Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Cup 2023 Schedule : ભારત-પાકિસ્તાન મેચની તારીખ થઈ જાહેર, હવે આ દિવસે રમાશે મુકાબલો

વર્લ્ડ કપ 2023ની શરુઆત 5 ઓક્ટોબરથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાનની ટીમો 14 ઓક્ટોબરે આમને-સામને થશે. જો કે એવું માનવામાં આવી રહ્યું હતું કે ભારત-પાકિસ્તાનની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે...
world cup 2023 schedule   ભારત પાકિસ્તાન મેચની તારીખ થઈ જાહેર  હવે આ દિવસે રમાશે મુકાબલો

વર્લ્ડ કપ 2023ની શરુઆત 5 ઓક્ટોબરથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાનની ટીમો 14 ઓક્ટોબરે આમને-સામને થશે. જો કે એવું માનવામાં આવી રહ્યું હતું કે ભારત-પાકિસ્તાનની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટીમ ઈન્ડિયાનો મુકાબલો 14 ઓક્ટોબરે બાબર આઝમની ટીમ સાથે થશે.

Advertisement

ભારત-પાકિસ્તાન મેચની તારીખ કેમ બદલાઈ ?

હાલમાં જ ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. તે શિડ્યુલ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની હતી, પરંતુ હવે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં નવરાત્રિનો પહેલો દિવસ 15 ઓક્ટોબરે છે. જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે રમાશે. જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

Advertisement

ભારતીય ટીમ વર્લ્ડકપમાં પોતાના અભિયાનની ક્યારે શરૂઆત કરશે ?

રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ 8 ઓક્ટોબરે રમાશે. બંને ટીમો 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં આમને-સામને થશે. વિશ્વ કપની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાશે. જ્યારે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. વર્લ્ડ કપ 2023ની ટાઈટલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ટૂર્નામેન્ટની પ્રથમ અને છેલ્લી મેચનું આયોજન કરશે.

Advertisement

વર્ષો બાદ ક્રિકેટ રસિયાઓને આ મેચ નિહાળવા મળશે.

ઉલ્લેખનીય છે કે, 2023 ODI વર્લ્ડકપ ભારતના 10 શહેરોમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે, જેમાં દિલ્હી, ધર્મશાળા, અમદાવાદ, હૈદરાબાદ, મુંબઈ, પુણે, બેંગલુરુ, લખનૌ, ચેન્નાઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે. દુનિયાભરના ચાહકો ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ભારે આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. વર્ષો બાદ ક્રિકેટ રસિયાઓને આ મેચ નિહાળવા મળશે.

ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 14 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર દરમિયાન અમદાવાદ આવતી ફ્લાઈટ્સના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. હકીકતમાં આ તારીખે ભારત-પાકિસ્તાન મેચને કારણે ફ્લાઈટના ભાડામાં લગભગ 300 ટકાનો વધારો થયો છે.

આ પણ  વાંચો-આયર્લેન્ડ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડી બન્યો ટીમનો કેપ્ટન

Tags :
Advertisement

.