Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal: નકલી અધિકારીઓ અને ઓફિસરો બાદ હવે ‘યુવરાજ’ પણ નકલી! રાજેન્દ્રસિંહ જાડેજાએ કર્યો ખુલાસો

ગોંડલ સ્ટેટ નાં યુવરાજ તરીકે ઓળખ આપનાર વાસ્તવ માં નકલી છે નકલી યુવરાજ અંગે ગોંડલના રાજવી પરિવારને કરી આ ચોખવટ મહારાજાએ લગ્ન જ નથી કર્યા તો યુવરાજ કયાંથી? રાજેન્દ્રસિંહ જાડેજા Gondal: ગોંડલના સ્વપ્નદ્ર્ષ્ટા રાજવી સર ભગવતસિંહજીને કારણે આજે પણ...
gondal  નકલી અધિકારીઓ અને ઓફિસરો બાદ હવે ‘યુવરાજ’ પણ નકલી  રાજેન્દ્રસિંહ જાડેજાએ કર્યો ખુલાસો
  1. ગોંડલ સ્ટેટ નાં યુવરાજ તરીકે ઓળખ આપનાર વાસ્તવ માં નકલી છે
  2. નકલી યુવરાજ અંગે ગોંડલના રાજવી પરિવારને કરી આ ચોખવટ
  3. મહારાજાએ લગ્ન જ નથી કર્યા તો યુવરાજ કયાંથી? રાજેન્દ્રસિંહ જાડેજા

Gondal: ગોંડલના સ્વપ્નદ્ર્ષ્ટા રાજવી સર ભગવતસિંહજીને કારણે આજે પણ ગોંડલ રાજ્યની અને રાજવી પરિવારની ખ્યાતિ દેશ-વિદેશમાં ફેલાઈ છે. ત્યારે યદુવેન્દ્રસિંહ નામની વ્યક્તિ જે પોતાને ગોંડલ સ્ટેટના યુવરાજ તરીકે ઓળખ આપી સમારંભોમાં મહાલતા હોવાની વિગતો સામે આવતા ચકચાર જાગી છે. બીજી બાજુ રાજવી પરિવારે આ વ્યક્તિને નકલી ગણાવી કોઇ પણ જાતનાં સબંધ નથી તેવી ચોખવટ કરી છે. રાજવી પરિવાર નકલી યુવરાજ સામે કાનુની કાર્યવાહી કરે તેવી શક્યતાઓ પણ દર્શાવાઈ છે. જ્યમાં નકલી ડોક્ટર, કલેકટર, પોલીસ કે પીએ બાદ હવે કોઇ રાજ્યનાં નકલી યુવરાજ તરીકે ઓળખ આપનારાં પણ પડ્યા છે અને સમાજને ઉંધા ચશ્મા પહેરાવી રહ્યા છે. તેવી વિગતો બહાર આવતા ગજબ થયો છે.

Advertisement

રાજવી હિમાંશુસિહજીએ લગ્ન જ નથી કર્યા તો યુવરાજ ક્યાંથી?

તાજેતરમાં મહેસાણા, ગોતા સહિતનાં કાર્યક્રમોમાં યદુવેન્દ્રસિંહ જાડેજા નામની વ્યક્તિ ગોંડલ યુવરાજ તરીકે માભો જમાવતા હોવાની વિગતો યુટ્યુબ સહિતનાં માધ્યમો દ્વારા બહાર આવતા ગોંડલ રાજ્યનાં ઉપલેટા, ધોરાજી અને ખુદ ગોંડલના કેટલાક સુજ્ઞ નગરજનોના સાથે ભવા વંકાયા હતા. લોકો ગોંડલ રાજવી પરિવારથી સુપેરે પરિચિત હોય આ નવા યુવરાજ વળી કયાંથી આવ્યા? તેવા સવાલ સાથે રાજવી પરિવારને જાણ કરી હતી. વિગતો જાણી રાજવી પરિવાર પણ અચંબીત બન્યો હતો. ગોંડલ રાજ્યનાં એક માત્ર યુવરાજ હિમાંશુસિહજી હતા. તેમનું રાજતિલક હજુ આઠ માસ પહેલા થતા તેઓ ગોંડલના રાજવી બન્યા છે. રાજવી હિમાંશુસિહજીએ લગ્ન જ નથી કર્યા તો યુવરાજ ક્યાંથી? ઉઠેલા સવાલો અંગે રાજવી પરિવારના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાને વિગતે ચોખવટ કરવી પડી છે.

