Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: શહેર કોટડા વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી, પોલીસે કાર્યવાહી હાથ ધરી

Ahmedabad: અમદાવાદમાં મારામારીની ઘટના ખુબ જ વધવા લાગી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો નાની-નાની બાબતે પણ એકબીજા પર હુમલો કરી દેવામાં આવતો હોય છે. તેમને જણાવી દઈએ કે, અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં બે દિવસ પહેલા મોડી રાત્રે અંગત...
ahmedabad  શહેર કોટડા વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી  પોલીસે કાર્યવાહી હાથ ધરી

Ahmedabad: અમદાવાદમાં મારામારીની ઘટના ખુબ જ વધવા લાગી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો નાની-નાની બાબતે પણ એકબીજા પર હુમલો કરી દેવામાં આવતો હોય છે. તેમને જણાવી દઈએ કે, અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં બે દિવસ પહેલા મોડી રાત્રે અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે પ્રેમ સંબંધમાં મારામારીની ઘટના બની હતી. જે બાદ ત્યાં પડેલા વાહનોમાં પણ તોડ ફોડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ મામલે શહેર કોટડા પોલીસ દ્વારા કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

Advertisement

મારામારી અને વાહનોમાં તોડફોડની ઘટના સામે આવી હતી

અમદાવાદ શહેરના શહેર કોટડા વિસ્તારમાં આવેલી પતરાવાળી ચાલી માં બે દિવસ પહેલા પ્રેમ સંબંધમાં મારામારી અને વાહનોમાં તોડફોડની ઘટના સામે આવી હતી. જે ઘટના બાદ શહેર કોટડા પોલીસ મથકે પણ મોડી રાત્રે હંગામો મચાવ્યો હતો. શહેર કોટડા પોલીસે વાહનોમાં તોડ ફોડ ને મારામારીને લઈને સાત આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી. પતરાવાળી ચાલીમાં રહેતા સુજલ ઠાકોરને કિરણ ઉર્ફે ડબ્બુ સાથે પ્રેમ સંબંધ હતો. તે મામલે ચાર મહિના પહેલા ઝઘડો થયો હતો.

શહેર કોટડા પોલીસે તોડફોડ કરનાર આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી

ઉલ્લેખનીય છે કે, તે બાબતે અદાવતમાં બે દિવસ પહેલા કિરણ ઉર્ફે ઢબુના ભાઈ અને તેના સાગરિતો સુજલના ઘરે આવીને મારામારી કરવા લાગ્યા અને ત્યાં પડેલા વાહનોમાં તોડફોડ પણ કરી હતી.મળતી જાણકારી પ્રમાણે શહેર કોટડા પોલીસે તોડફોડ કરનાર દેવાંશી, રોશની, ઈરસદ ઉર્ફે નાટુ, મનોજ ઠાકોર, કિરણ ઠાકોર તથા અન્ય ચાર અજાણ્યા શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે અમદાવાદ શહેર કોટડા પોલીસે સુજલ ઠાકોર સામે પણ ગુનો નોંધીને તેની શોધખોળ પણ હાથ ધરી છે. જાણકારી પ્રમાણે પકડાયેલ તમામ આરોપી સામે કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને આ સાથે આ કેસમાં ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Advertisement

અહેવાલઃ પ્રદીપ કાછીયા, અમદાવાદ

આ પણ વાંચો: Ahmedabad: પ્રેમ, ધમકી અને દુષ્કર્મ; 27 વર્ષીય યુવતીએ નોંધાવી ફરિયાદ

આ પણ વાંચો: Rajkot: મોરારિ બાપુએ સ્વામિનારાયણના સંતોને ઝાટકી નાખ્યા, કહ્યું કે – આ બધુ અજાણતા નહીં પરંતુ…

આ પણ વાંચો: Gandhinagar: વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ-2024 નું આયોજન, રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ ખેલાડીઓનું મનોબળ વધાર્યું

Tags :
Advertisement

.