World Leaders Forum : 'ભારત લખી રહ્યું છે અનોખી Success Story', જાણો PM મોદીએ શું કહ્યું...
- સુધાર, પ્રદર્શન અને પરિવર્તન એ અમારો મંત્ર - PM મોદી
- અમે ગરીબો પ્રત્યે સરકારનું વલણ બદલ્યું - PM મોદી
- ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણમાં વ્યસ્ત છીએ- PM મોદી
PM નરેન્દ્ર મોદીએ શનિવારે વિશ્વ નેતાઓના મંચ (World Leaders Forum )ને સંબોધિત કરતા કહ્યું કે, આજે ભારત સફળતાની એક અલગ ગાથા લખી રહ્યું છે. ઘરઆંગણે અમે અમારા આર્થિક પ્રદર્શનમાં સુધારાની અસર જોઈ છે, જેમાં ભારત કેટલીક વખત આગાહી કરતાં વધુ પ્રદર્શન કરે છે. આ જ સતત વિકાસ છે જે આપણે હાંસલ કર્યો છે. અમે જે વચન આપીએ છીએ તે અમે પહોંચાડીએ છીએ. આ સતત વિકાસ છે, જે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
સુધાર, પ્રદર્શન અને પરિવર્તન એ આપણો મંત્ર...
તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં અમે ભારતીયોના જીવનમાં મોટો બદલાવ લાવવામાં સફળ રહ્યા છીએ. અમારી સરકારે કરોડો નાગરિકોના જીવનને સ્પર્શ્યું છે. દેશવાસીઓને સુશાસન આપવાનો અમારો સંકલ્પ છે. ઇમ્પ્રૂવમેન્ટ, પરફોર્મન્સ, ચેન્જ એ અમારો મંત્ર રહ્યો છે. દેશની જનતા છેલ્લા 10 વર્ષમાં દેશની ઉપલબ્ધિઓ પર જોઈ રહી છે. પોતાની જાતમાં વિશ્વાસ, નીતિમાં વિશ્વાસ, નિર્ણયોમાં વિશ્વાસ અને ઈરાદાઓમાં વિશ્વાસ છે.
PM Shri @narendramodi ji attends the Economic Times World Leaders' Forum. #ETWLF
— Parth Thacker 🇮🇳 (Modi Ka Parivar) (@ParthThackerBJP) August 31, 2024
આ પણ વાંચો : New Rules: ક્રેડિટ કાર્ડથી લઈને LPG સુધી...બદલાયશે આ 7 મોટા નિયમો
અમે ગરીબો પ્રત્યે સરકારનું વલણ બદલ્યું...
PM એ વધુમાં કહ્યું કે, છેલ્લા એક દાયકામાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને આ લોકો માત્ર ગરીબીમાંથી બહાર આવ્યા નથી. તેઓએ એક નવો મધ્યમ વર્ગ બનાવ્યો છે, જેની ઝડપ અને સ્કેલ ઐતિહાસિક છે. અમે ગરીબો પ્રત્યે સરકારનું વલણ બદલ્યું છે. તેમની પાસે બેંક ખાતા ન હતા, મૂળભૂત સુવિધાઓ ન હતી, તેથી અમે તેમના અવરોધો દૂર કર્યા. દાયકાઓથી જેમની પાસે બેંક ખાતા ન હતા તેઓ આજે તેમના ખાતામાંથી ડિજિટલ વ્યવહારો કરી રહ્યા છે. જેમના માટે બેંકોના દરવાજા બંધ હતા તેઓ હવે ગેરંટી વગર બેંક લોન મેળવી રહ્યા છે, તેઓ આજે ઉદ્યોગસાહસિક બની રહ્યા છે.
આ પણ વાંચો : Mukesh Ambani ને પાછળ છોડી Gautam Adani બન્યા ભારતના સૌથી ધનિક વ્યક્તિ
ત્રીજી ટર્મને 100 દિવસ વીતી નથી અને અમે…
PM મોદીએ કહ્યું, અમારી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પણ પૂરા નથી થયા. અમે ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણમાં વ્યસ્ત છીએ. અમે સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરી રહ્યા છીએ. છેલ્લા 3 મહિનામાં અમે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે એક પછી એક મોટા નિર્ણયો લીધા છે. અમે ગરીબો માટે 3 કરોડ નવા મકાનો મંજૂર કર્યા છે. આ 100 દિવસમાં દેશના 11 લાખ ગ્રામીણ સામાન્ય પરિવારોમાંથી 11 લાખ નવી લખપતિ દીદીઓ ઉભરી આવી છે.
આ પણ વાંચો : India GDP: દેશનો આર્થિંક વિકાસ રૂંધાયો, છેલ્લા પાંચ ક્વાર્ટરમાં સૌથી ઓછો GDP જાહેર