Advertisement

આ પણ વાંચો: Ahom Dynasty: અહોમ સામ્રાજ્યના રાજાઓની સમાધિ સ્થળને મળ્યું વર્લ્ડ હેરિટેજનું સન્માન

યદુવેન્દ્રસિંહને ગોંડલ રાજવી પરિવાર સાથે સબંધ નથીઃ રાજેન્દ્રસિંહ જાડેજા

રાજેન્દ્રસિંહ જાડેજાએ કહ્યુ કે, ‘ધંધુકામાં આસ્થા ફાઉન્ડેશનના સમારોહમાં, અમદાવાદમાં ઉમીયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં અને તાજેતરમાં ગોતા ખાતે ક્ષત્રિય અસ્મિતા મંચના નેજા હેઠળ યોજાયેલ ક્ષત્રિય રાજવીઓના સંમેલનમાં યદુવેન્દ્રસિંહ જાડેજા નામની વ્યક્તિ પોતાની ઓળખ ગોંડલ સ્ટેટના યુવરાજ તરીકે આપી રહ્યાની વિગતો અમને મળી છે. હદ તો ત્યારે થાય છે કે, આ યદુવેન્દ્રસિંહે રાજવીઓના સંમેલનમાં ગોંડલ યુવરાજ તરીકે ઉદ્બબોધન પણ આપેલુ હતું. આ યદુવેન્દ્સિહના પરદાદાને ગોંડલ રાજ્યની નવ પેઢી પહેલા મતલબ કે સર ભગવતસિહજીથી પણ પહેલા વેજાગામ અને દાળીયા ગામના બે ગરાસ અપાયા હતા. એ સદીઓ પહેલાની વાત છે. બાદ અને હાલમાં યદુવેન્દ્રસિંહને ગોંડલ રાજવી પરિવાર સાથે કોઈ સ્નાનસુતકનો પણ સબંધ નથી.

Advertisement

આ પણ વાંચો: Rajkot: પોતાના વતનમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડની ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય

ગોંડલ સ્ટેટનો કારોબાર રાજમાતા કુમુદકુમારીજી ચલાવે છે

વધુમાં તેમણે કહ્યું કે, ‘ગોંડલના રાજવી હિમાંશુસિહજીએ હજુ લગ્ન પણ નથી કર્યા તો યુવરાજ હોવાનો કોઈ સવાલ જ નથી. હાલ ગોંડલ સ્ટેટનો કારોબાર રાજમાતા કુમુદકુમારીજી ચલાવી રહ્યા છે.’ રાજેન્દ્રસિંહ જાડેજાએ સ્પષ્ટતા સાથે ચેતવણી પણ ઉચ્ચારી છે કે, કોઇ પણ સંસ્થા કે સમાજે ગોંડલના રાજવી પરિવાર અંગે કોઈ સ્ટેટમેન્ટ આપતા પહેલા અગાઉથી ગોંડલ સ્ટેટની મંજુરી લેવી આવશ્યક છે. રાજવી પરિવાર દ્વારા યુવરાજ તરીકે રોલો પાડી રહેલા નકલી યુવરાજ સામે કાનુની કાર્યવાહી કરાશે તેવું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: Jamnagar: આધુનિય યુગમાં આવું દૂષણ! અંધશ્રદ્ધાથી પ્રેરાઈને માતાજીને ચઢાવ્યું મરઘીનું લોહી

Tags :
Advertisement

.