CPI Inflation : શાકભાજીની વધી રહેલી કિંમતોના લીધે મોંઘવારી દર 3 મહિનાના સર્વોચ્ચ સ્તરે
સરકારે આજે જૂન મહિનાના છૂટક ફુગાવાના આંકડા જાહેર કર્યા છે. સરકારી ડેટા અનુસાર જૂનમાં છૂટક ફુગાવો વધીને 4.81 % ટકાના 3 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ છૂટક મોંઘવારી વધવાનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલો ઉછાળો છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પર આધારિત ફુગાવો મે મહિનામાં 4.31 % (4.25 ટકાથી સુધારેલ) અને જૂન 2022માં 7% હતો.
રિટેલ ફુગાવો ત્રણ મહિનાની ટોચે
જૂન 2023 માં CPI આધારિત છૂટક ફુગાવામાં વધારો નોંધવામાં આવ્યો છે. CPE રિટેલ ફુગાવો ત્રણ મહિનાની ટોચે પહોંચી ગયો છે. આંકડા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર CPI ફુગાવો જૂનમાં 4.81% પર પહોંચી ગયો છે જે મેમાં 4.31% હતો. જૂનમાં શહેરી ફુગાવો 4.33% થી વધીને 4.96% થયો હતો જ્યારે ગ્રામીણ ફુગાવો 4.23% થી વધીને 4.72% થયો હતો. આ મહિને ખાદ્ય ફુગાવો 2.96% થી વધીને 4.49% થયો છે.
રિટેલ મોંઘવારી આરામદાયક સ્તરની અંદર
જણાવી દઈએ કે, RBI એ 6% સુધી મોંઘવારીનો અંદાજ લગાવ્યો હતો જે મુજબ રિટેલ મોંઘવારી આરામદાયક સ્તરની અંદર રહેલી છે. અગાઉનો ઉચ્ચ CPI માર્ચમાં 5.66% હતો. આ સિવાય સરકારે કેન્દ્રીય બેંકને તે સુનિશ્ચિત કરવા કહ્યું કે, રિટેલ ફુગાવો 4% પર રહે. જો કે તેની 2% વધઘટની છૂટ આપવામાં આવી છે.
ઔદ્યોગિક ઉત્પાદન વાર્ષિક આધાર પર વધ્યુ
સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય દ્વારા બુધવારે આપવામાં આવેલા ડેટા અનુસાર મે 2023માં ભારતમાં ઔદ્યોગીક ઉત્પાદન સુચકઆંક વાર્ષિક આધાર પર 5.2% વધ્યો જે એપ્રીલમાં 4.5% અને માર્ચ 2023માં 1.1% હતો. IIP ના સંદર્ભમાં માપવામાં આવતા કારખાના ઉત્પાદનમાં મે 2022 માં 19.7 % વધ્યુ હતુ. ડેટા દર્શાવે છે કે, એપ્રીલ-મે વચ્ચે ઈન્ડેક્સ 4.8% વધ્યો હતો. ઉત્પાદન ક્ષેત્રનું ઉત્પાદન મે મહિનામાં વાર્ષિક આધાર પર 5.7% વધ્યો જે એપ્રીલમાં 4.9% હતો. આ વચ્ચે વિજળી ઉત્પાદનમાં 0.9% ની વૃદ્ધિ થઈ જ્યારે એપ્રીલમાં તેના 1.1%નો ઘટાડો જોવા મળ્યો.
આ પણ વાંચો : અદાણી ટ્રાન્સમિશને જીત્યો એન્વાયરન્મેન્ટ મેનેજમેન્ટ માટેનો 2023 નો પિકોક એવોર્ડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.