસ્કૃતિક વારસો, જિલ્લાનો સૂવર્ણ ઇતિહાસ, જિલ્લાના સાત રત્નો સમાન સાત તાલુકાઓની માહિતીસભર જાણકારી તેમજ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિનો શ્રેષ્ઠ પરિચયનો સમાવેશ થયો છે.

આ પણ વાંચો : કુવૈતના યોગ ટ્રેનર, બ્રાઝિલના વેદાંત ગુરુ... પદ્મ પુરસ્કારોની જાહેરાત, જાણો કોને મળ્યું આ સન્માન

Tags :
GujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsTapi