Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

WPI Inflation : રિટેલ બાદ જથ્થાબંધ મોંઘવારીમાં વધારો,જાણો કઈ કઇ વસ્તુઓના ભાવ વધ્યાં

WPI Inflation: સરકાર દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર ડિસેમ્બરમાં મોંઘવારી દર 0.73 ટકા રહ્યો છે. ગત વર્ષે નવેમ્બરમાં તે 0.26 ટકા હતો. મોંઘવારી દરમાં થયેલો વધારો ખાદ્ય વસ્તુઓના વધેલા ભાવો દર્શાવે છે. જ્યારે જથ્થાબંધ કિંમત સૂચકાંક (WPI) ગત વર્ષે એપ્રિલથી...
wpi inflation   રિટેલ બાદ જથ્થાબંધ મોંઘવારીમાં વધારો જાણો કઈ કઇ વસ્તુઓના ભાવ વધ્યાં

WPI Inflation: સરકાર દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર ડિસેમ્બરમાં મોંઘવારી દર 0.73 ટકા રહ્યો છે. ગત વર્ષે નવેમ્બરમાં તે 0.26 ટકા હતો. મોંઘવારી દરમાં થયેલો વધારો ખાદ્ય વસ્તુઓના વધેલા ભાવો દર્શાવે છે. જ્યારે જથ્થાબંધ કિંમત સૂચકાંક (WPI) ગત વર્ષે એપ્રિલથી ઓક્ટોબર 2023 વચ્ચે નકારાત્મક જ રહ્યો હતો. જ્યારે નવેમ્બરમાં તે 0.26 ટકા સકારાત્મક રહ્યો હતો.

Advertisement

Advertisement

મંત્રાલયે આપી માહિતી..

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં ફૂડ ઈન્ફ્લેશન 9.38 ટકા થઇ ગયું હતું. જે નવેમ્બર 2023માં 8.18 ટકા હતું. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે ગત વર્ષે ડિસેમ્બર 2023માં મોંઘવારીમાં તેજી એટલા માટે આવી કેમ કે ખાદ્ય વસ્તુઓ, મશીનરી અને ઉપકરણ, અન્ય વિનિર્માણ, અન્ય પરિવહન ઉપકરણ અને કમ્પ્યૂટર, ઈલેક્ટ્રોનિક્સ તથા ઓપ્ટિકલ પ્રોડક્ટ્સ વગેરેની કિંમતોમાં વધારો થયો હતો.

Advertisement

આ વસ્તુઓ થઇ મોંઘી

ડિસેમ્બરમાં શાકભાજીનો મોંઘવારી દર 26.30 ટકા રહ્યો હતો. જોકે દાળનો મોંઘવારી દર 19.60 ટકા રહ્યો હતો. ગત અઠવાડિયે જારી કરાયેલા આંકડા અનુસાર ડિસેમ્બર માટે રિટેલ કે ગ્રાહક મૂલ્ય આધારિત ફુગાવા (CPI) વધીને 4 મહિનાના ટોચે 5.69 ટકાએ પહોંચી ગયો હતો. આરબીઆઈએ ગત મહિને તેની દ્વિમાસિક નાણકીય નીતિમાં વ્યાજદરો સ્થિર રાખ્યા હતા અને નવેમ્બર તથા ડિસેમ્બરમાં ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાના જોખમો વિશે સંકેત આપ્યા હતા.

આ પણ વાંચો - Amit Shah Sister Died: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના મોટી બહેનનું નિધન,ગુજરાતના તમામ કાર્યક્રમો રદ્દ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.